પ્લાસ્ટિકની બોટલથી બનાવ્યું ફેસ સિલ્ડ, વીડિયો જોઇને યુઝર્સ બોલ્યા 'ગજબ જુગાડ'

પ્લાસ્ટિકની બોટલથી બનાવ્યું ફેસ સિલ્ડ, વીડિયો જોઇને યુઝર્સ બોલ્યા 'ગજબ જુગાડ'
ફેસ શીલ્ડની તસવીર

તમામ મોંધા ફેસ શિલ્ડ કરતા આ સસ્તો દેશી જુગાડ છે જોરદાર, જુઓ વીડિયો

 • Share this:
  દેશમાં કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ તેજીથી ફેલાઇ રહ્યું છે. કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે માસ્કને જરૂરી કહેવામાં આવ્યું છે. ત્યારે હાલ લોકો માસ્ક અને ફેસ શિલ્ડ બનાવાના નવા નવા અખતરા અજમાવી રહ્યા છે. અને તેને સોશિયલ મીડિયામાં પણ શેર કરી રહ્યા છે. ત્યારે હાલમાં આવો જ એક સોશિય મીડિયા પરનો વીડિયો લોકપ્રિય થઇ રહ્યો છે. અને લોકો તેને અસરદાર જુગાડ તરીકે જોઇ રહ્યા છે. સોશિયલ મીડિયા (Social Media) માં વાયરસ થઇ રહેલા (Video Viral)માં એર વ્યક્તિ લોકોને ફેસ શિલ્ડ કેવી રીતે બનાવવું તે (Face Shield) તે જણાવી રહ્યો છે. અને તેનો ફેસ શિલ્ડ બનાવાનો રસ્તો એટલો સસ્તો અને સરળ છે કે લોકો આ આઇડિયા જોઇને તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.

  મોંધા ફેસ શીલ્ડ ખરીદવા બધા લોકોના બસની વાત નથી. તેવામાં આ વ્યક્તિને ઘરે જ સસ્તો અને સરળ ફેસ શીલ્ડ તૈયાર કર્યો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરસ થઇ રહ્યો છે. અને આ વીડિયોમાં એક માણસે પ્લાસ્ટિકની ખાલી બોટલથી ફેસ શીલ્ડ બનાવતા શીખવ્યું છે.  વધુ વાંચો :  WHOએ કહ્યું- હવે કોરોના સાથે જીવતા શીખી લો, યુવાનોને પણ છે મોતનો ખતરો

  આ વીડિયો આઇએએસ અવનીશ શરણે શેર કર્યો છે. અને સાથે જ કેપ્શનમાં લખ્યું છે કે જીરો કોસ્ટથી બનાવો ફેસ શીલ્ડ, આ દેશીને કોઇ નહીં હરાવી શકે. અદ્ધભૂત આવિષ્કાર.  29 સેકન્ડના આ વીડિયોમાં એક વ્યક્તિ પહેલા કોલ્ડ ડ્રિંકની 2 લીટર વાળી ખાલી બોટલ બતાવે છે. તેના ઉપર અને નીચેના ભાગને કટરથી આ રીતે કાપી પછી વચ્ચે બચેલા ભાગને કટરથી એક સાઇડથી સીધો કાપ મૂકો અને બોટલ ટાઇટ હોવાના કારણે બોટલ વળી જાય છે. જેને આ માણસ ખોલીને પોતાના ફેસ પર લગાવી દે છે. અને તે એકદમ ચુસ્ત ફેશ શીલ્ડ બની જાય છે.

  આ વીડિયોને 29 જુલાઇએ શેર કરવામાં આવ્યો હતો. હજી સુધીમાં તેને 13 હજારથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. આ વીડિયોને 1.3 હજારથી વધુ લાઇક્સ મળ્યા છે. આ વીડિયોને શેર કર્યા પછી લોકો તેની પર અલગ અલગ કૉમેન્ડ કરી રહ્યા છે. @drvinod_sharma લખ્યું છે કે જોરદાર, આ ભારતીય સાથે જ ખૂબ જ ઇનોવેટિવ છે. તો @KhasaMegha લખ્યું છે કે ચલો પ્લાસ્ટિક કંઇક તો કામમાં આવ્યું.
  Published by:Chaitali Shukla
  First published:July 31, 2020, 10:45 am