કચરો ફેંકવા ગયેલી મહિલાએ કચરાના ઢગલામાં જોઈ 'લાશ', ધ્યાનથી જોયું તો થઈ ગઈ શરમથી લાલ

કેરાના ફાઈલ તસવીર

viral news: 26 વર્ષીય કારા લેવી મૂળ કેલિફોર્નિયાની (California) છે પરંતુ ઇંગ્લેન્ડના એસેક્સમાં (Essex, England) રહે છે. તાજેતરમાં, તેણે સોશિયલ મીડિયા પર એક વિચિત્ર કિસ્સો (weird news) શેર કર્યો હતો.

 • Share this:
  Ajab-Gajab: ઘણીવાર તમારી સામે કંઈક હાજર હોય છે. પરંતુ તમે તેને કંઈક બીજું સમજો છો. આંખો છેતરાઈ (Cheating eyes) જવી એ સામાન્ય વાત છે. પરંતુ તાજેતરમાં ઈંગ્લેન્ડની (England woman) એક મહિલા એટલી છેતરાઈ ગઈ કે જ્યારે તેણે આ છેતરપિંડી સંબંધિત ઘટનાને સોશિયલ મીડિયા (social media) પર શેર કરી ત્યારે લોકો સ્તબ્ધ થઈ ગયા. જ્યારે ઘણા લોકોને આ ઘટના રમુજી લાગી, કેટલાક લોકોને આશ્ચર્ય થયું હતું.

  26 વર્ષીય કારા લેવી મૂળ કેલિફોર્નિયાની (California) છે પરંતુ ઇંગ્લેન્ડના એસેક્સમાં (Essex, England) રહે છે. તાજેતરમાં, તેણે સોશિયલ મીડિયા પર એક વિચિત્ર કિસ્સો (weird news) શેર કર્યો છે જે ખૂબ જ લોકપ્રિય બની રહ્યો છે. ડેઇલી સ્ટાર વેબસાઇટના અહેવાલ મુજબ કારા 4 ઓક્ટોબરના રોજ તેના બોયફ્રેન્ડ ક્રિસ હોબ્સન સાથે હાર્લો રિસાઇક્લિંગ સેન્ટર જઈ રહી હતી. જેથી ઘરમાં કચરો ફેંકી શકાય.

  સવારના લગભગ 10 વાગ્યે દંપતી કચરો ફેંકવા માટે રિસાઈક્લિગ સેન્ટર ઉપર જાય છે. ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે જોયું કે કચરાના ઢગલા ઉપર એક 'લાશ' પડેલી છે. બંને ખૂબ જ ડરી ગયા હતા પણ જ્યારે તેઓ હિંમતથી નજીક ગયા ત્યારે તેઓ સમજી ગયા કે તે શબ નથી પણ સેક્સ ડોલ (sex doll) છે!

  આ પણ વાંચોઃ-OMG! પાળતું ડોગે ડોક્ટરની સામે જ કરી ઉલ્ટી, પેટમાંથી એવી વસ્તુએ માલકિન શમાઈ

  કેરાએ શેર કરેલી તસવીર (Cara Levy)


  કારાએ કહ્યું કે જ્યારે પહેલી વાર તેને જોઈ ત્યારે તે વાસ્તવિક લાગતી હતી, કોઈને પણ શંકા હશે કે તે એક શબ છે. કારાને ક્રાઈમ શોનો ખૂબ શોખ છે, તેથી તેનું ધ્યાન લાશ તરફ હતું. તેણે ઢીંગલી જોઈ ત્યારે શરમાઈ ગઈ હતી.

  આ પણ વાંચોઃ-Shocking: હોસ્પિટલમાં બાળકને જન્મ આપી રહી હતી પ્રેમિકા, ઘર પર તેની માતા સાથે રંગરેલિયા મનાવતો હતો પ્રેમી

  કારા અને તેનો બોયફ્રેન્ડ એકબીજાને જોઈને હસવા લાગ્યા. કારાએ જણાવ્યું હતું કે ઢીંગલીને વિગ લગાવવામાં આવી હતી અને તેને બોલ્ડ ટોપ પહેરાવવામાં આવી હતી, જે પ્રથમ નજરમાં એવું લાગતું હતું કે કોઈ મહિલાનું ન્યૂડ બોડી પડેલી છે. કારાએ કહ્યું- "મને લાગે છે કે ત્યાં કોઈ મૂર્ખ હોવો જોઈએ જેણે ઢીંગલીને કચરામાં ફેંકી હતી.

  કારણે વધુમાં જણાવ્યું હતું કે ઢીંગલી કચરામાં પડેલી હતી એનો અર્થ એ થાય કે થોડા સમય પહેલા જ તેની ફેંકી દીધી હશે. કારાએ Instagram ઉપર ઢીંગલીની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી અને આ સમગ્ર ઘટના વિશે માહિતી આપી.
  Published by:ankit patel
  First published: