પાણીના ટબમાં મસ્તી કરતા મદનિયાને તમે જોયું? ખૂબ વાયરલ થઈ રહ્યો છે વીડિયો

પાણીમાં મસ્તી કરી રહેલું મદનિયું.

ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ સુસંતા નંદાએ આ 51 સેકન્ડનો વીડિયો ટ્વિટ કર્યો છે. મદનિયું ઠંડા પાણી ભરેલા ટબમાં પડીને ગરમીથી રાહત મેળવી રહ્યું છે અને મસ્તી કરી રહ્યું છે.

  • Share this:
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર અને ઈન્ટરનેટ (Internet) પર મદનિયા (Elephant Cub)નો પાણીમાં મસ્તી કરતો વીડિયો વાયરલ (Viral video) થઈ રહ્યો છે. જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. પાણી ભરેલા ટબમાં મદનિયું ખૂબ મસ્તી કરી રહ્યું છે. આ ક્યૂટ વીડિયોને 16 હજારથી વધુ લોકોએ જોયો છે. જેનો અર્થ છે કે આ ક્યૂટ વીડિયો લોકોને ખૂબ ગમી રહ્યો છે.

ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ સુસંતા નંદાએ આ 51 સેકન્ડનો વીડિયો ટ્વિટ કર્યો છે. મદનિયું ઠંડા પાણી ભરેલા ટબમાં પડીને ગરમીથી રાહત મેળવી રહ્યું છે અને મસ્તી કરી રહ્યું છે. આ વીડિયો 250 વાર રિ-ટ્વિટ કરવામાં આવ્યો છે અને 1,950 લોકોએ તેને લાઈક કર્યો છે. વીડિયોમાં મદનિયાની માતા તેની પાસે જ ઊભી છે અને તેનું ધ્યાન રાખી રહી છે અને મદનિયું પાણીમાં મસ્તી કરી રહ્યું છે.

આ વીડિયોને ટ્વિટ કરીને નંદાએ કેપ્શન કર્યું છે કે, “જોવો ગરમીમાં મદનિયું મસ્તી કરી રહ્યું છે અને તેની માતા તેનું ધ્યાન રાખી રહી છે.”

ટ્વિટર પર આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને યૂઝર્સ મજેદાર કમેન્ટ પણ કરી રહ્યા છે.

પશુઓમાં હાથી સૌથી વધુ સ્નાન કરવાનું વધુ પસંદ કરે છે, કારણ કે તેમને પાણી બહુ ગમે છે.

નંદા પ્રાણીઓના આ પ્રકારના વીડિયો પોસ્ટ કરતી રહે છે. થોડા સમય પહેલા નંદાએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તળાવમાં એક સિંહ અને બતક જોવા મળી રહ્યા હતા. સિંહ બતકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

નંદાએ ટ્વિટ કર્યું છે કે મોટી બિલાડી એક જંગલી જાનવર છે, પરંતુ તે બર્બરતાથી ભરપૂર નથી. સિંહ માત્ર જીવિત રહેવા માટે શિકાર કરે છે અને જ્યારે ઉશ્કેરવામાં આવે છે ત્યારે હુમલો કરે છે. આ વીડિયો 10 હજાર લોકો જોઈ ચૂક્યા છે.
First published: