Home /News /eye-catcher /

વિચિત્ર પરંપરા: અહીં દરેક પુરુષે કરવા પડે છે બે લગ્ન, બે પત્નીઓ રાખવાની ના પાડતા થાય છે આજીવન કેદની સજા

વિચિત્ર પરંપરા: અહીં દરેક પુરુષે કરવા પડે છે બે લગ્ન, બે પત્નીઓ રાખવાની ના પાડતા થાય છે આજીવન કેદની સજા

દરેક પુરુષે બે લગ્ન કરવા પડે છે

Weird Marriage Law: તમે દુનિયાભરના દેશોના ઘણા વિચિત્ર કાયદા (Weird Law)ઓ વિશે સાંભળ્યું જ હશે. પરંતુ એક દેશ (Eritrea) એવો પણ છે જ્યાં દરેક પુરુષે બે લગ્ન કરવા પડે છે. જો કોઈ પુરુષ બે પત્નીઓ રાખવાની ના પાડે તો તેને આજીવન કેદની સજા થાય છે.

વધુ જુઓ ...
    Weird Marriage Law: લગ્નને ખૂબ જ પવિત્ર બંધન માનવામાં આવે છે. દુનિયાભરમાં લગ્નને લઈને અલગ-અલગ રિવાજો છે. અનેક પ્રકારની પરંપરા (Weird Custom)ઓ પ્રચલિત છે. ઘણી પ્રથાઓ વિચિત્ર હોય છે જેના વિશે જાણ્યા બાદ લોકો અચંબામાં મૂકાય જાય છે. પરંતુ આમે જે નિયમ વિશે આજે તમને કહેવા જઈ રહ્યા છે તે નિયમ વિશે સાંભળીને તમે વિશ્વાસ જ નહિ કરી શકો.

    આવો જ એક નિયમ આફ્રિકન ઈરીટ્રિયા (Eritrea)માં છે. ત્યાં પુરુષે બે લગ્ન કરવા પડે છે. જો કોઈ બીજા લગ્ન માટે ના પાડે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે. આ માટે કાયદો બનાવવામાં આવ્યો છે.

    પુરુષે કરવા પડે છે બે લગ્ન
    મળતી માહિતી મુજબ, આફ્રિકા મહાદ્વીપના દેશ એરિટ્રિયામાં દરેક પુરુષને બે વાર લગ્ન કરવા પડે છે. ભલે તે ખુશીથી લગ્ન કરે કે નાખુશ થઈને. એટલું જ નહીં, જો કોઈ પુરુષ બે પત્નીઓ ન રાખે તો તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવે છે. જે પણ આવું કરે છે તેને આજીવન કેદની સજા થાય છે.

    આ પણ વાંચો: અહીં છોકરી માટે લગ્ન પહેલા માતા બનવું છે જરૂરી, નહીંતર મનાય છે અપશુકન

    પતિના બીજા લગ્નમાં પત્ની દખલ ન કરી શકે
    તમને જણાવી દઈએ કે ઈરીટ્રિયામાં આ અનોખો કાયદો બનાવવા પાછળ અહીં મહિલાઓની વસ્તી છે. વાસ્તવમાં, આ દેશમાં પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતા ઘણી ઓછી છે. તેનું મુખ્ય કારણ ઈથોપિયા સાથેનું ગૃહયુદ્ધ છે. પુરુષો માટે બેવડા લગ્ન કાયદા ઉપરાંત મહિલાઓ માટે પણ કડક કાયદા બનાવવામાં આવ્યા છે. અહીંની મહિલાઓ પુરૂષોને બે વાર લગ્ન કરતા રોકી શકતી નથી. જો મહિલાઓ પુરૂષોને લગ્ન કરતા અટકાવે છે તો તેમને જેલ પણ થઈ શકે છે.

    આ પણ વાંચો: ભારતનું એવું ગામ જ્યાં કન્યા વિધવાના ડ્રેસમાં લે છે વિદાય, માતા-પિતા જ પહેરાવે છે સફેદ વસ્ત્રો

    વિશ્વભરમાં ટીકા થાય છે ટીકા
    આ અજીબોગરીબ કાયદાને કારણે એરિટ્રિયાની પણ ઘણી ટીકા થઈ રહી છે. આવા નિયમો ભાગ્યે જ બીજે ક્યાંય હશે. લગ્નના નિયમો સિવાય પણ અહીં ઘણા અનોખા કાયદા બનાવવામાં આવ્યા છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Bizzare Stories, Viral, અજબગજબ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन