Home /News /eye-catcher /પરીચયમાં ‘હીલર’ અને કૃત્યોથી ‘કિલર’, આ શખ્સના ગુનાઓની કહાનીઓ સાંભળીને કાંપી ઉઠશે કાળજું

પરીચયમાં ‘હીલર’ અને કૃત્યોથી ‘કિલર’, આ શખ્સના ગુનાઓની કહાનીઓ સાંભળીને કાંપી ઉઠશે કાળજું

ડબલ હ્યુમન સેક્રિફાઇસ કેસના મુખ્ય આરોપી 52 વર્ષીય મોહમ્મદ શફી

double human sacrifice case : મોહમ્મદ શફીએ ડ્રાઇવર બનવાથી લઈને મિકેનિક સુધીના ઘણા કામ કર્યા હતા. હવે તે કોચીમાં એક મિડલ ક્લાસ હોટલ ચલાવે છે, જ્યાં તે પોતાના શિકારને પસંદ કરે છે, તેમાં ખાસ કરીને એવી નિસહાય મહિલાઓનો સમાવેશ થાય છે, જેઓ તેમના પરીવારના સંપર્કમાં હોતી નથી.

વધુ જુઓ ...
ઇલંથુર ડબલ હ્યુમન સેક્રિફાઇસ કેસના મુખ્ય આરોપી 52 વર્ષીય મોહમ્મદ શફી (Elanthoor double human sacrifice case) ઉર્ફે રશીદ (prime accused Rasheed)નું જીવન નબળા હ્યદયના લોકો માટે જાણવું એક મોટા આઘાત સમાન હોઇ શકે છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેની કહાનીમાં અસહાય પીડિતોના લોહીથી લથપથ લોહિયાળ કૃત્યોના અનેક કિસ્સા છે, જે તમને વિચલિત કરી શકે છે.

એર્નાકુલમ જિલ્લાના પેરુમ્બવૂરના વતની મોહમ્મદ શફીએ માત્ર 6 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. નબીસા સાથે લગ્ન કરીને તે બે બાળકીનો પિતા અને ત્રણ વર્ષની બાળકીનો દાદા છે. તેણે ડ્રાઇવર બનવાથી લઈને મિકેનિક સુધીના ઘણા કામ કર્યા હતા. હવે તે કોચીમાં એક મિડલ ક્લાસ હોટલ ચલાવે છે, જ્યાં તે પોતાના શિકારને પસંદ કરે છે, તેમાં ખાસ કરીને એવી નિસહાય મહિલાઓનો સમાવેશ થાય છે, જેઓ તેમના પરીવારના સંપર્કમાં હોતી નથી.આ પણ વાંચો :  Karnataka hijab ban verdict: હિજાબ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં મામલો ગુંચવાયો, બંને જજના અલગ અલગ મત

2020માં 75 વર્ષીય મહિલા પર બળાત્કાર કરવાના કેસમાં તેની સામે સુનાવણી બાકી છે. કોચીની પુથેનક્રુઝ પોલીસે 3 ઓગસ્ટ, 2020ના રોજ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ નોંધ્યો હતો અને 17 ઓક્ટોબરે ચાર્જશીટ ફાઇલ કરી હતી. જ્યારે તે ટ્રક ડ્રાઇવર હતો, ત્યારે તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. તેણે મહિલા પર નિર્દયતાથી બળાત્કાર ગુજાર્યો હતો અને છરી વડે તેના પ્રાઇવેટ પાર્ટ્સમાં પણ ઘા કર્યા હતા. કોચી સિટીના પોલીસ કમિશનર એચ.નાગરાજુએ મંગળવારે મીડિયા સમક્ષ ડબલ મર્ડર કેસ અંગે વિસ્તાર પૂર્વક જણાવ્યું હતું કે, અમને જાણવા મળ્યું છે કે જે બે મહિલાઓની હત્યા કરવામાં આવી હતી. તેમાં બંને એક જ જગ્યાએ ઇજાગ્રસ્ત થઈ હતી. જેમની દેખીતી રીતે હ્યુમન સેક્રિફાઇસ તરીકે હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર શફીને પીડિતો સાથે મિત્રતા કરવાની ટેવ હતી અને તેણે ત્રણ વર્ષ પહેલા ડબલ મર્ડરમાં સહ-આરોપી દંપતી સાથે સંબંધ શરૂ કર્યો હતો.

કમિશનરે જણાવ્યું હતું કે, "હવે તે સાબિત થઈ ગયું છે કે તે (શફી) મનોરોગી અને જાતીય વિકૃત છે. તે એવો માણસ છે જે જાતીય આનંદ મેળવવા માંગે છે અને તેના માટે મારવાથી લઇને કોઈપણ હદ સુધી જશે. તે નકલી ફેસબુક એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યો છે અને તે કહે છે કે જો કોઈને આર્થિક સમસ્યાઓ હોય તો તેનો સંપર્ક કરે. આ રીતે તેણે ભગવલસિંહ સાથે મિત્રતા કરી. તેમનો વિશ્વાસ જીતવામાં અને તેમને ફસાવવામાં તેમને ત્રણ વર્ષ લાગ્યાં હતાં અને અને ગુનો આચર્યો હતો.” તે લાતો મારતો હતો અને પીડિતો પર કરવામાં આવેલા ઘામાંથી લોહી નીકળતું જોઈને તેને આનંદ થતો હતો.આ પણ વાંચો :  દેશમાં વધુ એક નવા રૂટ પર શરુ થઈ વંદે ભારત એક્સપ્રેસ, પીએમ મોદીએ લીલીઝંડી દેખાડી

પોલીસના જણાવ્યા અનુસાર, કોઈ પુરાવા નથી, પરંતુ એવા પણ અહેવાલો છે કે શફીએ મારેલા દંપતીમાંથી બે મહિલાઓના મૃતદેહોમાંથી માંસ રાંધ્યું હતું. લૈલાએ પોતાના નિવેદનમાં આ વાત જણાવી હતી. એવા અહેવાલો પણ છે કે શફીએ બીજા આરોપી લૈલા સાથે તેના પતિ અને ત્રીજા આરોપી ભગવલ સિંહની સામે સેક્સ પણ માણ્યું હતું. તેમણે આને ધાર્મિક વિધિનો એક ભાગ હોવાનું જણાવ્યું હતું. તે આ કૃત્યને એક ધાર્મિક વિધિ તરીકે હાથ જોડીને કરતો હતો. તાજેતરના ઇનપુટ્સ અનુસાર, શફી અને લૈલાની યોજના સિંઘને ખતમ કરવાની હતી. તેમને ડર હતો કે તે હત્યાઓ વિશેની માહિતી લીક કરી શકે છે.

પત્ની નબીસાના જણાવ્યા અનુસાર શફી પાસે પોતાનું બેન્ક એકાઉન્ટ નથી અને તે એક પણ પૈસો ઘરે લાવતો નથી. તે કહે છે કે શફીને નિર્દોષ ન કહી શકાય. જો કે, તે માનતી નથી કે તે માસ્ટરમાઇન્ડ છે અને આવું કરવા સક્ષમ છે. તેના મતે, દારૂ પીવો એ તેની બધી સમસ્યાઓનું મૂળ કારણ છે. માનવામાં આવે છે કે શરાબના નશાના કારણે શફી પોતાનું મગજ ગુમાવી બેઠો છે. તે એક ટેવવશ દારૂ પીતો હતો અને ઘરે મુશ્કેલી ઉભી કરતો હતો. નબીસાના જણાવ્યા અનુસાર શફી પોતાના મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યો હતો અને તેણે તેના ફેસબુક એકાઉન્ટનો પણ ઉપયોગ કર્યો હતો.

હવે એવી વાત સામે આવી છે કે, શફીએ ભગવલ સિંહ સાથે સંબંધ સ્થાપિત કરવા માટે ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. તેણે એક મહિલાની પ્રોફાઇલનો ઉપયોગ કર્યો- શ્રીદેવી. શફીએ હીલર વિશે ખૂબ જ વાત કરી અને સિંહને ખાતરી આપી કે તે તેને આર્થિક સમૃદ્ધિ લાવી શકે છે. સિંઘને જ્યારે કસ્ટડીમાં લેવામાં આવ્યો, ત્યારે તેને વાસ્તવિક શ્રીદેવી વિશે જાણ થઈ ત્યારે તેને તેના જીવનનો સૌથી મોટો આંચકો લાગ્યો. સિંઘને ક્યારેય શંકા નહોતી કે જે હીલર સાથે તેની ઓળખાણ થઈ હતી તે એ જ 'મહિલા' હતી, જેને તે સોશિયલ મીડિયા પર મળ્યો હતો.

ધરપકડના થોડા દિવસો પહેલા શફીએ પણ પોતાના મિત્ર મુહમ્મદ બિલાલને ફસાવીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. અપહરણ પાછળ બિલાલનો હાથ હોવાનું શફીએ પોલીસને જણાવતા 26 વર્ષીય ઓટોરિક્ષા ચાલકને બે દિવસ સુધી પોલીસ સ્ટેશનમાં રહેવું પડ્યું હતું. શફીએ પોલીસને જણાવ્યું હતું કે, બિલાલ 26 સપ્ટેમ્બરના રોજ ભાડેથી તેની સ્કોર્પિયોનો ઉપયોગ કરી રહ્યો હતો. ત્યારબાદ પોલીસને તે દિવસે પદ્માના વાહનમાં પ્રવેશતો હોવાના સીસીટીવી દ્રશ્યો મળી આવ્યા હતા. આ ગુનામાં શફી સામે પૂરતા પુરાવા મળ્યા બાદ પોલીસે તેને મુક્ત કર્યો હતો.
First published:

Tags: Crime news, Double murder, Killed, Latest crime news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો