પપ્પા બન્યા પરી, ગાઉન પહેરી કર્યો મજેદાર ડાંસ, જુઓ વીડિયો

News18 Gujarati
Updated: January 31, 2019, 7:30 AM IST
પપ્પા બન્યા પરી, ગાઉન પહેરી કર્યો મજેદાર ડાંસ, જુઓ વીડિયો
News18 Gujarati
Updated: January 31, 2019, 7:30 AM IST
સોશિયલ મીડિયા પર અવાર નવાર કુલ ડેડીઝનો વીડિયો વાયરલ થતો રહે છે. કોઇ પિતા પોતાના બાળોની સાથે મજેદાર ડાંસ કરતાં નજરે પડે છે. ખાસ કરીને પિતા તેની બાળકી સાથે હળવાશની પળોમાં નજરે પડે છે. આવો જ એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં ડેક્સટર નામના એક શખ્સ પોતાના 4 વર્ષના પુત્ર સાથે બ્લૂ ગાઉન પહેરી ડાંસ કરી રહ્યો છે.

ડેક્સટર તેના બાળકની સાથે ફ્રોઝન ફિલ્મની પરી બને છે. ફ્રોઝન ફિલ્મમાં એક પરી પોતાના કિંગડમના દુશ્મનોને બચાવે છે. તેની રક્ષા કરે છે. બંનેનો આ વીડિયો થોડા જ ક્ષણોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો. લાખો લોકો તેમના વખાણ કરી રહ્યાં છે.

 
 
View this post on Instagram
 

mom is gone, no stress💞 #Dad&Son


A post shared by Ørjan Burøe (@orjanburoe) on


ડેક્સટરે સીબીએસ ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે આ ડાંસ તેણે પોતાના પુત્રને સમજાવવા માટે કર્યો હતો. તે ડાંસથી પુત્રને મેસેજ આપી રહ્યાં હતા કે તે જે ઇચ્છે તે કરી શકે છે. આવું વિચારવાથી ટૂંક સમયમાં જ તમે ભવિષ્યમાં બદલાવ જોઇ શકશો.

 આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહેનારા લોકો 'ડેક્સટરને ધ ફાધર ઓફ ધ યર' (The Father of the Year) ગણાવી રહ્યાં છે. એટલું જ નહીં આ વીડિયોને ખુદ અમેરિકન એક્ટ્રેસ ક્રિસ્ટન બેલે પોતાના એકાઉન્ટર પર પણ શેર કર્યો હતો.

 
First published: January 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...