સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક હાથી ધુમ્રપાન કરતો નજરે પડી રહ્યો છે. વીડિયો બનાવનાર સંગઠનનો દાવો છે કે આ હાથી સંભવતઃ ચારકોલ (લાકડાનો કોલસો) ખાઈ રહ્યો હતો અને ચારકોલ સાથે સૂંઢમાં આવી ગયેલી રાખને ઉડાવી રહ્યો હતો.
વન્યજીવ સંરક્ષણ સોસાયટી(WSC)ના જણાવ્યા પ્રમાણે સંગઠનના ઇન્ડિયા પ્રોગ્રામના આસિસ્ટન્ટ ડિરેક્ટર વિનય કુમારે આ વીડિયો બનાવ્યો છે જેમાં જંગલી હાથીઓના વર્તન અંગે એક નવી જ બાજુ જોવા મળી છે.
આ વીડિયો એપ્રિલ 2016માં કર્ણાટકના નાગરહોલ રાષ્ટ્રીય ઉદ્યાનમાં બનાવવામાં આવ્યો હતો. આ વખતે ડબ્લ્યૂસીએસ ઇન્ડિયા પ્રોગ્રામની એક ટીમ વાઘ અને તેના શિકાર પર નજર રાખી રહી હતી ત્યારે આ વીડિયો બન્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ જોવામાં આવી રહ્યો છે, આને જોયા બાદ હાથીઓના વ્યવહાર પર પણ આજકાલ ભારે ચર્ચા કરવામાં આવી રહી છે.
ડબ્લ્યૂસીએસ તરફથી એક નિવેદન જાહેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે, 'અમારી સહકર્મી વિનય કુમારે જંગલમાં એશિયન હાથીનો એક વીડિયો બનાવ્યો છે, જેમાં તે ધુમ્રપાન કરતો નજરે પડી રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે તે ચારકોલ ખાઈ રહ્યો છે અને રાખ બહાર ફેંકી રહ્યો છે.'
નિવેદન પ્રમાણે હાથીઓના આવા વર્તન અંગેનો આ પ્રથમ વીડિયો છે, આ જ કારણે વૈજ્ઞાનિકોમાં પણ આ વાતને લઈને કુતૂહલ છે.
ડબ્લ્યૂસીએસ ઇન્ડિયા પ્રોગ્રામના હાથી જીવ વૈજ્ઞાનિક તેમજ વરિષ્ઠ વૈજ્ઞાનિક આર ગોસ્વામીએ જણાવ્યું હતું કે, એ વાતની પૂરી સંભાવના છે કે હાથી લાકડાનો કોલસો ખાવાનો પ્રયાસ કરી રહ્યો હતો. કારણ કે જંગલમાં સળગી હોય તેવી જમીનમાંથી ધૂમાડો બહાર આવતો નજરે પડે છે, બાદમાં તે સૂંઢમાં આવેલી રાખને બહાર ફેંકી રહ્યો છે અને ફરીથી કંઈક ખાઈ રહ્યો છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચારકોલ પોતાના અમુક વિશેષ ગુણ માટે જાણીતો છે. જેના કારણે જંગલના પશુઓ પણ તેના તરફ આકર્ષિત થાય છે. ચારકોલમાં પશુઓ માટે ઔષધીય ગુણો પણ મળી આવે છે. આજ કારણે આગ લાગવાના કે વીજળી પડવાના કેસમાં તેઓ આનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. વિનય કુમારે પીટીઆઈ ભાષાને જણાવ્યું કે જ્યારે તેઓ આ વીડિયો બનાવી રહ્યા હતા ત્યારે આ વાત ખાસ લાગી હતી, બાદમાં તેઓ આ વાતને ભૂલી ગયા હતા. તેમણે કહ્યું કે તાજેતરમાં જ્યારે તેઓ રેકોર્ડિંગ જોઈ રહ્યા હતા ત્યારે તેની નજર આ વાત પર પડી હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર