ભારતમાં અનેકવાર લોકો કહેતા હોય છે કે ને કામ બાળકોથી મોટી-મોટી ધમકીઓથી ન કરાવી શકે, તે મા-બાપના લાફાથી થઈ જાય છે. બાળકોના તોફાનો પર અંકુશ લાવવા માટે વડીલોને ક્યારેક ફિઝિકલ ફોર્સ (Physical Force)નો સહારો લેવો પડે છે. પરંતુ દુનિયામાં એવા અનેક દેશ છે, જ્યાં બાળકો પર હાથ ઉઠાવવો ગેરકાયદેસર (Illegal) છે. જો આ દેશોમાં તમે બાળકોને મારતી વખતે ઝડપાઈ ગયા તો આપને સીધી જેલની હવા ખાવી પડશે. તેમાં યૂરોપના અનેક દેશ સામેલ છે.
હવે યૂકેના એક્સપર્ટ્સે દેશમાં બાળકો પર હાથ ઉઠાવવાને ગેરકાયદેસર જાહેર કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે બાળકોને મારવાથી કોઈ સુધાર નહીં થાય. તેનાથી વિપરિત તેમના વર્તનમાં વધુ હિંસા આવી જાય છે. આ વાતનું પ્રમાણ પણ મળ્યું છે. હાલમાં ઈંગ્લેન્ડ સહિત ચા અન્ય યૂરોપના દેશોમાં બાળકો પર હાથ ઉઠાવવો લીગલ છે. એવામાં એક્સપર્ટ્સે તેની પર પ્રતિબંધ મૂકવાની અપીલ કરી છે. જોકે, આ પ્લાન હજુ ઘણું ડિસ્કશન થવાનું બાકી છે.
યૂરોપના મોટાભાગના દેશોમાં માતા-પિતા બાળકો પર હાથ નથી ઉઠાવી શકતા. પરંતુ ઈંગ્લેન્ડમાં કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં બાળકોને સજા આપવા માટે તેની મંજૂરી છે. આ ઉપરાંત સ્કોટલેન્ડમાં 16 વર્ષના બાળકોને સજા આપવા માટે કાયદાકિય પ્રતિબંધ છે અને આવો જ કાયદો વેલ્સમાં લાગુ કરવા પર કામ ચાલી રહ્યું છે. એક્સપર્ટ્સ મુજબ, સરકારને ગંભીરતાપૂર્વક તેની પર પ્રતિબંધ લગાવવો જોઈએ. યુનિવર્સિટી કોલેજ લંડન મુજબ, મારવાથી બાળકો પર કોઈ પણ સારો પ્રભાવ નથી પડતો. તેનાથી વિપરિત બાળકો વધુ આક્રમક થઈ જાય છે.
યુનિવર્સિટીએ ગત 20 વર્ષથી આ પ્રકારની સ્ટડી કરી છે. તેમાં લગભગ 69 બાળકોને સામેલ કરી તેમની પર હિંસાના પ્રભાવનો અભ્યાસ કરવામાં આવ્યો. તેમાં જાણવા મળ્યું કે 16 વર્ષથી ઓછા બાળકો પર, જેમને મારવામાં આવ્યા હતા, તેઓ મોટા થઈને આક્રમક અને સમાજ માટે ખતરો બન્યા. તેઓ બીજા સાથે વાતચીત કરવામાં રસ નથી દર્શાવતા. UCL department of epidemiology and public healthની લીડ ઓથર ડૉ. અન્જા હૈલમાન મુજબ, ફિઝિકલ પનિશમેન્ટ ન બાળકો માટે, ન તેના ઘરના સભ્યો માટે ફાયદારૂપ છે. તેનો કોઈ ફાયદો નથી. માત્ર તેનાથી બાળકોને નુકસાન થાય છે. એવામાં જે દેશોમાં હજુ બાળકો સાથે મારપીટ લીગલ છે, ત્યાં તેની પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી દેવો જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર