Home /News /eye-catcher /VIDEO: લાઈવ ટીવી પર મહિલા એન્કરે કરી છૂટાછેડાની જાહેરાત, દર્શકો ચોંકી ગયા
VIDEO: લાઈવ ટીવી પર મહિલા એન્કરે કરી છૂટાછેડાની જાહેરાત, દર્શકો ચોંકી ગયા
બ્રેકીંગ ન્યુઝ...
લાઈવ ટીવી દરમિયાન તેની જાહેરાતથી દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેણે આ અગાઉ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, તે શોના અંતે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવા જઈ રહી છે. મહિલાએ આ જાહેરાત ત્યારે કરી જ્યારે શોના હોસ્ટે તેને પૂછ્યું કે, શું તે Valentine's Day પર તેના પતિ પાસેથી કંઈ મેળવી રહી છે.
એક મહિલા ન્યૂઝ એન્કરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તે ઓન-એર તેના છૂટાછેડાની જાહેરાત કરતી બતાવવામાં આવી છે. લાઈવ ટીવી દરમિયાન તેની જાહેરાતથી દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેણે અગાઉ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં માહિતી આપી હતી કે, તે શોના અંતે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવા જઈ રહી છે. જણાવી દઈએ કે, આ મામલો અમેરિકાનો છે.
ડેઈલી મેઈલના જણાવ્યા અનુસાર, મહિલાનું નામ જુલી બંદેરાસ છે. 49 વર્ષની જુલી ન્યુયોર્ક સ્થિત ફોક્સ ન્યૂઝ ચેનલની એન્કર છે. તેણે ગતરોજ એક પોસ્ટ મુકી હતી. જેમાં તેણે લખ્યું કે, આજે રાત્રે 11 વાગ્યે શોના અંતમાં મારી પાસે એક નાનકડી જાહેરાત છે. આ પોસ્ટ પછી, જુલીએ શોના અંતે તેના છૂટાછેડાની જાહેરાત કરી હતી.
Tune into @Gutfeldfox tonight at 11pm ET. I have a little announcement at the end of the show. (During the Valentines Day segment ironically) pic.twitter.com/XVqLzfClUr
જણાવી દઈએ કે, જૂલીએ આ જાહેરાત ત્યારે કરી, જ્યારે શોના હોસ્ટે તેને પૂછ્યું કે શું તે વેલેન્ટાઈન ડે પર તેના પતિ પાસેથી કંઈ મેળવી રહી છે. આના જવાબમાં જુલીએ લાઈવ ટીવી પર કહ્યું- ઠીક છે, હું છૂટાછેડા લઈ રહી છું. હવે હું આગળ વધવાની છું. આપ સૌનો આભાર...આ બ્રેકીંગ ન્યુઝ હતા. આટલું જ નહીં જુલીએ વેલેન્ટાઈન ડેને 'મુર્ખતાપૂર્ણ' અને 'હાસ્યાસ્પદ' પણ ગણાવ્યો હતો.
Fox News anchor Julie Banderas dropped some "breaking news" on Gutfeld! tonight. And during a Valentine's Day segment, of all things!
"Well, I am going to get a divorce. I am going to say it right here for the first time." pic.twitter.com/ZJg1WWCPJ1
જુલીએ 2009માં નાણાકીય સલાહકાર એન્ડ્રુ સેન્સોન (55) સાથે લગ્ન કર્યા હતા. તેમને ત્રણ બાળકો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં જ તેણે એન્ડ્રુથી અલગ થવાના સંકેત આપ્યા હતા. લાંબા સમયથી તે માત્ર તેના બાળકો સાથેના ફોટા પોસ્ટ કરી રહી છે.
એન્ડ્ર્યુનો તેની કોઈપણ પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. ત્યારથી અટકળો વહેતી થઈ હતી કે, કપલ તૂટી ગયું છે. જો કે, હવે જુલીએ પોતે આની જાહેરાત કરી છે, તે પણ લાઈવ ટીવી પર.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર