Father’s Day 2021: 11 વર્ષથી વેન્ટીલેટર અને ઓક્સિજનના સહારે પિતા, સંતાનોએ આવા અંદાજમાં ઉજવ્યો ‘ફાધર્સ ડે’

Father’s Day: 11 વર્ષથી પથારીવશ પિતાના ચહેરા પર ખુશી લાવવા સંતાનોએ અપનાવી આ યુક્તિ

Father’s Day: 11 વર્ષથી પથારીવશ પિતાના ચહેરા પર ખુશી લાવવા સંતાનોએ અપનાવી આ યુક્તિ

  • Share this:
    અમિત ગંજૂ, કાનપુર. આજે ફાધર્સ ડે (Father’s Day 2021) ઉજવવામાં આવી રહ્યો છે. દરેક સંતાનના જીવનમાં માતા અને પિતા બંનેનું મહત્ત્વ એક સમાન હોય છે. બીજી તરફ, ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના કાનપુર (Kanpur) જિલ્લામાં ખૂબ જ ભાવુક કરનારી તસવીરો સામે આવી છે. અહીં છેલ્લા એક દશકથી વધુ સમયથી વયોવૃદ્ધની સારવાર ચાલી રહી છે અને તેઓ પોતાના ઘરે જ સારવાર લઈ રહ્યા છે. આ એક દશકમાં ન તો તેઓ તેઓએ ક્યારેય બારીની બહાર જોયું છે અને ન તો કોઈને મળવા ગયા છે. પોતાની બીમારીથી પરેશાન બૃજમોહનના સંતાનોએ આજે ફાધર્સ ડે (Father’s Day Celebration) પર તેમને નાચવા માટે મજબૂર કરી દીધા.

    બૃજમોહન છેલ્લા 4 વર્ષથી મિની વેન્ટીલેટર પર છે અને ઘરે ઓક્સિજન સિલિન્ડર પણ લગાવેલો છે. જ્યાં એક તરફ દેશભરમાં લોકો પોતપોતાની રીતે ફાધર્સ ડે ઉજવી રહ્યા છે, ત્યારે કાનપુરમાં પણ એક આવી જ તસવીર જોવા મળી.

    આ પણ વાંચો, Father’s Day 2021: ‘ફાધર્સ ડે’ની ઉજવણી આ 5 ફિલ્મો જોયા વગર છે અધૂરી!

    અનેક વર્ષોથી બીમાર પોતાના પિતા (Father)ને ખુશ કરવા માટે તેમના સંતાનોએ ફાધર્સ ડેના પ્રસંગને અનોખી રીતે ઉજવ્યો, જેના કારણે પિતાના ચહેરા પર હાસ્ય આવી ગયું. નોંધનીય છે કે, કાનપુરના રતનાલાલ નગરમાં રહેતા બૃજમોહન છેલ્લા 11 વર્ષથી પથારીવશ અને અને તેઓ બીમારીનો સામનો કરી રહ્યા છે.

    આ પણ વાંચો, Father's Day 2021 Google Doodle: ગૂગલે બનાવ્યું ખાસ ડૂડલ, આવી રીતે મોકલો પોતાના પિતાને વર્ચ્યૂઅલ કાર્ડ

    દીકરી-દીકરાએ બીમાર પિતાની સાથે ઉજવ્યો ફાધર્સ ડે

    પોતાના સંતાનોને ડાન્સ કરતાં જોઈ એક દશકથી વધુ સમયથી બીમારી સામે લડી રહેલા બૃજમોહનના ચહેરા પર જે ખુશી જોવા મળી તે શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે. ફાધર્સ ડે (Father's Day) પર જ્યારે બૃજમોહન સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો કે આટલી બીમારીમાં તેઓ કેવી રીતે નાચી રહ્યા છે, તેમની આંખો ભીની થઈ ગઈ. બૃજમોહને ભાવુક થઈને કહ્યું કે, મારા દીકરા અને દીકરીનો પ્રેમ જોઈને હું મારી જાતને રોકી ન શક્યો અને તેમની ખુશીમાં હું પણ સામેલ થઈ ગયો.
    Published by:Mrunal Bhojak
    First published: