Home /News /eye-catcher /Most Expensive Feathers: આ બતકનું પીંછું એટલું મોંઘુ છે કે, 400 શિકારી સાથે મળીને તેને શોધે છે

Most Expensive Feathers: આ બતકનું પીંછું એટલું મોંઘુ છે કે, 400 શિકારી સાથે મળીને તેને શોધે છે

Eider polar duckની ગરદનના નીચેના ભાગમાં રહેલું આ ફાઈબર ખુબ જ ગરમ અને નરમ હોય છે.

Eider polar duckની ગરદનના નીચેના ભાગમાં રહેલું આ ફાઈબર ખુબ જ ગરમ અને નરમ હોય છે.

    દુનિયામાં અલગ-અલગ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓ છે. જેના દ્વારા માણસ કોઈને કોઈ રીતે પૈસા કમાઇ લે છે. આઈસલૅન્ડમાં પણ આવું જ એક પક્ષી રહે છે, જેનાથી શિકારીઓ પૈસા કમાય છે. આ પક્ષીનું નામ છે Eider polar duck. આ બતકના એક પીંછાને શોધવા માટે શિકારીઓ આખો દિવસ મહેનત કરે છે, કારણ કે આ એક પીંછાની કિંમત સોનાથી ઓછી નથી.

    Icelandના Breizafjorzur Bayમાં રહેતા Eider polar duckના પીંછાને શોધવા માટે શિકારીઓ ગરમીની ઋતુમાં નીકળે છે.આ દુનિયામાં સૌથી વધુ કિંમતમાં વેચાતું પીંછું છે. જેને દુનિયાનું સૌથી ગરમ કુદરતી ફાઈબર માનવામાં આવે છે. તેનો ઉપયોગ મોટાભાગે લગ્ઝરી પ્રોડક્ટ્સ બનાવવામાં થાય છે. જોકે, તે વજનમાં હલકું હોય છે અને ગરમી આપનારું છે. આ ફાઈબર ઇન્ટરનેશનલ માર્કેટમાં ખુબ જ ડિમાન્ડમાં છે.

    હજારોમાં છે Eiderdownની કિંમત

    Eider polar duckની ગરદનના નીચેના ભાગમાં રહેલું આ ફાઈબર ખુબ જ ગરમ અને નરમ હોય છે. જેના કારણે લોકો તેને હજારો ડોલરમાં ખરીદવા માટે તૈયાર હોય છે. આ ફાઇબર ત્યારે તૈયાર છે, જ્યારે Eider polar duck તેના ઇંડાને સેવે છે. બતકના સ્તનમાંથી નીકળતું આ ફાઈબર જેને મળે છે, તે સારી રકમ કમાઈ શકે છે. આ ફાઈબર ખૂબ જ હલકું છે અને ખૂબ ઓછા પ્રમાણમાં મળે છે. ઉલ્લેખનીય છે કે, 800 ગ્રામ ફાઇબરની કિંમત બજારમાં 5000 ડોલર જેટલી છે.

    Covid-19 Vaccination: આખરે કેમ લોકો કોરોના વેક્સીન લેવામાં કેમ અચકાય છે?

    ક્યારેક બતકનું મોત પણ થાય છે

    આ અહીંના સ્થાનિક લોકો માટે રોજગારનો સ્ત્રોત છે. તેઓ કહે છે કે જો પક્ષીના માળામાં માત્ર ઇંડા હોય તો તેઓ ત્યાંથી ફાઇબરનો ટુકડો લઇ લે છે અને જો આઈડર બતક પણ ત્યાં હાજર હોય તો તેઓ બધું જ લઈ લે છે. લોકો તેને શોધવા માટે વર્ષમાં ત્રણ વખત જાય છે. એક કિલો ફાઈબર માટે તેમને 60 બતકના માળા તપાસવા પડે છે.

    સંવેદના દિવસ: કોરોનામાં એક વાલી ગુમાવનાર બાળકના ખાતામાં દર મહિને જમા થશે 2000 રુપિયા
    " isDesktop="true" id="1120292" >



    આ ફાઇબર માટે બતક હોવું જરૂરી છે, તેથી બતકને મારવામાં આવતું નથી, પરંતુ તેને વાળુમાં વધુ જીવતું રાખવામાં આવે છે. પ્રાણીપ્રેમીઓ માટે પણ આ પ્રક્રિયા ખૂબ જ આનંદદાયક છે, કારણ કે તેમાં પ્રાણીને કોઈ નુકશાન થતું નથી.
    First published:

    Tags: Birds, OMG, Viral

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો