ફિનલેન્ડની PM પર જનતાના પૈસે કુટુંબીજનોને બ્રેકફાસ્ટ કરાવવાનો આક્ષેપ, પોલીસ કરશે તપાસ

ફિનલેન્ડની PM પર જનતાના પૈસે કુટુંબીજનોને બ્રેકફાસ્ટ કરાવવાનો આક્ષેપ, પોલીસ કરશે તપાસ
ફિનલેન્ડની PM સના મારિન (ફાઇલ તસવીર)

ફિનલેન્ડની PM સના મારિને ટેક્સપેયરના નાણામાંથી કુંટુંબીજનોને દર મહિને 26 હજાર રૂપિયાનો બ્રેકફાસ્ટ કરાવ્યાનો આરોપ

  • Share this:
નવી દિલ્હી. ભારતના રાજકીય નેતાઓ દ્વારા લોકોના પૈસાનો બેફામ અને અંગત હિત માટે ઉપયોગ થતો હોવાના આક્ષેપ ઘણી વખત સામે આવ્યા છે. ત્યારે ફિનલેન્ડ (Finland) પાસેથી આ મુદ્દે આપણે ઘણું શીખવા જેવું છે. ફિનલેન્ડ વડાંપ્રધાને નાસ્તા માટે કરદાતાઓના નાણાંનો ગેરકાયદે ઉપયોગ થયો છે કે કેમ? તે અંગે પોલીસ તપાસ કરશે.

વડાંપ્રધાન સના મારિન (Sanna Marin)ના નાસ્તા મુદ્દે ટેબ્લોઇડ ઇલ્તાલેહતી (Iltalehti)એ અહેવાલ પ્રકાશિત કર્યો છે. જેમાં જણાવાયું છે કે, તેઓ તેના સત્તાવાર નિવાસસ્થાન કેસરન્તા (Kesaranta) ખાતે રહેતી વખતે તેના પરિવારના નાસ્તામાં દર મહિને આશરે 300 યુરો ($ 365)નો ક્લેમ કરે છે. આ અહેવાલથી અનેક સવાલો ઉઠ્યા છે. જેને લઈને વિરોધ પક્ષે પણ સના મારિનને ઘેર્યા છે.આ પણ જુઓ, Video: પુલવામામાં શહીદ થયેલા મેજર વિભૂતિ ઢૌંડિયાલની પત્નીએ જોઈન કરી Indian Army

બીજી તરફ સના મારિનનું કહેવું છે કે, તેમના પુરોગામીને પણ આ લાભ મળતા હતા. તેમણે ટ્વિટર પર કહ્યું કે, મેં PM તરીકે આ લાભ આપવાનું કીધું નથી કે તે નક્કી કરવાના નિર્ણયમાં લેવામાં સામેલ પણ નથી.

PMના સવારના નાસ્તાની ચૂકવણીમાં કરદાતાઓના નાણાંનો ઉપયોગ હકીકતમાં ફિનિશ કાયદાનો ભંગ હોઈ શકે તેવું કાયદાના નિષ્ણાંતોનું કહેવું છે.
આ મામલે તપાસની માંગ ઉઠ્યા બાદ શુક્રવારે પોલીસે આ પબ્લિક ઓફીસ ઓફેન્સ અંગે પ્રિ ટ્રાયલ ઇન્વેસ્ટિગેશન ચલાવવાની જાહેરાત કરી હતી. પોલીસે નિવેદનમાં કહ્યું હતું કે, નિયમ મુજબ મંજૂરી ન હોવા છતાં PMને ભોજન માટે વળતર આપવામાં આવ્યું છે,

ડિટેક્ટીવ સુપરિન્ટેન્ડન્ટ ટીમુ જોકિનેને કહ્યું હતું કે, તપાસમાં PMના કાર્યાલયની અંદર અધિકારીઓના નિર્ણય પર ધ્યાન કેન્દ્રિત રહેશે. તપાસ કોઈ પણ રીતે PM અથવા તેની સત્તાવાર પ્રવૃત્તિઓથી સંબંધિત નથી.

આ પણ વાંચો, IPL 2021 મામલે બીસીસીઆનો મોટો નિર્ણય, UAEમાં રમાશે બાકી 31 મેચ

મારિને શુક્રવારે ટ્વિટર પર કહ્યું હતું કે, તેઓ તપાસને આવકારે છે અને બધું સામે આવ્યા બાદ લાભનો ક્લેમ કરવાનું બંધ કરશે.

નોંધનીય છે કે, સોશિયલ ડેમોક્રેટ (Social Democrate)ના મારિને ડિસેમ્બર 2019માં સત્તા સાંભળ્યા બાદ લોકોનું સમર્થન મળ્યું છે. ફિનલેન્ડ અત્યારે યુરોપમાં સૌથી ઓછા કોરોના વાયરસ કેસ ધરાવતો દેશ છે, જેથી તેમની સરકાર પ્રત્યે લોકોનું સમર્થન વધ્યું છે.

જોકે, હવે ફિનલેન્ડમાં પણ ચૂંટણી નજીક છે. 13 જૂને સ્થાનિક ચૂંટણી લડવાની તૈયારી થઈ રહી છે. ત્યારે ચૂંટણી પહેલાના પોલમાં તેમની પાર્ટી વિપક્ષ કરતા પાછળ છે, જ્યારે રાઈટ ફિન્સ પાર્ટ રેકોર્ડબ્રેક બેઠકો જીતે તેવી શક્યતા છે.
Published by:News18 Gujarati
First published:May 29, 2021, 15:07 pm

ટૉપ ન્યૂઝ