Home /News /eye-catcher /ગામડાના ખેડૂતનો ખર્ચો ઘટાડી દે એવો જાદુ! જમીનમાં કેળાં સાથે ઈંડા દાટીને કર્યો ચમત્કાર
ગામડાના ખેડૂતનો ખર્ચો ઘટાડી દે એવો જાદુ! જમીનમાં કેળાં સાથે ઈંડા દાટીને કર્યો ચમત્કાર
farming hacks jugad
FARMING HACK: કેટલાક લોકો કંઈકને કંઈક પ્રયોગ કરતા હોય છે. આવા જુગાડ કે પેંતરા, એટલે કે લાઈફ હેક્સના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. આવી જ એક હેક ઇંડા અને કેળાની હેક છે જેણે તેના પરિણામોથી ઘણાને આશ્ચર્યચકિત કર્યા છે.
FARMING IDEA: YOUTUBE VIDEO આજકાલ લોકો માટે જ્ઞાન મેળવવાનો રસ્તો બની ગયા છે. ઘણી વખત બહુ કામની માહિતી પણ તમને યુટ્યુબનાં વિડીયો પરથી મળી જતી હોય છે. એવો જ એક વિડીયો વાયરલ થયો છે જેમાં ખેડૂતોને કામ લાગે એવી એક પદ્ધતિ શેર કરવામાં આવી છે.
તમે ઈંડાં અથવા કેળાં ખાધાં જ હશે. ઘણાએ બંનેનો સ્વાદ માણ્યો હશે અને તેમાંથી બનેલી ચીજોનો સ્વાદ પણ માણ્યો હશે, તેમાંથી બ્યુટી પ્રોડક્ટ્સ બનાવી હશે અને તેનો ઉપયોગ પણ કર્યો હશે. પરંતુ એક વ્યક્તિએ ઈંડા અને કેળાને એકસાથે માટીમાં દાટી દીધા. અને પછી એક ચમત્કાર થયો. ઈંડા અને કેળાને માટીમાં દાટી દીધા પછી તેની એવી અસર થઈ કે કોઈએ વિચાર્યું પણ નહોતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે અને હવે વાયરલ થઈ ગયો છે
કેટલાક લોકો કંઈકને કંઈક પ્રયોગ કરતા હોય છે. આવા જુગાડ કે પેંતરા, એટલે કે લાઈફ હેક્સના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. આવી જ એક હેક ઇંડા અને કેળાની હેક છે જેણે તેના પરિણામોથી ઘણાને આશ્ચર્યચકિત કર્યા છે. આવું પરિણામ જોઈને બધા ચોંકી જાય છે. વીડિયો જોયા પછી તમે પણ મોંમાં આંગળીઓ નાખી જશો.
" isDesktop="true" id="1422101" >
ગાર્ડનિંગ એટલે કે બાગકામ કરતી વ્યક્તિએ આ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ વ્યક્તિ કેળા અને ઈંડાને જમીનમાં દાટી દે છે અને પછી તેના પર ટામેટાંના બીજ વાવે છે. આ સિવાય આ વ્યક્તિએ અન્ય કોઈ વસ્તુનો ઉપયોગ કર્યો ન હતો. જો તમે આગળ જુઓ, તો તે થોડા દિવસોમાં ત્યાં ટામેટાંનો છોડ ખીલ્યો અને એ ઝડપથી છોડ ઉગીને ટોચ પર પહોંચી ગયું છે.
એક વ્યક્તિએ બે કે ત્રણ કેળા લીધા છે. તેની સાથે બે તૂટેલા અને એક આખું ઈંડું લેવામાં આવે છે. જો તમે ઈચ્છો તો ઈંડાના કોચલાનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ વ્યક્તિએ જમીનમાં 14-16 ઇંચનું કાણું પાડ્યું. તમે પણ આવું કરીને તેમાં ઈંડું અને કેળું નાખો. તેના પર માટી નાખો. આ જમીન પર ઇચ્છિત છોડના બીજ વાવો. આ વ્યક્તિએ ટામેટાના બીજ નાખ્યા હતા અને તેનો છોડ ઊગ્યો હતો.
શું છે કારણ?
કેળા અને ઈંડા જમીનમાં સડી જાય છે અને ખાતર તરીકે કામ કરે છે. આનાથી છોડને પોષક તત્વો મળે છે અને અલગ ખાતરની જરૂર નથી. આ પ્રકારે જો આસાન અને સસ્તી પદ્ધતિઓ વિકસાવવામાં આવે તો ખેડૂતોને ખૂબ ફાયદો થઈ શકે.
(DESCLAIMER: નુસખાઓ કે પેંતરાને લગતા વાયરલ વિડીયોમાં દર્શાવવામાં આવેલી વિગતોની ન્યૂઝ18 ગુજરાતી પોતે જવાબદારી લેતું નથી, અમે આ વાયરલ વિડીયો દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર