પરિવાર કરી ચૂક્યો હતો અંતિમ સંસ્કાર, ચાર વર્ષ બાદ પુત્રી સાથે પરત ફરી મહિલા, વર્ણવી દર્દનાક કહાની

પરિવાર કરી ચૂક્યો હતો અંતિમ સંસ્કાર, ચાર વર્ષ બાદ પુત્રી સાથે પરત ફરી મહિલા, વર્ણવી દર્દનાક કહાની
પ્રતિકાત્મક તસવીર

તેણે પરિવારજનોને પોતાની આપવીતી જણાવી તો એક ખૌફનાક અને માનવતાને શર્મસાર કરનારી એક ઘટના સામે આવી હતી.

 • Share this:
  ગાજીપુરઃ કહેવાય છે કે મર્યા પછી કોઈ પરત આવતું નથી પરંતુ જ્યારે કોઈ અસલમાં પરત આવી જાય તો તેના ગામ અને પરિવારજનો ઉપર શું વિતે? આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના ગાજીપુરના કાસિમાબાદમાં આવતા એક ગામમાં બની છે. ગામમાં એ સમયે હલચલ મચી ગઈ જ્યારે 4 વર્ષ બાદ એક મહિલા પોતાના ઘરે પરત પછી હતી. ગાયબ થયેલી અને મૃત થવાની સૂચના ઉપર ઘરના લોકોએ જેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. એ મહિલા પોતાના નાની બાળકી સાથે પરત પાછી આવી હતી.

  પરિવારજનોએ તેણે પોતાની આપવીતી જણાવી તો એક ખૌફનાક અને માનવતાને શર્મસાર કરનારી એક ઘટના સામે આવી હતી. બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાના પગલે પાડોશી ગામમાં રહેતા એક નજીકના માસી અને માસાની પોલીસે ધરપકડ કરી હતી.  પરિવાજનો અને મહિલા પ્રમાણે આ મામલામાં લગભગ ચાર વર્ષ પહેલાની છે. મહિલા પરિણીત છે. તેની એક પુત્રી પણ છે. તેની સારવાર દરમિયાન કથિત માસા માસીએ મહિલાને બેભાન કરીને બાળકી સાથે ટ્રેનમાં જબહદસ્તી આગરા લઈ ગયા હતા. જ્યાં તેને દેહ વેપારમાં વેચી દીધી હતી. જ્યાં તેને બે વખત ખરીદી વેચી હતી. સદનસિબે સારા આદમીની મદદથી આજે તે પોતાની બાળકી સાથે પોતાના ગામ પહોંચી હતી.

  આ પણ વાંચોઃ-ઠંડી અને પ્રદૂષણથી વધી શકે છે coronaનો ખતરો, AIIMSvના ડાયરેક્ટરે આપી ચેતવણી

  મહિલાના પિતરાઈ ભાઈએ જણાવ્યું કે અમે લોકોએ ખૂબ જ શોધખોળ કરી હતી પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જેના પગલે ઘરના લોકોએ આ બંનેને મૃત સમજીને બંનેના પુતળા બનાવીને અંતિમ સંસ્કાર કરી દીધા હતા. આ ગમમાં પિતાનું બીમારીથી મોત થયું હતું. ઘરમાં તેના પિતરાઈ ભાઈ અને તેનો પરિવાર છે.

  આ પણ વાંચોઃ-શેર બજારનું કામ કરતા પતિ-પત્નીએ પોતાના ફ્લેટમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી, અચાનક દંપતીએ મોતને કેમ વ્હાલું કર્યું?

  આ પણ વાંચોઃ-કડક લાગતી પોલીસનો કોમળ ચહેરો! મોરબી પોલીસે માનસિક અસ્થિર મહિલાના બાળકને દત્તક લીધું

  મહિલાની આપવીતી સાંભળીને ખુદ પોલીસે આરોપી માસી અને માસાની ધરપકડ કરી દીધી હતી. જોકે તે પોતાનો બચાવ કરી રહ્યા હતા. ગાજીપુરના એસપીએ આ ઘટનાની પુષ્ટી કરી હતી. તેમણે જણાવ્યા પ્રમાણે ચાર વર્ષ બાદ મહિલા ઘરે પાછી આવી હતી. જેની સાથે 5 વર્ષની એક બાળકી પણ હતી. કાયદાકીય કાર્યવાહી કરતા દંપતિની ધરપકડ કરી જેલ ભેગા કરવામાં આવ્યા હતા.


  ઉલ્લેખનીય છે કે આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશમાં બની હતી જ્યાં યુવકના અંતિમ સંસ્કાર કર્યા બાદ યુવક જીવતો ઘરે આવ્યો હતો. જોકે, આ ઘટનામાં યુવકનું પાકીટ ચોરાયું હોવાથી સમગ્ર ગેરસમજણ ઊભી થઈ હતી.
  Published by:ankit patel
  First published:October 09, 2020, 23:28 pm

  टॉप स्टोरीज