નવ વર્ષોથી ભોંયરામાં રહેતો હતો પરિવાર, કારણ જાણી ઉડી જશે હોશ

News18 Gujarati
Updated: October 17, 2019, 9:16 PM IST
નવ વર્ષોથી ભોંયરામાં રહેતો હતો પરિવાર, કારણ જાણી ઉડી જશે હોશ
પ્રતિકાત્મક તસવીર

પરિવારની જાણ ત્યારે થઇ જ્યારે 25 વર્ષનો યુવક નજીકના એક પબમાં ગયો હતો. તેણે પાંચ બિયર પી લીધી હતી. ત્યારબાદ મદદ માટે અપીલ કરી હતી.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ પોલીસને (police) એક એવો પરિવાર મળ્યો હતો કે તેઓ એક સુમસાન ફાર્મહાઉસના (farmhouse)ભોંયરામાં (cellar) રહેતો હતો. આ પરિવારમાં એક પિતા અને તેનાછ વયસ્ક બાળકો હતો. આ બધા સમયને ખતમ થવાની રાહ જોઇ રહ્યા હતા. ડેઇલી મેઇલ પ્રમાણે અધિકારીઓએ ઉત્તરી પ્રાન્ત ડ્રેન્ટેના રાઉરોનાલ્ડ ગામમાં એક ફાર્મહાઉસમાં ગયા પછી ભોંયરામાં જતા દાદરા મળ્યા હતા. અહીં તેમણે જોયું કે, એક વ્યક્તિ બેડ ઉપર સુતો છે અને તેમના 16થી 25 વર્ષના છ બાળકો હાજર હતા. તેમને અંદાજો ન્હોતો કે બાકીના લોકો જીવીત પણ છે.

ડચ મીડિયા પ્રમાણે પરિવારની જાણ ત્યારે થઇ જ્યારે 25 વર્ષનો યુવક નજીકના એક પબમાં ગયો હતો. તેણે પાંચ બિયર પી લીધી હતી. ત્યારબાદ મદદ માટે અપીલ કરી હતી. તેણે કહ્યું કે તેઓ 9 વર્ષથી બહાર નથી નીકળ્યા. પોલીસે આ અંગે 58 વર્ષના પુરુષની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ-પાકિસ્તાની એરફોર્સે દિલ્હી-કાબુલ સ્પાઇસ જેટની ફ્લાઇટને આકાશમાં જ ઘેરી લીધી અને....

આરટીવી પ્રમાણે આ પરિવાર અનેક વર્ષોથી ભોંયરામાં રહેતો હતો. તેઓ સમયને ખતમ થવાની રાહ જોઇ રહ્યો હતો. પોલીસનું કહેવું છે કે આ મામલામાં દરેક પ્રકારની ચીજો ખુલી છે. અમારી તપાસ ચાલું છે. અમે આ સમયે કોઇજ જાણકારી શૅર નહીં કરી શકીએ.

આ પણ વાંચોઃ-પૈસા વગર બૂક કરાવો દિવાળી અને છઠ ઉપર ટ્રેનની ટિકિટ, IRCTCની ખાસ ઑફર

લોકલ મેયર રોગડ ડીએ કહ્યું હતું કે, મેં પહેલા ક્યારે આ પ્રકારનું કંઇ જ જોયું નથી. પોલીસે આ મામલે ત્યારે તપાસ કરી જ્યારે કોઇએ તેને જાણ કરી હતી. તેઓ એક પૃથક જિંદગી જીવી રહ્યા હતા. તેમના બાળકોના નામ બર્થ રજિસ્ટરમાં નથી.
Loading...

આ પણ વાંચોઃ-Google Assistant વાપરો છો તો સાવધાન! નવા પ્રકારનું બગ મળું

બારના માલિક ક્રિશ વેસ્ટરબીકે આરટીવીને કહ્યું હતું કે, તેમણે 25 વર્ષના યુવક સાથે વાત કરી અને તેણે કહ્યું કે તે ભાગીને આવ્યો છે અને તેને મદદની જરૂર છે. ત્યારબાદ બાર માલિકે પોલીસને ફોન કરીને જાણકારી આપી હતી.
First published: October 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...