યુવકનું મોટું પેટ બન્યું જીવન રક્ષક, કૂવામાં પડતા આવી રીતે બચાવ્યો જીવ, જુઓ દિલધડક રેસ્ક્યૂનો Video

News18 Gujarati
Updated: August 13, 2020, 10:27 PM IST
યુવકનું મોટું પેટ બન્યું જીવન રક્ષક, કૂવામાં પડતા આવી રીતે બચાવ્યો જીવ, જુઓ દિલધડક રેસ્ક્યૂનો Video
વાયરસ વીડિયો પરથી તસવીર

યુવકનું વજન આશરે 500 પાઉન્ડ હતું. તે ખૂબ જ જાડો હતો જેના કારણે તે કૂવામાં પડતા બચ્યો હતો અને આમ તેનો જીવ બચ્યો હતો.

  • Share this:
હેનાનઃ સામાન્ય રીતે અત્યારના જીવનમાં મેદસ્વીતા લોકો માટે માથાનું દુઃખાવો બનતો જાય છે. જોકે, ચીનના 28 વર્ષીય એક યુવક માટે તેનું મોટું પેટ (big belly) આશિર્વાદ સમાન સાબિત થયું હતું. ચીનના હેનાન પ્રાંતમાં (China, Henan) એક જાડિયો યુવક (fat boy) કૂવા ઉપર રાખેલા લાકડાના ઢાંકણા ઉપર ચડ્યો હતો. જોકે, આ ઢાંકણું તૂટી જતાં તે કૂવામાં ખાબક્યો હતો. જોકે, તે શરીરે જાડિયો અને મોટું પેટ હોવાના કારણે કૂવાના (well) મુખમાં ફસાઈ ગયો હતો અને તે પડતા પડતા બચી ગયો હતો. આ આ યુવકનું મોટું પેટ તેના માટે જીવન રક્ષક (lifesaver) સાબિત થયું હતું.

મળતી માહિતી પ્રમાણે મધ્ય ચીનના હેનાન પ્રાંતના યુઆયંગ શહેરમાં 28 વર્ષીય લીયુ નામનો યુવક રહે છે. તે ગત સપ્તાહે એક કૂવાના મૂખમાં ફસાઈ ગયો હતો. જેના જાણકારી મળતા ફાયર બ્રિગેડના જવાનોએ તેનું રેસ્ક્યૂ ઓપરેશન (Rescue operation) હાથધર્યું હતું. ઘટના સ્થળે ફાયરના પાંચ અધિકારીઓ દિલધડક રેસ્ક્યૂ કરીને લીયુને બચાવી લીધો હતો. એક અધિકારીએ સમગ્ર ઘટનાનો વીડિયો (video) ઉતારીને શેર કર્યો હતો.

ફાયર કર્મચારીના જણાવ્યા પ્રમાણે અમે પહોંચ્યા ત્યારે લીયુ કૂવાના મુખમાં ટાઈટ ફસાયેલો હતો. તેના રેસ્ક્યૂ ઓપરેશન માટે મજબૂત દોરડું જરૂર હતું. દોરડાને તેના પેટના ફરતે મજબૂત બાંધ્યું હતું. અને તેને સુરક્ષિતે બહાર ખેંચ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે આ યુવક એકદમ સ્વસ્થ્ય છે.

આ પણ વાંચોઃ-અજબ પ્રેમની ગજબ કહાની! શરીર ઉપર આગ લગાડી ગર્લફ્રેન્ડને કર્યો પ્રપોઝ, જુઓ દિલધડક તસવીરો

આ પણ વાંચોઃ-પુત્રએ મુંડન, તર્પણ વિધિ કર્યા બાદ પિતાની કરી હત્યા, કારણ જાણીને તમે ચોંકી જશો

આ પણ વાંચોઃ-સાવધાન! મહિલા નકલી ASI બનીને માસ્ક વગરના લોકો પાસેથી વસૂલતી હતી દંડ, આવી રીતે ફૂટ્યો ભાંડોઅધિકારીએ વધુમાં જણાવ્યું કે આ યુવકનું વજન આશરે 500 પાઉન્ડ હતું. તે ખૂબ જ જાડો હતો જેના કારણે તે કૂવામાં પડતા બચ્યો હતો અને આમ તેનો જીવ બચ્યો હતો.

વીડિયોમાં જુઓ દિલધડક રેસ્ક્યૂ ઓપરેશનમાનવામાં આવી રહ્યું છે કે લીયુ માનસિક રીતે અસ્વસ્થ્ય છે. તેણે લાકડાના કૂવા ઉપર રાખેલા ઢાંકણા ઉપર કૂદ્યો હતો. જેના કારણે ઢાંકણુ તૂટી ગયું હતું. અને તે કૂવામાં ફસાઈ ગયું હતું. અત્યારે સોશિયલ મીડિયા (social media) ઉપર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે.
Published by: ankit patel
First published: August 13, 2020, 10:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading