5 વર્ષ પહેલા સેન્ડવીચ ખાધા પછી ગેસની સમસ્યા થઇ તો દુકાનદાર પર કર્યો કેસ
5 વર્ષ પહેલા સેન્ડવીચ ખાધા પછી ગેસની સમસ્યા થઇ તો દુકાનદાર પર કર્યો કેસ
પ્રતિકાત્મક તસવીર
OMG news : વકીલ જણાવે છે કે, સેન્ડવીચ ખાધા બાદ તેમના ક્લાયન્ટને પેટની તકલીફ થવા લાગી અને તેમને ગેસની સમસ્યા થઈ ગઈ છે. ટાયરોનના પેટમાંથી અજીબો ગરીબ અવાજ આવે છે
ઈન્ટરનેટ પર અનેક એવા મામલાઓ સામે આવે છે, જેના પર વિશ્વાસ કરી શકાતો નથી. આ પ્રકારના સમાચાર પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે અને તમામ વ્યક્તિ વિચારમાં પડી જાય છે, કે શું ખરેખર આવું થઈ શકે છે? અહીંયા અમે તમને એવા જ મામલા વિશે જાણકારી આપી રહ્યા છીએ, જે ચર્ચાનો વિષય બની ગયો છે.
શું તમને પણ બહારની સેન્ડવિચ ખાવી પસંદ છે? જો તમે કદાચ બહારની સેન્ડવિચ ખાવ અને ત્યારબાદ તમને ગેસ થવા લાગે તો શું કરશો? શું તમે દુકાનદાર પર કેસ કરશો? કદાચ તમે આ પ્રકારે બિલકુલ પણ નહીં કરો. એક વ્યક્તિએ આ મામલે એક દુકાનદાર પર કેસ કર્યો છે. દુકાનદાર પર કેસ કરીને નુકસાન તરીકે 10 લાખ રૂપિયા પણ માંગ્યા છે.
આ વ્યક્તિ જણાવે છે કે, તેણે એક ફૂડ સ્ટોલ પર સેન્ડવીચ ખાધી હતી. ત્યારબાદ તેને ફાર્ટની તકલીફ થવા લાગી અને પેટમાંથી અજીબો ગરીબ અવાજ આવવા લાગ્યા. ત્યારબાદ આ વ્યક્તિએ દુકાનદાર પર કેસ કર્યો છે અને નુકસાન તરીકે રૂ. 10 લાખ પણ માંગ્યા છે. કોર્ટમાં જ્યારે જજે આ વ્યક્તિની દલીલો સાંભળી તો જજ સાહેબ પણ હેરાન રહી ગયા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વ્યક્તિનું નામ ટાયરોન પ્રેડ છે અને તેની ઉંમર 46 વર્ષ છે. ટાયરોન ડિસેમ્બર 2017માં પોતાની પત્ની અને બાળકો સાથે ક્રિસમસમાં બ્રિટનના બર્મિંઘમમાં બજાર ગયા હતા. આ દરમિયાન તેમણે એક ફૂડસ્ટોલ પરથી સેન્ડવીચ લઈને ખાધી હતી. ટાયરોન જણાવે છે કે, સેન્ડવીચ ખાધા બાદ તેની તબિયત ખરાબ રહેવા લાગી. તેમને પેટમાં દુખાવો થવા લાગ્યો, ઉલ્ટીઓ થઈ અને ડાયેરિયા પણ થઈ ગયા. ત્યારબાદ તેમને ફાર્ટની સમસ્યા થવા લાગી.
ટાયરોનને પેટમાં શું તકલીફ થઈ?
ટાયરોનના વકીલ જણાવે છે કે, સેન્ડવીચ ખાધા બાદ તેમના ક્લાયન્ટને પેટની તકલીફ થવા લાગી અને તેમને ગેસની સમસ્યા થઈ ગઈ છે. ટાયરોનના પેટમાંથી અજીબો ગરીબ અવાજ આવે છે અને પબ્લિકમાં તેમણે શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આ પરેશાનીના કારણે તેમને રાત્રે ઊંઘ પણ આવતી નથી. આ મામલે કોર્ટમાં સુનાવણી કરવામાં આવી રહી છે. વકીલ જણાવે છે કે, અહીંથી જે પણ લોકો ખાતા હતા, તે અન્ય ગ્રાહકો પણ બીમાર પડી ગયા હતા. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર