Home /News /eye-catcher /

હાથી પણ કરે છે સ્મોકિંગ? શું છે આ વાયરલ વીડિયોની સત્યતા

હાથી પણ કરે છે સ્મોકિંગ? શું છે આ વાયરલ વીડિયોની સત્યતા

    વાઈલ્ડ લાઈફ કન્વર્જેશન સોસાયટી તરફથી યૂ-ટયૂબ પર પોસ્ટ કરેલ એક વીડિયોએ લોકોને આશ્ચર્યમાં નાંખી દીધા છે. અસલમાં આ વીડિયોમાં એવું લાગી રહ્યું છે કે, એક હાથી સ્મોકિંગ કરી રહ્યો છે. આ વીડિયોને ઘણા બધા લોકોએ નિહારીને શેર પણ કર્યો છે. જોકે, આ વીડિયો દેખયા બાદ તે પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે કે, આ હાથી કરી શું રહ્યો છે અને શું હાથી ખરેખર સ્મોકિંગ કરે છે?

    એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો 2007માં ભારતીય વન્યજીવ સંરક્ષણ સમિતિ સહાયતા અને નીતિના સહાયક નિર્દેશક વિનય કુમારે આ વીડિયો શૂટ ક્યો હતો અને ત્યાર બાદ હાલમાં જ તેને અપલોડ કરવામાં આવ્યો છે, જે ચોકાવનાર છે. આ વીડિયોમાં દેખી શકાય છે કે, હાથી જમીન પરથી કંઈક ઉઠાવે છે અને પોતાના મોઢામાં નાંખે છે અને લગે છે કે, તે સ્મોકિંગ કરી રહ્યો છે. જણાવી દઈએ કે, આ વીડિયો કર્ણાટકના નગરહોલ રાષ્ટ્રીય ઉદ્યાનનો છે.

    હાથી સ્મોકિંગ કરે છે?
    ડબ્લ્યૂસીએસ ઈન્ડિયાના વૈજ્ઞાનિક અને હાથી જીવ વૈજ્ઞાનિક ડો વરૂણ ગોસ્વામીએ જણાવ્યું છે કે, હાથી કોલસાઓને ગળવાની કોશિશ કરી રહ્યો હતો, તે રાખને સૂંઠમાં ભરીને મોઢામાં નાંખી રહ્યો હતો. ગોસ્વામીનું કહેવું છે કે, લાકડાની રાખનું કોઈ પોષ્ટિક મહત્વ હોતું નથી પરંતુ જંગલી જાનવરો ઘણીવાર આના "ઔષધીય ગુણો" માટે આકર્ષિત થતા હોય છે.

    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Elephant really smoking, Know reality of viral video, એલિફન્ટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन