Home /News /eye-catcher /

લ્યો બોલો! ચારસો વર્ષ પછી આ મંદિરના ગર્ભગૃહમાં પુરુષોને મળ્યો પ્રવેશ

લ્યો બોલો! ચારસો વર્ષ પછી આ મંદિરના ગર્ભગૃહમાં પુરુષોને મળ્યો પ્રવેશ

  ચાર સદી પછી પહેલી વખત ઓરિસ્સામાં આવેલા મા પંચુબારાહી મંદિરના ગર્ભગૃહમાં પુરુષોને એક દિવસ માટે પ્રવેશ મળ્યો. આ મંદિર પરિણીત મહિલાઓ ચલાવે છે. અસામાન્ય પરંપરા ધરાવતુ આ મંદિર ઓરિસ્સાના કેન્દ્રાપરા વિસ્તારમાં આવેલા સતભાયા ગામમાં આવેલું છે અને દલિત મહિલાઓ તેનું સંચાલન કરે છે. પાંચ દલિત મહિલા પુજારીઓ તેની સાર-સંભાળ રાખે છે અને માત્ર દલિત મહિલાઓને મંદિરમાં રહેલી મૂર્તિઓને સ્પર્શ કરવા દેવામાં આવે છે.

  છેલ્લા ચાર સયકાઓથી આ મંદિરમાં પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ છે. એવી માન્યતા છે કે, આ મંદિર કુદરતી આપત્તિઓથી સ્થાનિક લોકોનું રક્ષણ કરે છે. જો કે આ વિસ્તારમાં કુદરતી પુર આવતા આ મંદિરમાં રહેલી મૂર્તિઓને સ્થળાતંરિત કરવાની જરૂરિયાત ઉભી થઇ અને એટલે 20 એપ્રિલના રોજ પુરુષોને મંદિરમાં પ્રવેશવા માટે મંજુરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ ઐતિહાસિક નિર્ણય બાદ પાંચ પુરુષો મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ્યા અને મંદિરમાં રહેલી ગ્રેનાઇટની મૂર્તિઓ (દરેકનું વજન 1.5 ટન) બહાર કાઢવામાં આવી અને 12 કિલોમિટર દૂર આવેલા મંદિરમાં પુન:સ્થાપિત કરવામાં આવી.

  આ મૂર્તિઓને સ્થાપન કર્યા પછી મહિલાઓએ આ મૂર્તિઓના શુદ્ધિકરણ માટે પુજા કરી હતી. ઓરિસ્સાના દરિયાકાંઠે આવેલુ આ ગામ પુરગ્રસ્ત છે. દરિયાનું પાણી આગળ વધી રહ્યુ છે અને ગામમાં ઘુંસી રહ્યુ છે. સ્થાનિકતંત્ર દ્વારા ગામને સ્થળાંતરિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને ગામ લોકોને નવી જગ્યાએ વસવાટ કરવા માટે સહાય પણ કરવામાં આવી છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Odisha

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन