ઘરમાં નાના ભાઈઓ અને બહેનો એકબીજા સાથે લડે છે. મોટેભાગે તેઓ લડાઈ કરતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય બાળકોને માતાના ગર્ભાશયમાં લડતા હોય તેવું સાંભળ્યુ છે ? ખરેખર, સોશિયલ મીડિયા પર આ વીડિયો વધુને વધુ વાયરલ થઇ રહ્યો છે. લાખો લોકોએ આ વીડિયો જોયો છે અને લોકો પસંદ કરી રહ્યાં છે.
આ વીડિયોમાં માતાના ગર્ભાશયમાં જોડિયા બાળકો વચ્ચેની લડાઈ થઇ. બાળકો આ લડાઈમાં અલ્ટ્રાસાઉન્ડમાં સ્પષ્ટ દેખાઇ રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ લડાઈનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં માતાના પેટમાં બે છોકરીઓ લડાઇ કરવા લાગી. અલ્ટ્રાસાઉન્ડમાં બંને છોકરીઓ એકબીજા પર લડાઇ કરતી જોવા મળી રહી છે. પેટમાં અંદર જ બંનેની લડવાની શરૂઆત થઈ.
અહેવાલો અનુસાર, ચીનનો આ વીડિઓ ગયા વર્ષે શેર કરવામાં આવ્યો હતો. ગર્ભવતી મહિલા જોડિયા બાળકોને જન્મ આપવાની હતી. ગયા વર્ષે તેણે યિનચુઆનના એક ક્લિનિકમાં અલ્ટ્રાસાઉન્ડ કર્યું હતું. આ વીડિયો જોડિયા બાળકોના પિતાએ શૂટ કર્યો હતો.
આ વીડિયોને ગયા વર્ષે ચીની વીડિયો એપ્લિકેશન પર શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોને લગભગ 25 મિલિયન વ્યૂઝ થઇ ચુક્યા હતા. હવે આ વીડિયો ફરીથી એકવાર 15 એપ્રિલે યૂટ્યુબ પર શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધી તે લગભગ ચાર લાખ લોકોને જોઇ ચુક્યા છે.
ગર્ભની અંદર બાળકીઓની લડાઈનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી યૂઝર્સે રમુજી કમેન્ટ કરી રહ્યાં છે. કેટલાક લોકોનું કહેવું છે કે, આ બાળકીઓ ભલે ગર્ભમાં લડાઇ કરી રહી હોય, પરંતુ ગર્ભમાંથી બહાર આવ્યા બાદ બંને વચ્ચે ખૂબજ પ્રેમ હશે. ત્યારે એક યૂઝરે એવું પણ લખ્યું હતું કે, તેઓ માતાના ગર્ભમાં એકબીજાનો ખ્યાલ રાખી રહી છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર