Video : જ્યારે એક હાથી સીધો કાર પર ચડી ગયો!

News18 Gujarati
Updated: June 19, 2020, 7:27 PM IST
Video : જ્યારે એક હાથી સીધો કાર પર ચડી ગયો!
ગાડી પર બેઠેલો હાથી

• Share this:
અનેક વાર તમે જંગલના રસ્તેથી પસાર થતા હોવ તો તમને વન્ય જીવ જોવા મળી જાય છે. પણ આ ઘટનામાં તો કંઇ તેવું થયું કે એક હાથી ગાડી પર બેસી ગયો જાણે કહેતો હોય મને પણ લઇ જાવ બહુ અહીં આંટા ફેરા મારો છો આવું સાથે! ધણીવાર તેવું બનતું હોય છે કે વન્ય પ્રાણીઓ જંગલમાંથી પસાર થતી ગાડીઓ પણ હિંસક હુમલો કરી લે. આવી ઘટનામાં માણસની મોત પણ થઇ શકે છે. ત્યારે હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં એક કાર ચાલક અને હાથી આમને સામને આવે છે. અને તે હાથી ગાડીને જે હાલ કરે છે તે જોઇને તે માનવું મુશ્કેલ બની જાય છે કે અંદર ગાડી ચલાવનાર માણસ જીવતો બચશે કે કેમ?

આ વાયરલ વીડિયો કોઇ જંગલ વિસ્તારનો છે. જ્યાં હાથીને જોતા જ કાર ચાલક ગાડી રોકી લે છે. પણ લાગે છે કે હાથીને તેનો રસ્તો કાપવો ગમ્યો નહતો. અને માટે જ હાથી ગુસ્સે ભરાઇને સીધા ગાડીની બોનેટ પર ચડી જાય છે. અને પૂરા પ્રયાસ કરે છે કે તેના વજનથી ગાડીનો કચૂબર બની જાય. વળી આખોને આખો ગાડી બોનેટ પર ચડી જતા ગાડીના પણ કેટલાક પૂર્જા બહાર આવી જાય છે
આ વાયરલ વીડિયોને ટ્વિટર પર પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું છે બોલાવ્યા વગર તમે મારા ઘરે આવી ગયા હવે હું તમને બતાવું છું શું થશે.

“You come to my house uninvited? I’ll show you what happens..”

🎥 IG: elephantdaily_igtv pic.twitter.com/MGn8Ii53PQ
— Buitengebieden (@buitengebieden_) June 17, 2020

આ ગાડીમાં હાથી ગાડીના ટાયરને બદાવાનો ભરપૂર પ્રયાસ કરે છે. તેવી રીતે ગાડી પર બેસી જાય છે જેવી રીતે માણસો બેસે. પણ નવાઇની વાત એ છે કે આ ખતરનાક ઘટના પછી પણ કંઇક કરીને કાર ડ્રાઇવર બચીને પોતાની ગાડી ત્યાંથી સહી સલામત નીકાળવામાં સફળ રહે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો હાલ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. જો કે આ વીડિયો ક્યાંનો છે તેની જાણકારી નથી મળી.

વધુ વાંચો :  શું પિતા બનવાના છે વિરાટ કોહલી? અનુષ્કા શર્માની પ્રેગ્નેંસીની તસ્વીરની હકીકત જાણોઆ પણ વાંચો : Bulbbul Trailer Release : અનુષ્કા શર્મા જૂની હવેલીના રહસ્યો સાથે તમને ડરાવવા આવી રહી છે!
First published: June 19, 2020, 7:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading