OMG Ireland: આયરલેન્ડના ડબલિનમાં (Dublin, Ireland) એક બોસે પોતાના કર્મચારી સાથે જે કર્યું તે જાણીને તમે ચોંકી ઉઠશો. સોશિયલ મીડિયામાં (social media) બોસ અને તેના કર્મચારી વચ્ચેની તડાફડીની એક તસવીર (viral photo) ખૂબ જ વાયરલ થઈ રહી છે.
Ajab-Gajab: દુનિયામાં (world news) મોટાભાગના લોકો સમયસર પગાર (salary on time) મળે અને પોતાના જીવન આરામથી પસાર થાય એ માટે નોકરી (Job) કરતા હોય છે. પરંતુ ક્યારેક એવું બને છે કે બોસ સમયસર પગાર કરતા ન હોય ત્યારે કર્મચારીઓમાં રોષ જોવા મળશે. પરંતુ આયરલેન્ડના (Ireland) ડબલિનમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જ્યાં કર્મચારી દ્વારા પગાર માંગવામાં આવતા બોસે પગારમાં એક ડોલ ભરીને ચિલ્લર પકડાવી દીધી હતી.
ઘણી વખત ઓફિસમાં બોસ અને કર્મચારીઓ વચ્ચે એવા સંબંધો હોય છે કે, તેમાં બંને એકબીજાથી ખુશ નથી હોતા. પરંતુ આયરલેન્ડના ડબલિનમાં એક બોસે પોતાના કર્મચારી સાથે જે કર્યું તે જાણીને તમે ચોંકી ઉઠશો. સોશિયલ મીડિયામાં બોસ અને તેના કર્મચારી વચ્ચેની તડાફડીની એક તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
હકીકતે કર્મચારી કેટલાય દિવસથી પોતાના બોસ પાસે પૈસા માગી રહ્યો હતો જેથી નારાજ થયેલા બોસે બદલો લેવા માટે કર્મચારીના બેંક ખાતામાં પગાર જમા કરાવવાના બદલે તેને સિક્કા ભરેલી બાલદી પકડાવી દીધી હતી. તે બાલદીનું વજન આશરે 30 કિગ્રા જેટલું હતું જેથી કર્મચારી માટે તેને ઘરે પહોંચાડવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી.
તે કર્મચારીએ સિક્કા ભરેલી બાલદીનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કરીને લખ્યું હતું કે, એક સપ્તાહ સુધી બોસ પાસે સેલેરી માગ્યા બાદ તેને કંઈક આવી રીતે ચુકવણું કરાયું. તે કર્મચારી એક બારમાં કામ કરતો હતો અને તેનું નામ રિયાન કેઓઘ છે. તે ડબલિનમાં સાઉથ વિલિયમ સ્ટ્રીટ પર બોસ પાસે પોતાનું વેતન માગવા ગયો હતો અને તેને સિક્કા ભરેલી બાલદી પકડાવી દેવામાં આવી હતી.
રિયાને ટ્વીટર પર આ પોસ્ટ કરી ત્યાર બાદ અનેક લોકોને પોતાના બોસ યાદ આવી ગયા હતા અને તેઓ વ્યંગ કરવા લાગ્યા હતા. એક વ્યક્તિએ એવી કોમેન્ટ કરી હતી કે, દુનિયાનો દરેક બોસ આવો જ હોય છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર