ન્યૂઝ 18 ગુજરાતી : એક વાયરલ થયેલા વીડિયોમાં બિહારના એક ગ્રામણી મજૂરનું કડકડાટ અંગ્રેજી સાંભળીને ભીડ જોતી રહી ગઈ હતી. ઑનલાઇન વાયરલ થયેલા આ વીડિયોમાં બિહારના એક મજૂરે જ્યારે કડકડાટ અંગ્રેજી બોલ્યુ તો પત્રકારો સહિત સૌ કોઈ ચોકી ગયા હતા.
એનડીટીવી હિંદીની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલમાં ઑનલાઇન સમાચાર સંસ્થા ' લલ્લનટૉપ'ના રિપોર્ટ સૌરભ ત્રિપાઠી લોકસભાની ચૂંટણીના કવરેજ દરમિયાન એક વ્યક્તિને મળ્યા હતા.
ત્રિપાઠીના એક સવાલના જવાબમાં મજૂર કહે છે' આઈ વોન્ટ ટુ વર્ક' ત્યારે ત્રિપાઠી કહે છે કે અંગ્રેજી ? ત્યારે મજૂર કહે છે કે 'યસ વ્હાય નૉટ' આ મજૂરે પોતાની ઓળખ આપી કે તે ભાગલપુર યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ છે. તે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે નરેન્દ્ર મોદીની સરખામણી પણ કરે છે. તે કહે છે 'પીએમ મોદી ઇઝ બેસ્ટ ઇન મૉર્ડન ટાઇમ, બટ ઇન એન્સિએન્ટ ટાઇમ, એટ ધેટ ટાઇમ ઇન્દિરા વોઝ બેસ્ટ'
મજૂરનું કડકડાટ અંગ્રેજી સાંભળીને ભીડ તો ચોંકી ઉઠે છે, પરંતુ ત્રિપાઠીને પણ ટિપ્પણી કરવા માટે મજબૂર કરી દે છે તે કહે છે બહુ જોરજાર અંગ્રેજી છે તમારૂ ભાઈ સાહેબ. આ ઑનલાઇન વીડિયોને અપલોડ કર્યા બાદ તેને વીસ લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે તેના પર 5,000થી વધારે કૉમેન્ટ આવી ગયા છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર