Home /News /eye-catcher /Fact Check: સુધા મૂર્તિ વર્ષમાં એકવાર મંદિરની બહાર વેચે છે શાકભાજી? જાણો હકીકત

Fact Check: સુધા મૂર્તિ વર્ષમાં એકવાર મંદિરની બહાર વેચે છે શાકભાજી? જાણો હકીકત

ઈન્ફોસિસ ફાઉન્ડેશનની ચેરપર્સન અને જાણીતી લેખિકા સુધા મૂર્તિની વાયરલ થયેલી તસવીર પાછળનું શું છે સત્ય?

ઈન્ફોસિસ ફાઉન્ડેશનની ચેરપર્સન અને જાણીતી લેખિકા સુધા મૂર્તિની વાયરલ થયેલી તસવીર પાછળનું શું છે સત્ય?

નવી દિલ્હીઃ હાલમાં જ એવા આર્ટિકલ અને તસવીરો સામે આવી હતી જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે ઇન્ફોસિસ ફાઉન્ડેશન (Infosys Foundation)ની ચેરપર્સન સુધા મૂર્તિ (Sudha Murthy) શાકભાજીની દુકાન જેવી જગ્યાએ બેઠી છે. દાવો કરવામાં આવી રહ્યો હતો કે સુધા મૂર્તિ વર્ષમાં એકવાર મંદિરની બહાર બેસીને શાકભાજી વેચે છે જેથી તેમને અહંકાર ન આવી જાય. આ તસવીરને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ પસંદ કરી હતી.

સુધા મૂર્તિ ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિની પત્ની છે. શાકભાજી વેચવાનો દાવો કરનારી આ તસવીરને પહેલીવાર આઈઆરએસ અધિકારી સુરભિએ પોતાના ટ્વિટર પર શૅર કરી હતી. તેની સાથે તેઓએ લખ્યું હતું કે, દર વર્ષે ઇન્ફોસિસના સંસ્થાપકની પત્ની સુધા મૂર્તિ એક દિવસ શાકભાજી વેચે છે જેથી તેમનાથી અહંકારથી દૂર રહે. કોઈના માટે પૈસા તેમના સિદ્ધાંતને ન બદલી શકે.

તેમના આ ટ્વિટને અત્યાર સુધી 25 હજારથી વધુ લોકો લાઇક કરી ચૂક્યા છે. તેની સાથે જ 5100થી વધુ લોકોએ તેને રિટ્વીટ કર્યું છે. સોશિયલ મીડિયા પર તેમની આ તસવીર વાયરલ થયા બાદ તમામ લોકો તેમને ખૂબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમના વખાણ થઈ રહ્યા છે. પરંતુ બાદમાં આ એક Fake News સાબિત થયા.

સુધા મૂર્તિએ સમાચાર એજન્સી આઈએએનએસને હાલમાં જ આપેલા ઇન્ટરવ્યૂમાં આ સંબંધમાં પૂરી જાણકારી આપી છે. તેઓએ આ તસવીર અને દુષ્પ્રચારને ગંભીરતાથી લીધા છે. તેઓએ તેની પર નારાજગી વ્યક્ત કરી કે સોશિયલ મીડિયામાં આ તસવીરોને પબ્લિસિટીના રૂપમાં પ્રદર્શિત કરવામાં આવી રહી છે. તેઓએ તેને Fake News કરાર કર્યું છે.

આ પણ વાંચો, સંજય દત્ત અચાનક મુંબઈ છોડી વિદેશ થયા રવાના, પત્ની માન્યતા પણ સાથે

તેઓએ કહ્યું કે, હું ત્યાં શાકભાજી વેચવા માટે નહોતી બેઠી. આ પ્રકારની વાતો સાંભળીને મને દર્દ થાય છે. હું ત્યાં એક ભક્તના રૂપમાં બેઠી છું, ન કે દુકાનદારના રૂપમાં. આ અનુષ્ઠાન મારા દિલની ખૂબ નજીક છે. હું ત્યાં શાકભાજીન ઢગલાની વચ્ચે સારી શાકભાજી વીણવા માટે બેઠી છું જેથી ત્રણ દિવસના ધાર્મિક સમારોહ દરમિયાન ભોજન બનાવી શકાય. આ ત્રણ દિવસ અનુષ્ઠાન રાધવેન્દ્રા રાયરા સમરાધને મારા ઘરની પાસે બેંગલુરુના જયનગરના 5માં બ્લોકમાં રાઘવેન્દ્ર મઠમાં યોજાય છે.

આ પણ વાંચો, દેશમાં 25 સપ્ટેમ્બરથી ફરી લાગુ થશે 46 દિવસનું સંપૂર્ણ લૉકડાઉન? સરકારે જણાવી હકીકત

સુધા મૂર્તિએ જણાવ્યું કે તેઓ આ કામ ઘણી યુવા ઉંમરથી કરતા આવ્યા છે. તેઓ ત્યાં પોતાની મોટી બહેનની સાથે જતાં હતા. તેઓએ કહ્યું કે તેમની બહેન આવું કરતી હતી અને તેઓ તેમનો સાથ આપતા હતા. ત્યારબાદથી હજુ સુધી તેઓ આવું દર વર્ષે કરે છે. તેઓ દર વર્ષે 3 દિવસ મઠના રસોડામાં જાય છે અને ત્યાં સારી શાકભાજી વીણે છે અને તેને સાફ કરે છે. બેંગલુરુ મિરરમાં 2013માં પ્રકાશિત એક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે તેઓ રસોડા અને તેની આસપાસના રૂમની સફાઈ કરે છે.
First published:

Tags: Fact check, Infosys, Social media, Viral photo