વિચિત્ર ઘટના! ડોક્ટરે ભૂત ભગાડવા માટે ગર્લફ્રેન્ડને લગાવ્યા 100થી વધારે ઈન્જેક્શન, વીડિયોમાં દેખાઈ ક્રૂરતા

ડોક્ટર અને નર્સ પ્રેમિકાની તસવીર

Horror crime news: ડોક્ટરે ભૂત ભગાડવા માટે પોતાની ગર્લફ્રેન્ડને 100થી વધારે વખત ઈન્જેક્શન આપ્યા હતા. અનેક દવાઓ પણ આપી હતી.

  • Share this:
    ઇંગ્લેન્ડમાં (England news) એક ડોક્ટરે (doctor) ભૂત (Ghoots) ભગાડવા માટે પોતાની  ગર્લફ્રેન્ડ ને (GirlFriend) 100થી વધારે વખત ઈન્જેક્શન (Injection) આપ્યા હતા. અનેક દવાઓ પણ આપી હતી. જેનાથી તેની હાલત મરણતોલ થઈ ગઈ હતી. યુવતી ડોક્ટર સાથે જ નર્સનું (doctor and nurse) કામ કરતી હતી. કોર્ટે ડોક્ટરને દોષી ઠેરવ્યો હતો. અને સજા સંભળાવવા સુધી જેલમાં ધકેલી દીધો હતો. ચાલો જાણીએ ભૂત ભગાડવા માટે ડોક્ટરે શું શું કર્યું?

    ઇન્જેક્શન લગાવવાથી અનેક અંગો કામ કરતા બંધ થયા હતા
    દોષીનું નામ હોસન મેટવાલી છે. કોર્ટે તેમને દોષી ઠેરવતા કહ્યું કે આ અત્યાર સુધીનો સૌથી વિચિત્ર કિસ્સો છે. પોલીસે કોર્ટને જણાવ્યું કે ભૂત ભગાડવાની વિધિ દરમિયાન ડોક્ટરે પોતાની ગર્લફ્રેન્ડને ડ્રગ્સની સાથે ઈન્જેક્શન આપતો હતો. જેનાથી અનેક અંગો કામ કરતા બંધ થયા હતા. યુવતી મોતના મુખ સુધી પહોંચી ગઈ હતી.

    પોલીસે કોર્ટની સામે કેટલાક વીડિયો પણ રાખ્યા હતા. જેમાં ચાર વર્ષ સુધીનો ડોક્ટરના ઘરનું રેકોર્ડિંગ હતું. આશરે 200 ક્લિપના મુખ્ય અંશો દેખાડવામાં આવ્યા હતા. કેટલાક વીડિયો જોઈએ તો ડોક્ટરે ગર્લફ્રેન્ડ ને પથારીમાં બાંધી દીધી હતી. અને કેટલાક વીડિયોમાં તો દેખાય છે કે ડોક્ટર કેટલાક ઈલેક્ટ્રીક ઉપકરણોનો ઊપયોગ કરી રહ્યો છે.

    આ પણ વાંચોઃ-પતિ નીકળ્યો દગાબાજ તો 10 વર્ષ સુધી ન કર્યું સેક્સ, પત્નીએ વ્યક્ત કરી દર્દભરી કહાની

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ અમરાઈવાડીમાં ખેલાયો ખૂની ખેલ! અંગત અદાવતમાં રાજાએ કરિયાણાના વેપારીની છરી વડે કરી હત્યા

    આ પણ વાંચોઃ-પતિએ ક્રૂરતાની હદ વટાવી! અમદાવાદઃ વિદેશમાં બેશીને વીડિયો કોલ ઉપર પત્ની પાસે 'ગંદુ કામ' કરાવી પતિ લેતો વિકૃત આનંદ

    2016માં એક ક્લિપમાં આરોપી મેટવાલીએ મંત્રોચ્ચાર કરતો દેખાયો હતો. તે પોતાની ગર્લફ્રેન્ડના શરીર ઉપર કેટલાક સુગંદીદાર વસ્તુ છાંટતો હતો. ત્યારે નર્સ તેને પૂછતી કે શું તે મારો બળાત્કાર કર્યો? મૂળ મિશ્રનો રહેનારા આરોપી ડોક્ટરે જૂરીને જણાવ્યું કે તેણે પીડિતા વિલ્સનને ખરાબ આત્માઓને ભગાડવા માટે અનુષ્ઠાન કર્યું હતું. જેમાં તેણે માત્ર પવિત્ર તેલનો ઉપયોગ કર્યો હતો. ઈન્જેક્સનનો નહીં.

    આઠ સપ્તાહની સુનાવણી બાદ કોર્ટે આરોપીને દોષી સાબિત ગણાવ્યો અને તેના ઉપર નશીલી દવાઓ રાખવાનો દોષી ઠેરવ્યો હતો. આરોપીના ઘરે ડ્રગ્સનું વિશાળ ખજાનો મળ્યો હતો. સુનાવણી દરમિયાન આરોપીએ છેતરપિંડીનો પણ આરોપ સ્વીકાર ક્રયો હતો. કોર્ટે ડોક્ટરનો 20 સપ્ટેમ્બર સુધી જેલમાં ધકેલી દીધો હતો.
    Published by:ankit patel
    First published: