તો થોડા જ વર્ષોમાં થશે પૃથ્વીનો અંત, શિકારની શોધમાં છે ભયાનક ''બ્લેક હોલ''

News18 Gujarati
Updated: December 27, 2018, 4:04 PM IST
તો થોડા જ વર્ષોમાં થશે પૃથ્વીનો અંત, શિકારની શોધમાં છે ભયાનક ''બ્લેક હોલ''

  • Share this:
બ્રહ્માંડમાં એક ભયાનક બ્લેક હોલ તૈયાર થઇ રહ્યો છે, જે પૃથ્વી માટે મોટો ખતરો બની શકે છે. હાલ તો પૃથ્વી સુરક્ષીત છે, પરંતુ આપણી ગેલેક્સીમાં કેટલાક બદલાવ થઇ રહ્યાં છે, જેમાં એક મોટો બ્લેક હોલ પોતાનો રસ્તો બદલી રહ્યો છે, જે સૌરમંડળના ગ્રહ નેપ્ચ્યૂનની પાસેથી પસાર થવાની શક્યતા છે. જો આવું થયું તો પૃથ્વીને પોતાનો ખોરાક બનાવી શકે છે.

આવું બની તો શકે છે, પરંતુ અત્યારે નહીં પરંતુ 25 હજાર પ્રકાશ વર્ષ બાદ, કેટલાક વિજ્ઞાનિકોનું માનવું છે કે ગેલેક્સીમાં અનેક બ્લેક હોલ એકબીજા સાથે મળીને વિશાળ બ્લેક હોલ બનાવવાની પ્રક્રિયામાં છે. બ્લેક હોલ આકાશગંગામાં આવા વિશાળ ફરતી સૌર રચનાને કહેવામાં આવે છે, જે પોતાના રસ્તામાં આવતી તમામ વસ્તુઓ પોતાનામાં સમાવી લે છે, આ બ્લેક હોલમાં ફસાયા બાદ કોઇ પરત આવતું નથી.

એક ઇટાલિયન ખગોળ વિજ્ઞાનિકનું કહેવું છે કે બ્લેક ધરતીને સમાવી શકે છે. TED-Edના એક એનિમેટેડ વીડિયોમાં fabio pacucci નામના યેલ યુનિવર્સિટીના સાઇન્સટિસ્ટનું કહેવું છે કે સુપરમેસિવ બ્લેક હોલ કોસ્મિક વેક્યૂમ ક્લીનર જેવું કામ કરે છે, તેનું ગુરુત્વાકર્ષણ એટલું શક્તિશાળી હોય છે કે તેના રસ્તામાં જે પણ વસ્તુ આવે તે ને પોતાનામાં સમાવી લે છે. તેઓનું કહેવું છે કે બ્લેક હોલ સુરજથી ખરબો ગણો મોટો છે અને એકબીજા મળી તે તેનાથી પણ ડબલ થઇ જાય છે.

ઉલ્લેખનીય છે કે બ્રહ્માંડમાં બ્લેક હોલ સૌથી ખતરનાક અને શક્તિશાળી હોય છે, તેનું ગુરુત્વાકર્ષણ એટલું વધારે હોય છે કે તેના સંપર્કમાં આવતા તમામ ગ્રહો, ઉલ્કા બચી શકતા નથી. ત્યાં સુધી કે પ્રકાશ પણ પરત આવતો નથી.

પળવારમાં પૃથ્વીનું થશે પતન

વીડિયોમાં pacucciએ વિસ્તારથી જણાવ્યું કે આવનારા વર્ષોમાં બ્લેકહોલ નેપચ્યૂન નજીકથી પસાર થશે. જો એવું થયું તો ધરતીની પરિક્રમા પર અસર પડશે. ત્યારે બની શકે કે આપણી પૃથ્વી સીધી જ તેમાં ફસાઇ જાય અને પળવારમાં તેનું પતન થાય. આવું થવાથી પૃથ્વી પર જીવન તો નષ્ટ થશે જ સાથે તેનું કોઇભાગ મળશે નહીં. હાલ તો પૃથ્વીથી આ સુપરમેસિવ બ્લેક હોલ 25 હજાર પ્રકાશ વર્ષથી દૂર છે. જેને સુરક્ષીત દૂરી માનવામાં આવે છે. પરંતુ તેમાં બદલાવ આવી શકે છે. 

શું ધરતીને બરબાદ કરી શકે છે બ્લેક હોલ ?

nasa.govના જણાવ્યા પ્રમાણે બ્લેક હોલ અંતરિક્ષમાં તારા, ચંદ્ર અને ગ્રહોને ખાવા માટે નથી આવતા, પરંતુ ધરતી બ્લેક હોલમાં નહીં પડે. કારણ કે કોઇ પણ બ્લેક હોલ સોલર સિસ્ટમ અથવા ધરતીની નજીક નથી. આ એક બ્લેક હોલ સૂર્યની જગ્યાએ આવે તો ધરતી તેમાં નહીં પડે.

જો બ્લેક હોલમાં સૂર્ય જેટલું ગુરુત્વાકર્ષણ હશે તો પૃથ્વી અને અન્ય ગ્રહ બ્લેક હોલની એવી જ રીતે પરિક્રમા કરશે જેવી રીતે સુર્યની કરે છે. જો કે સુરજ ક્યારેય બ્લેક હોલ નહીં બને, કારણ કે બ્લેક હોલ બનવા માટે મોટા સ્ટાર જેટલો નથી.
First published: December 27, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading