મૃત્યું પામેલા બાળકની આત્મા લેવા હોસ્પિટલ પહોંચ્યા પરિવાર!

મૃત્યું પામેલા બાળકની આત્મા લેવા હોસ્પિટલ પહોંચ્યા પરિવાર!
હોસ્પિટલ પરિસરમાં હવન કરી રહેલા પરિવારજનો.

આશરે અડધો કલાક સુધી પરિવારના લોકોએ પૂજા-હવન કર્યાં હતા અને બાદમાં મૃતકની આત્મા સાથે લઇને ચાલ્યા ગયા હતા!

 • Share this:
  વિજ્ઞાનના આ યુગમાં પણ માણસ અંધશ્રદ્ધામાં વિશ્વાસ ધરાવે છે. આવો જ અંધશ્રદ્ધાનો એક કેસ કોટાની એમબીએસ હોસ્પિટલમાં સામે આવ્યો છે. જ્યાં એક મૃતકનો પરિવાર બે વર્ષ બાદ તેની આત્મા લેવા માટે હોસ્પિટલ પહોંચી ગયો હતો. આ માટે પરિવારજનોએ મૃતકનો આત્મા સાથે લઈ જવા માટે હોસ્પિટલના પરિસરમાં પૂજા કરી હતી. આશરે અડધા કલાક સુધી હોસ્પિટલના પરિસરમાં અંધવિશ્વાસનો આ ખેલ ચાલ્યો હતો. આ દરમિયાન હોસ્પિટલ બહાર ભીડ જામી હતી.

  હોસ્પિટલમાં આત્મા લેવા પહોંચ્યા પરિવારના લોકો  હકીકતમાં બૂંદીના હિંડોલી કસ્બાના ચેતા ગામમાં રહેતા યુવકના એક વર્ષીય માસૂમના પુત્રનું બે વર્ષ પહેલા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. લોકોના જણાવ્યા પ્રમાણે બાળકના મોત બાદ પરિવારના સભ્યોની તબિયત ખરાબ રહેતી હતી. ઘરમાં અશાંતિ રહેતા પરિવારજનો ભુવાની શરણમાં ગયા હતા. ભુવાએ મૃતકની આત્મા હોસ્પિટલમાં ભટકતી હોવાની તેમજ તેને ત્યાંથી લાવવાની સલાહ આપી હતી. આથી આત્માને લેવા માટે પરિવારના 24થી વધારે સભ્યો આત્મા લેવા માટે એમબીએસ હોસ્પિટલ પહોંચી ગયા હતા.

  હોસ્પિલ બહાર કર્યો યજ્ઞ

  પરિવારજનોએ હોસ્પિટલના પરિસરતમાં રીતસરનો પૂજા કરી હતી. અગરબતી અને ધૂપ કર્યો હતો અને પૂજા-પાઠ કર્યા હતા. પરિવારના સભ્યોએ એકબીજાના કપાળે તિલક કર્યાં હતાં. આ દરમિયાન પોલીસકર્મીઓ તેમજ હોસ્પિટલના સુરક્ષા ગાર્ડ પણ પહોંચ્યા હતા અને પરિવારના લોકોને આવું ન કરવા સમજાવ્યા હતા. આ દરમિયાન મહિલાઓ હોસ્પિટલ બહાર આત્માની શાંતિ માટે ગીતો ગાતી રહી હતી. આશરે અડધો કલાક સુધી પરિવારના લોકોએ પૂજા-હવન કર્યાં હતા અને બાદમાં મૃતકની આત્મા પોતાની સાથે લઇને ચાલ્યા ગયા હતા!
  Published by:News18 Gujarati
  First published:July 01, 2019, 15:28 IST

  ટૉપ ન્યૂઝ