Home /News /eye-catcher /

World’s First Tesla Baby: ઓટોપાયલટ મોડમાં ચાલી રહી હતી Tesla કાર, ફ્રન્ટ સીટ પર મહિલાએ આપ્યો બાળકીને જન્મ

World’s First Tesla Baby: ઓટોપાયલટ મોડમાં ચાલી રહી હતી Tesla કાર, ફ્રન્ટ સીટ પર મહિલાએ આપ્યો બાળકીને જન્મ

અમેરિકામાં એક મહિલાએ ટેસ્લાની ઓટોપાયલટ મોડ ઉપર ચાલતી કારમાં બાળકીને જન્મ આપ્યો છે. (Image credit- Shutterstock)

World’s First Tesla Baby: Elon Muskની ઇલેક્ટ્રિક કાર Tesla સાથે વધુ એક પરાક્રમ જોડાઈ ગયું છે. અમેરિકામાં એક મહિલાએ ટેસ્લાની કારમાં બાળકીને જન્મ (Woman Gave Birth on Front Seat of Car) આપ્યો છે.

    World’s First Tesla Baby: દુનિયામાં દરરોજ કોઈને કોઈ ચમત્કાર થતા જ રહે છે. અત્યારે અમેરિકામાં એક બાળકીનો જન્મ (Childbirth in the car) દુનિયાભરના સમાચારોમાં છવાયેલો છે. એકચ્યુલી, ફિલાડેલ્ફિયામાં જન્મેલી આ બાળકીને તેની માએ ટેસ્લા કાર (Tesla Car)ની અંદર જન્મ આપ્યો છે, એ પણ ત્યારે, જ્યારે કાર ઓટોપાયલટ મોડ ઉપર ચાલી રહી હતી. બાળકીનો જન્મ ઇલેક્ટ્રિક કારની ફ્રન્ટ સીટ પર (Woman Gave Birth on Front Seat of Car) થયો.

    આ ઘટના ત્યારે થઈ જ્યારે અમેરિકન કપલ (United States News) બાળકની ડિલીવરી (Child Delivery) માટે ટેસ્લા કારમાં હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં ટ્રાફિક હોવાના કારણે તેમને હોસ્પિટલ સુધી પહોંચવામાં તકલીફ પડી રહી હતી ત્યારે તેમણે પોતાની કારને ઓટોપાયલ મોડ (autopilot mode) પર નાખી અને મહિલાની ડિલીવરી ગાડીની અંદર જ થઈ ગઈ.

    ઓટોપાયલટ મોડ પર ચાલી કાર

    જ્યારે કપલ તેના 3 વર્ષના બાળકને સ્કૂલ મૂકવા જઈ રહ્યું હતું ત્યારે આ ઘટના ઘટી. ધ ફિલાડેલ્ફિયા ઇન્કવાયરર (The Philadelphia Enquirer)ની રિપોર્ટ મુજબ કારના ટ્રાફિકમાં ફસાયા બાદ પતિએ કારને ઓટોપાયલટ પર રાખી અને પાછલી સીટ પર બેઠેલા પોતાના બાળક પર નજર રાખી અને આગલી સીટ પર બાળકને જન્મ આપી રહેલી પત્નીની સારસંભાળ રાખી.

    આ પણ વાંચો: Viral video: ફ્લાઈટમાં માસ્કની જગ્યાએ માણસે પહેરી પ્રેમિકાની લાલ અન્ડરવેર, લોકો જોતાં જ રહી ગયા!

    તેમને તે જગ્યાએથી હોસ્પિટલ પહોંચવામાં 20 મિનિટ લાગી અને ત્યાં પહોંચીને બાળકીની ગર્ભનાળને કાપવામાં આવી. હોસ્પિટલની નર્સિસે બાળકીને ધ ટેસ્લા બેબી (The Tesla Baby) કહીને સંબોધી. આ અનોઘી ઘટના આજકાલ ઘણી ચર્ચામાં છે.

    આ પણ વાંચો: 8 વર્ષ પહેલાં 34 અબજ રૂપિયાના Bitcoin કચરામાં નાખ્યા, હવે શોધવા માટે NASAની મદદ લીધી!

    વિવાદમાં રહેલી ટેસ્લા માટે આ સારા સમાચાર

    આ વર્ષે ટેસ્લા કાર પોતાની સિક્યોરિટીને લઈને ચર્ચામાં રહી છે. આ વર્ષે ટેસ્લા કારની ટક્કર થયા બાદ 2 લોકોનું મૃત્યુ થઈ ગયું હતું, જેના પર આવેલા પ્રાથમિક રિપોર્ટમાં ખબર પડી કે કાર ઓટોપાયલટ મોડ પર હતી. 2 વર્ષ પહેલા પણ ટેસ્લા સેડાનથી થયેલા એક્સિડન્ટમાં એક ટીનએજ છોકરાના મૃત્યુ બાદ ઘરવાળાઓએ ઇલેક્ટ્રિક કંપની પર કેસ કરી દીધો હતો. તો બીજી બાજુ એક વ્યક્તિએ તાજેતરમાં જ પોતાની ટેસ્લા કારને દારુગોળો લગાવીને ઉડાડી દીધી હતી કેમ કે, તેના રિપરિંગનો ખર્ચો 17 લાખ રૂપિયા આવતો હતો!
    Published by:Nirali Dave
    First published:

    Tags: Ajab gajab news, Automobile, Electric car, Elon musk, Tesla, Viral news

    આગામી સમાચાર