ન્યૂઝ18ગુજરાતીઃ પોર્ટુગલમાં (Portugal) એક એવી ઘટના સામે આવી છે કે , જેને જાણીને ભલભલા આશ્ચર્યમાં મૂકાઇ જાય. આ સામાચાર વાંચીને તમને લાગશે કે કોઇ ડૉક્ટર આટલો બેદરકાર કેમ હોઇ શકે. ઉલ્લેખનીય છે કે પોર્ટુગલમાં ડૉક્ટરે એક મહિલાની ડિલિવરી કરી હતી. મહિલાએ જે બાળકને જન્મ આપ્યો હતો તે બાળક નાક, આંખ, કાન જ નહીં પરંતુ આખો ચહેરા વગર જન્મ્યું હતું. આ બાળકનો જન્મ 7 ઑક્ટોબરે થયો હતો. તેનું નામ રૉડ્રિગો (Rodrigo) રાખવામાં આવ્યું હતું.
બાળકના માતા-પિતાએ પોર્ટુગલ મેડિકલ કાઉન્સિલિંગને (Medical Council unanimously ) ડૉક્ટરની (Doctor) ફરિયાદ કરી છે. ત્યારબાદ ડૉક્ટર ઉપર છ મહિના સુધી પ્રેક્ટિસ કરવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ પહેલા પ્રસૂતિ વિશેષજ્ઞ આ ડૉક્ટર વિરુદ્ધ વધુ ચાર ફરિયાદો કરી ચૂક્યા હતા.
પોર્ટુગલ ન્યૂઝ પ્રમાણે આ ડૉક્ટનું નામ ડૉ. આર્તુર કારવાલ્હો (Dr. Artur Carvalho)છે. આવું પહેલી વખત થયું નથી જ્યારે ડૉક્ટરની સામે કોઇ ફરિયાદ થઇ હોય. આ પહેલા ડૉક્ટર સામે વધુ ચાર ફરિયાદો થઇ ચૂકી છે.
બાળકના માતા-પિતાએ આરોપ લગાવ્યો છે કે ડૉ. આર્તુરે પ્રેગ્નેસી દરમિયાન ત્રણ અલ્ટ્રાસાઉન્ટ કર્યા હતા. પરંતુ બાળકમાં કોઇ જ ખામી ન્હોતી એવું જણાવ્યું હતું. ત્રીજા અલ્ટ્રાસાઉન્ડ બાદ માતા-પિતાએ બાળકના ચહેરાના કેટલાક અંગો ન જોયા. આ અંગે માતા-પિતાએ ડૉ. આર્તુર સાથે વાત કરી હતી.
રૉડ્રિગોની માસી એટીઆઇવી 24 સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અલ્ટ્રાસાઉન્ડમાં બાળકના ચહેરાના કેટલાક અંગ ના જોવા અંગે ડૉક્ટરે જણાવ્યું હતું કે, માતાના પેટમાં હાજર ગ્લૂડના કારણે ક્યારે ક્યારે અલ્ટ્રાસાઉન્ડમાં કેટલાક અંગ દેખાતા નથી.
સંતુષ્ટ ન થવા ઉપર બાળકની માતાએ બીજા ક્લિનિકમાં અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું હતું. જ્યાં બાળક કુપોષિત હોવાની વાત સામે આવી હતી. આમ છતાં ડૉ. આર્તુર કારવાલ્હોએ માતા-પિતા બંનેને બધુ બરાબર છે એમ જણાવ્યું હતું અને ચિંતા ન કરવા કહ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર