મોત બાદ પણ ડ્યૂટી કરી રહી છે આ ફૌજીની આત્મા, દર મહિને મળે છે પગાર!

News18 Gujarati
Updated: December 15, 2019, 12:18 PM IST
મોત બાદ પણ ડ્યૂટી કરી રહી છે આ ફૌજીની આત્મા, દર મહિને મળે છે પગાર!
થોડા સમય પહેલા સુધી બાબા હરભજન સિંહને બે મહિનાની રજા ઉપર પણ વતન મોકલવામાં આવતા હતા.

ભારત-ચીન વચ્ચે થતી ફ્લેગ મીટિંગમાં બાબા હરભજનસિંહ માટે એક ખાલી ખુરશી રાખવામાં આવે છે!

  • Share this:
શું મોત બાદ પણ કોઈ સરહદની સુરક્ષા કરી શકે છે? શું મોત બાદ પણ કોઈ આપની સુરક્ષા માટે ઊભું રહી શકે છે? આ પ્રશ્ન સાંભળવામાં ભલે વિચિત્ર લાગે, પરંતુ આ પ્રશ્નોની પાછળ છુપાયેલું છે એક એવું રહસ્ય જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. મોતના 50 વર્ષ બાદ પણ સિપાહી હરભજનસિંહ સિક્કિમ સીમા પર આપણા દેશની સુરક્ષા કરી રહ્યા છે. આ કારણ છે કે આજે પણ ભારતીય સનો તેમના મંદિરની દેખભાઈ કરે છે અને તેમના મંદિરમાં પૂજા-પાઠની જવાબદારી પણ સેનાના માથે છે. અનેક લોકોનું કહેવું છે કે પંજાબ રેજિમેન્ટના જવાન હરભજનસિંહની આત્મા છેલ્લા 50 વર્ષથી સતત દેશની સરહદની રક્ષા કરી રહી છે.

બાબા હરભજનસિંહ મંદિર (Baba Harbhajan Singh Temple) વિશે ત્યાં તહેનાત સૈનિકોનું કહેવું છે કે તેમની આત્મા ચીન તરફથી આવતા કોઈ પણ ખતરાને પહેલા જ જણાવી દે છે. આ ઉપરાંત જો ભારતીય સૈનિકોને ચીનના સૈનિકોની કોઈ પણ મૂવમેન્ટ પસંદ ન આવે તો તે ચીનના સૈનિકોને પણ પહેલા જ જણાવી દે છે.

તમે તેની પર વિશ્વાસ કરો કે ન કરો, ચીનના સૈનિકોને પણ બાબા હરભજનસિંહ પર પૂરો વિશ્વાસ છે. તેથી ભારત અને ચીનની વચ્ચે થતી તમામ ફ્લેગ મીટિંગમાં બાબા હરભજનસિંહના નામની ખાલી ખુરશી રાખવામાં આવે છે જેથી તેઓ મીટિંગમાં ભાગ લઈ શકે.

હરભજનસિંહ કોણ હતા?

હરભજનસિંહનો જન્મ 30 ઑગસ્ટ 1946ના રોજ ગુજરાવાલામાં થયો હતો, જે હાલમાં પાકિસ્તાનમાં છે. હરભજનસિંહ વર્ષ 1966માં 24મી પંજાબ રેજિમેન્ટમાં જવાન તરીકે ભરતી થયા હતા. હરભજનસિંહ સેનાને પોતાની સેવાઓ માત્ર બે વર્ષ જ આપી શક્યા અને વર્ષ 1968માં સિક્કિમાં તહેનાતી દરમિયાન એક દુર્ઘટનામાં તેમનું મોત થયું.

હાલમાં જ યૂટ્યૂબર ભવન બામે બાબા હરભજન ઉપર 'પ્લસ માઇનસ' નામની એક શૉર્ટફિલ્મ પણ બનાવી હતી.
આ મામલામાં સેનાના જવાનોએ જણાવ્યું કે એક દિવસ જ્યારે તેઓ ખચ્ચર પર બેસીને નદી પાર કરી રહ્યા હતા, ત્યારે ખચ્ચર સહિત હરભજન નદીમાં તણાઈ ગયા. નદીમાં તણાઈને તેમનું શબ ઘણી આગળ જતું રહ્યું. એવું કહેવામાં આવે છે કે બે દિવસની સઘન શોધખોળ બાદ પણ તેમનું શબ ન મળ્યું. ત્યારે તેઓએ જાતે જ પોતાના એક સાથી સૈનિકના સપનામાં આવીને પોતાના શબવાળા સ્થળની માહિતી આપી. સવારે તે સૈનિકે પોતાની સાથીઓને હરભજન વાળા સપના વિશે જણાવ્યું અને જ્યારે સૈનિકોએ સપનામાં જણાવ્યા મુજબના સ્થળે પહોંચ્યા તો ત્યાં હરભજનનું શબ પડેલું હતું. બાદમાં સમગ્ર રાજકીય સન્માનની સાથે હરભજનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. હરભજનસિંહના આ ચમત્કાર બાદ સાથી સૈનિકોએ તેમના બંકરને એક મંદિરનું રૂપ આપી દીધું.

આ પણ વાંચો, હૈદરાબાદ એન્કાઉન્ટર : ઠાર મરાયેલા ચાર આરોપીઓની લાશો 10 દિવસથી હૉસ્પિટલમાં કેમ રાખવામાં આવી છે?

જોકે, બાદમાં સેના તરફથી તેમના માટે એક ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું, જે 'બાબા હરભજનસિંહ મંદિર'ના નામથી જાણીતું બન્યું છે. આ મંદિર ગેંગટોકમાં જેલપ્લા પાસ અને નાથુલા પાસની વચ્ચે 13,000 ફુટની ઊંચાઈ પર સ્થિત છે. જૂનું બંકરવાળું મંદિર તેનાથી પણ 1000 ફુટ વધુ ઊંચાઈ પર છે.

ચીનના સૈનિકોને પણ બાબા હરભજનસિંહ પર પૂરો વિશ્વાસ છે.


રજાઓ પર ઘરે પણ જતા હતા બાબા હરભજનસિંહ

બાબા હરભજન વિશે ત્યાં તહેનાત સૈનિકોનું કહેવું છે કે તેઓ પોતાના મૃત્યુ બાદ પણ સતત પોતાની ડ્યૂટી નિભાવી રહ્યા છે. તેના માટે તેમને પગાર પણ આપવામાં આવે છે અને સેનામાં તેમની એક રેન્ક પણ છે. આ ઉપરાંત થોડા વર્ષ પહેલા સુધી તેમને બે મહિનાની રજા પર પંજાબમાં તેમના ગામે પણ મોકલવામાં આવતા હતા. તેના માટે ટ્રેનમાં તેમની સીટ રિઝર્વ કરવામાં આવતી હતી અને ત્રણ સૈનિકોની સાથે તમામ સામાન ગામ મોકલવામાં આવતો હતો અને પછી બે મહિના પૂરા થતાં સિક્કિમ પરત આવી જતા હતા.

કેટલાક લોકો દ્વારા આ વાત સામે વાંધો ઉઠાવતાં સેનાએ બાબાને રજા પર મોકલવાનું બંધ કરી દીધું. હવે બાબા હરભજન વર્ષના બાર મહિના પોતાની ડ્યૂટી પર રહે છે. મંદિરમાં બાબાનો એક રૂમ પણ છે, જેમાં રોજ સફાઈ કરીને પથારી કરવામાં આવે છે. રૂમમાં બાબાની સેનાનો યૂનિફોર્મ અને જૂતા રાખવામાં આવે છે. લોકોનું કહેવું છે કે રોજ સફાઈ કરવા છતાંય તેમના જૂતામાં કીચડ અને ચાદર પર સળ પડી જાય છે.

આ પણ વાંચો, નિર્ભયા ગેંગરેપનો 'મહત્વનો પુરાવો', જેણે પીડિતાને અપાવ્યો ન્યાય, જાણો તેની સમગ્ર કહાણી
First published: December 15, 2019, 12:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading