Home /News /eye-catcher /કોરોનાના ડરથી મહિલા પુત્ર સાથે 3 વર્ષ સુધી રહી ઘરમાં કેદ, આખરે પોલીસની મદદથી પતિને મળી સફળતા

કોરોનાના ડરથી મહિલા પુત્ર સાથે 3 વર્ષ સુધી રહી ઘરમાં કેદ, આખરે પોલીસની મદદથી પતિને મળી સફળતા

મહિલા પુત્ર સાથે ઘરમાં રહી 3 વર્ષ 'કેદ'

7 વર્ષની ઉંમરે મહિલાએ બાળકને ઘરમાં કેદ કર્યો, હવે બાળક લગભગ 10 વર્ષનું છે, ત્રણ વર્ષથી બાળકનો અભ્યાસ, રમતગમત અને મિત્રો બધું જ ભૂલાઈ ગયું છે. બાળકની માતા ઘરે તેના અને તેના વાળ કાપતી હતી. 3 વર્ષથી ઘરનો કચરો પણ ફેંકવામાં આવ્યો ન હતો, બાળક જ્યાં રહેતો હતો તે જ રૂમમાં કચરો, કપાયેલા વાળ અને ગંદકી જમા થતી રહી હતી.

વધુ જુઓ ...
નવી દિલ્હી: હરિયાણાના ગુડગાંવના ચકરપુરમાં એક 33 વર્ષની મહિલાએ તેના સગીર પુત્ર સાથે ત્રણ વર્ષ સુધી પોતાને ભાડાના મકાનમાં 'કેદ' કરી લીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, તેણે કોરોના મહામારીથી બચવા માટે આ કામ કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારના રોજ અધિકારીઓની એક ટીમ બંનેને ઘરની બહાર લાવતા, આ ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસની ટીમ, આરોગ્ય વિભાગ અને બાળ કલ્યાણ વિભાગના અધિકારીઓએ મુખ્ય દરવાજો તોડીને મુનમુન માંઝી અને તેના 10 વર્ષી દિકરાને બહાર કાઢ્યા હતા. આ બાદ માતા-પુત્રને ગુરુગ્રામની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ગુરુગ્રામ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. વીરેન્દ્ર યાદવના જણાવ્યા અનુસાર, "મહિલાને કેટલીક માનસિક સમસ્યાઓ છે. બંનેને PGI રોહતકમાં રિફર કરવામાં આવ્યા છે, જ્યાં તેમને સારવાર માટે મનોચિકિત્સાના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે." આ મામલો 17 ફેબ્રુઆરીએ મુનમુનના પતિ સુજન માંઝીએ ચકરપુર પોલીસ ચોકીમાં તૈનાત સહાયક સબ-ઇન્સ્પેક્ટર પ્રવીણ કુમારનો સંપર્ક કરતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, સુજન એક ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરી રહ્યો છે.

આ પણ વાંચો: OMG! પાર્ટીમાં યુવક સાથે વાંધાજનક હાલતમાં જોવા મળ્યો પતિ, પત્નીએ રંગેહાથ ઝડપી કરી પોલીસ ફરિયાદ

પોલીસના જણાવ્યા અનુસાર, પોતાના પુત્ર સાથે ત્રણ વર્ષ સુધી પોતાને 'કેદ' કરતી વખતે, મહિલાએ 2020ની શરૂઆતમાં લોકડાઉન પ્રતિબંધો હળવા કર્યા પછી ઓફિસ ગયેલા તેના પતિને ઘરે આવવાની મંજૂરી પણ આપી ન હતી. પતિ સુજને શરૂઆતના થોડા દિવસો મિત્રો અને સંબંધીઓ સાથે વિતાવ્યા અને જ્યારે તે તેની પત્નીને શાંત કરવામાં નિષ્ફળ ગયો, ત્યારે તેણે તે જ વિસ્તારમાં બીજા ભાડાના મકાનમાં રહેવાનું શરૂ કર્યું હતું. પતિના કહેવા પ્રમાણે, આ સમયગાળા દરમિયાન તેની પત્ની અને પુત્ર સાથે સંપર્કમાં રહેવા માટે વીડિયો કોલ જ એકમાત્ર રસ્તો હતો. આ દરમિયાન, તે ઘરનું ભાડું અને વીજળીનું બિલ ચૂકવતો હતો. તે તેના પુત્રની શાળાની ફી એકત્રિત કરતો, કરિયાણા અને શાકભાજી ખરીદતો અને તેની પત્નીના ઘરના મુખ્ય દરવાજાની બહાર રાશનની થેલીઓ મુકીને ચા્લયો જતો હતો.

7 વર્ષની ઉંમરે મહિલાએ બાળકને ઘરમાં કેદ કર્યો, હવે બાળક લગભગ 10 વર્ષનું છે, ત્રણ વર્ષથી બાળકનો અભ્યાસ, રમતગમત અને મિત્રો બધું જ ભૂલાઈ ગયું છે. બાળકની માતા ઘરે તેના અને તેના વાળ કાપતી હતી. 3 વર્ષથી ઘરનો કચરો પણ ફેંકવામાં આવ્યો ન હતો, બાળક જ્યાં રહેતો હતો તે જ રૂમમાં કચરો, કપાયેલા વાળ અને ગંદકી જમા થતી રહી હતી. આજુબાજુના લોકોને ખબર પણ ન હતી કે, મા-દીકરો ઘરમાં કેદ છે. ઘરમાં બાળક દીવાલો પર ચિત્રો બનાવતો અને દીવાલો પર પેન્સિલથી જ ભણતો હતો.

આ પણ વાંચો: શું કોરોના ભારતમાંથી ચાલ્યો જશે? જાણો શું કહે છે નિષ્ણાતો

ASI પ્રવીણ કુમારે જણાવ્યું કે, "શરૂઆતમાં મને સુજનના દાવા પર વિશ્વાસ નહોતો થયો, પરંતુ જ્યારે તેણે મને તેની પત્ની અને પુત્ર સાથે વિડિયો કૉલ પર વાત કરાવી, ત્યારે મેં આ બાબતમાં દખલ દીધી હતી. મહિલા જે ઘરમાં રહેતી હતી, ત્યાં ખૂબ જ ગંદકી અને કચરો જમા થયો હતો. કે જો થોડા વધુ દિવસો વીતી ગયા હોત, તો કંઈક અનિચ્છનિય ઘટના બની શકે તેમ હતી." આ મહિલાના પુત્રએ છેલ્લા ત્રણ વર્ષથી સૂર્ય જોયો ન હતો. આ મહિલાએ પણ કોવિડના ડરથી આ ત્રણ વર્ષ દરમિયાન રાંધણગેસ અને પાણીનો સંગ્રહ કર્યો ન હતો. ત્રણ વર્ષ બાદ પત્ની અને પુત્રને મળતા સુજન ખૂબ જ ખુશ છે, તેણે આ માટે પોલીસનો આભાર માન્યો હતો. તેણે કહ્યું કે, "હવે તેની સારવાર ચાલી રહી છે. આશા છે કે મારું જીવન જલ્દી ફરી પાટા પર ચઢી જશે."
First published:

Tags: Coronavirus case, COVID19, OMG News