કેટલાક લોકો પોતાના ફોનને એટલો પ્રેમ કરે છે કે તેઓ તેને એક ક્ષણ માટે પણ પોતાનાથી દૂર નથી જવા દેતા. આવું જ કંઈક 15 વર્ષની છોકરી સાથે પણ થયું. તે પોતાનો મોટેભાગનો સમય આઇફોન યૂઝ કરતા જ વિતાવતી હતી. કિશોરીનું આ વ્યસન પરિવારને ભલે ગમ્યું ન હોય પરંતુ યુવતીના આકસ્મિક મૃત્યુ બાદ તેના વ્યસનને પરિવારજનોએ અમર કરી નાખ્યું.
ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, 15 વર્ષની થેરેસા રીસા માટોસિયા (Theresa Resa Matauia) એક સામાન્ય શાળામાં જતી છોકરી હતી. તેને બીજા બધાની જેમ જ તેનો ફોન પસંદ હતો. તેને આખો સમય ફોન સાથે ચોંટેલી જોઈને પરિવાર આનાથી થોડો ચિડાઈ જતો હતો, પરંતુ ઓગસ્ટ 2018ના રોજ તેણે આત્મહત્યા કરી લીધી, ત્યારબાદ પરિવારે તેના માટે ખાસ કબર બનાવડાવી.
આ વીડિયોને થેરેસાના પરિવારના સભ્યોએ Tiktok પર શેર કર્યો છે. વીડિયોમાં થેરેસાની કબર પર એક હેડસ્ટોન દેખાય છે. તે Manukau Memorial Gardensમાં સ્થિત છે અને હેડસ્ટોન બિલકુલ iPhone જેવો દેખાય છે. તેમાં વાઇફાઇ સિમ્બોલ અને બેટરી ટકા સહિત ઘણી વસ્તુઓ છે. iPhoneની સ્ક્રીનની સૌથી નાની અને મોટી વિગતો તેમાં જોઈ શકાય છે. થેરેસાના સંબંધી જ્યોફ્રીએ આ વીડિયો ટિકટોક પર મૂક્યો અને કેપ્શન લખ્યું - 'જ્યારે તમારી બહેનનું મૃત્યુ થાય અને તમે તેના ફોનને તેની સાથે હંમેશા માટે હેડસ્ટોન તરીકે રાખો છો.'
જ્યોફ્રીએ એમ પણ કહ્યું છે કે તેણે તેની બહેન માટે આ ડિઝાઇન પસંદ કરી છે કારણ કે તે હંમેશા ફોન સાથે ચોંટેલી રહેતી હતી. તેને ફોનનો ઉપયોગ કરવાનો, સેલ્ફી લેવાનો અને તેના પર તેના જીવન સાથે જોડાયેલી વિગતો મૂકવાનો શોખ હતો. આ પોસ્ટને ઘણા લોકોએ પસંદ કરી છે. જોકે ઘણા લોકોએ આ વાત પર ગુસ્સો પણ વ્યક્ત કર્યો છે. લોકોએ લખ્યુ કે, બધી વાતો મજાક નથી હોતી. આ પોસ્ટ પર ક્રોસબોન્સ અને સ્કલ ઇમોજી જોઈને લોકોએ નકારાત્મક પ્રતિક્રિયા પણ આપી છે. ઘણા લોકોએ આ આઈડિયાના વખાણ પણ કર્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર