કોરોના વાયરસઃ સાવધાન! NASAના નામે આ Fake Messageને વાયરલ કરાયો

Fake Message: જનતા કર્ફ્યૂ સમયે તાળી અને થાળી વગાડવાના અવાજ બાદ એક સાઉન્ડ વેબ ક્રિએટ થયો અને કોરોના ભારતમાં નબળો પડી ગયો

Fake Message: જનતા કર્ફ્યૂ સમયે તાળી અને થાળી વગાડવાના અવાજ બાદ એક સાઉન્ડ વેબ ક્રિએટ થયો અને કોરોના ભારતમાં નબળો પડી ગયો

 • Share this:
  નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ રવિવારે દેશભરમાં જનતા કર્ફ્યૂ (Janta Curfew)ની જાહેરાત કરી હતી. લોકો દિવસભર પોતાના ઘરેમાં રહ્યા અને સાંજે પાંચ વાગ્યે તાળીઓ પાડીને કે થાળીઓ, શંખ વગેરે વાગાડીને મેડિકલ સેવાઓ સાથે જોડાયેલા લોકોનો આભાર વ્યક્ત કર્યો. પરંતુ આ દરમિયાન સોશિયલ મીડિયા (Social Media) પર ફેક મેસેજ (Fake Message) ફેલાવનારા પણ શાંત ન રહ્યા. તેઓ ખોટા સંદેશ લોકો સુધી પહોંચાડતા રહ્યા.

  આપને યાદ હશે કે દર વર્ષે દીવાલીના આગલા દિવસે ભારતના નક્શાની એક ફેક તસવીર તમે જુઓ છો. દાવો કરવામાં આવે છે કે આ તસવીર NASAએ લીધી છે. કંઈક આવું જ જનતા કર્ફ્યૂ બાદ પણ જોવા મળ્યું. દાવો કરવામાં આવ્યો કે તાળી વગાડવાનો વીડિયો નાસાએ લાઇટ ટેલિકાસ્ટ કર્યો. એટલું જ નહીં એવો પણ દાવો કરવામાં આવ્યો કે NASAના સેટેલાઇટે એવું પણ જોયું કે જનતા કર્ફ્યૂ સમયે તાળી અને થાળી વગાડવાના અવાજ બાદ એક સાઉન્ડ વેબ ક્રિએટ થયો અને કોરોના વાયરસ ભારતમાં નબળો પડી ગયો.

  આ પણ વાંચો, કોરોનાઃ શું વ્લાદિમીર પુતિને લોકોને ઘરમાં રહેવા મજબૂર કરવા છોડી દીધા છે 800 વાઘ અને સિંહ?

  થોડીક જ વારમાં આ મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. લોકો સમજ્યા વગર જ તેને શૅર કરવા લાગ્યા. હકિકત એ હતી કે આ મેસેજ ફેક હતો.

  નોધનીય છે કે, NASA ધરતીથી કોઈ અવાજ રેકોર્ડ નથી કરી શકતું. ન તો તેમની પાસે કોઈ તરંગને રેકોર્ડ કરવાની ક્ષમતા છે.

  આ પણ વાંચો, કોરોનાનો હાહાકારઃ COVID-19ના ડરથી UPમાં બે યુવકોએ કરી આત્મહત્યા
  Published by:Mrunal Bhojak
  First published: