Home /News /eye-catcher /જેલનાં કેદીએ પ્રાઈવેટ પાર્ટ પર ચડાવી દીધી વીંટી! જીવ જોખમમાં મુકાતા હોસ્પિટલ ભેગો કરાયો

જેલનાં કેદીએ પ્રાઈવેટ પાર્ટ પર ચડાવી દીધી વીંટી! જીવ જોખમમાં મુકાતા હોસ્પિટલ ભેગો કરાયો

ફિરોઝાબાદ: જેલના કેદીની ગંદી કરતૂત

Firozabad jail: ફિરોઝાબાદ જિલ્લાની જેલમાં બંધ હત્યાના આરોપીને તેની વિચિત્ર હરકત ભારે પડી છે. કેદીએ હાથની વીંટી કાઢીને પ્રાઈવેટ પર ચઢાવી દેતા જીવ જોખમમાં મુકાઇ જાય એવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. બાદમાં તેને હોસ્પિટલ ભેગો કરવામાં આવ્યો હતો.

વધુ જુઓ ...
    ફિરોઝાબાદ ક્રાઈમ (Firozabad Crime News): ફિરોઝાબાદ જિલ્લાની જેલમાં બંધ હત્યાના આરોપીએ ખૂબ જ ખરાબ હરકત કરી છે. તેની આ પ્રકારની કરતૂતને કારણે તેનો જીવ જોખમમાં મુકાઈ ગયો છે. આ કેદીએ પોતાના હાથની રીંગ પ્રાઈવેટ પાર્ટ પર ચડાવી દીધી હતી (prisoner trapped his private part). જેના કારણે તે પેશાબ (Urine) કરી શકતો નથી અને તેને પેટમાં દુખાવો થઈ રહ્યો છે. જેલના અધિકારીઓએ કેદીને આ ગંભીર હાલતમાં આગ્રામાં દાખલ કર્યો છે.

    ઈટાવા જેલથી ટ્રાન્સફર કરવામાં આવ્યો 

    64 વર્ષીય કેદી શાકિર ઈટાવા જનપદના બકેવર ક્ષેત્રનો રહેવાસી છે. હત્યાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને 31 ઓગસ્ટ 2013ના રોજ ઈટાવા જેલથી ફિરોઝાબાદ જિલ્લાની જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. શુક્રવારની રાત્રે તેણે આ પ્રકારની ખરાબ હરકત કરી હતી, જેના કારણે તેનો જીવ જોખમમાં મુકાઈ ગયો છે.

    કેદીએ કરેલ ગંદી હરકત 

    શાકિરે તેના હાથમાં જે વીંટી પહેરી હતી, તે કાઢીને તેણે પ્રાઈવેટ પાર્ટ (Trapped Ring on Private part) પર ચઢાવી દીધી હતી. પ્રાઈવેટ પાર્ટ ફૂલી જવાથી તેની વીંટી તેમાં ફસાઈ ગઈ છે અને તે યુરિન પાસ કરી શકતો નથી. યુરિન બંધ થઈ જવાને કારણે તેને પેટમાં દુખાવો થઈ રહ્યો છે. શારિક જે જેલમાં બંધ હતો, તે જેલના અન્ય કેદીઓએ આ વાતની જાણકારી જેલના અધિકારીઓને આપી હતી. જેલની હોસ્પિટલમાં જ વીંટી કાઢવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ વીંટી ન નીકળતા તેને આગ્રાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

    આ પણ વાંચો: કાળી અને બદસૂરત કહેનાર પતિને ગુસ્સેલ પત્નીએ રહેંસી નાંખ્યો, પ્રાઇવેટ પાર્ટ પણ કાપી નાંખ્યો

    આગરા રેફર કરવામાં આવ્યો 

    આ ઘટના શુક્રવાર રાતની છે. જેલના અધિકારી અરુણ કુમાર સિંહે (Arun Kumar Singh) આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, શાકિર હત્યાના આરોપમાં સજા ભોગવી રહ્યો છે. શાકિરે વીંટી પોતાના પ્રાઈવેટ પાર્ટ પર ચઢાવી છે. તેની તબિયત વધુ બગડતા આ વાતની જાણકારી અમને મળી હતી. તેને ઈલાજ માટે સૌથી પહેલા સરકારી ટ્રોમાં સેન્ટર લાવવામાં આવ્યો હતો, હાલમાં તેને ઈલાજ માટે આગરા રેફર કરવામાં આવ્યો છે. જ્યાં તેનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Ajab Gajab, Firozabad, Jail

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन