અનોખો દેશ જ્યાં છે સૌથી ઓછી હાઈટના લોકો, 5 ફૂટ સુધીની જ હોય છે અહીંના લોકોની ઊંચાઈ

આ સૌથી ઓછી હાઈટના લોકો વસે છે

Country with Shortest People in the World - આ દેશમાં લોકોની સરેરાશ લંબાઈ અત્યંત ઓછી છે. વિશ્વનો સૌથી નાનો પુરુષ નેપાળનો છે અને સૌથી નાની મહિલા ભારતની છે, પરંતુ આ દેશમાં સૌથી ઓછી હાઈટના લોકો રહે છે

  • Share this:
દુનિયાના તમામ દેશોમાં અલગ અલગ ખાસિયતો લોકો સાથે જોડાયેલી છે. જેમાંથી લોકોની હાઈટ એક ખાસ લક્ષણ છે જે દરેક દેશમાં બદલાય છે. ઘણા દેશમાં લોકો લાંબા હોય છે, જ્યારે ક્યાંકના લોકોની સરેરાશ ઊંચાઈ ઓછી હોય છે. આજે અમે તમને એવા દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં વિશ્વમાં સૌથી ઓછું કદ ધરાવતા લોકો રહે છે. અહીંના લોકોની સરેરાશ ઊંચાઈ માત્ર 5 ફૂટ છે.

દક્ષિણ પૂર્વ એશિયાન દેશ (South East Asian Country) પૂર્વ ટિમોર (East Timor) એટલે કે ટિમોર લેસ્ટે (Timor-Leste)માં લોકોની સરેરાશ લંબાઈ અત્યંત ઓછી છે. વિશ્વનો સૌથી નાનો પુરુષ નેપાળનો છે અને સૌથી નાની મહિલા ભારતની છે,

પરંતુ પૂર્વ ટિમોર દેશમાં સૌથી ઓછી હાઈટના લોકો (Country with Shortest People in the World) રહે છે. દેશના લોકોની સરેરાશ લંબાઈ એકદમ ઓછી છે (East Timor People Height) જે આ દેશને સૌથી ઓછી ઊંચાઈવાળા લોકોનો દેશ બનાવે છે.

આ પણ વાંચો: KBC પ્રશ્ન : શા માટે હોય છે ઓક્ટોપસના એક કે બે નહીં પરંતુ 9 Brain

અહીંના લોકોની સરેરાશ લંબાઈ ખૂબ ઓછી
ટિમોર ટાપુ પર સ્થાયી થયેલા આ દેશમાં લોકોની સરેરાશ લંબાઈ માત્ર 5 ફૂટ 1 ઇંચ છે. ઇનસાઇડરના અહેવાલ મુજબ અહીં પુરુષોની સરેરાશ લંબાઈ 159.79 સેમી છે જ્યારે મહિલાઓની સરેરાશ લંબાઈ 151.15 સેમી છે.

આ પણ વાંચો: OMG! બુર્જ ખલીફાથી લઈ માઉન્ટ એવરેસ્ટને પોતાનામાં સમાવી શકે છે સમુદ્ર, ઊંડાઈ જાણીને ઉડી જશે હોશ

આ પછી લાઓસ આવે છે, જ્યાં પૂર્વ ટિમોરના લોકો કરતાં લોકોની સરેરાશ લંબાઈ થોડી જ વધારે છે. તમને જણાવી દઈએ કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન (National Institute of Nutrition)ના જણાવ્યા અનુસાર ભારતમાં પુરુષોની સરેરાશ ઊંચાઈ 5.8 ફૂટ છે જ્યારે મહિલાઓની ઊંચાઈ 5.3 ફૂટ છે. 2020ના એક અહેવાલ મુજબ સરેરાશ લંબાઈ વધી છે.

આ પણ વાંચો: Tim Paine : ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ છોડનાર ટીમ પેનના ‘સેક્સટીંગ’ કાંડ અંગે મોટો ખુલાસો, જાણીને ચોંકી જશો

ઊંચાઈ પર જીન્સની અસર
જાણકારી માટે જણાવી દઈએ કે નેધરલેન્ડમાં સૌથી લાંબા લોકો રહે છે જ્યાં લોકોની સરેરાશ લંબાઈ 6 ફૂટ છે. તે પૂર્વ ટિમોર કરતા ૯ ઇંચ વધુ છે. નોંધપાત્ર બાબત એ છે કે, 1896ની તુલનામાં પૂર્વ ટિમોરના લોકોની લંબાઈમાં વધારો થયો છે. અગાઉ અહીંના લોકોની સરેરાશ લંબાઈ માત્ર 5 ફૂટ હતી. 1960 સુધીમાં સરેરાશ ઊંચાઈ વધીને 5.3 ફૂટ થઈ ગઈ હતી, પરંતુ 1970માં પાછી ફરી ઊંચાઈ ઘટવા લાગી. લંબાઈ પાછળ લોકોના જીન્સની પણ અસર થાય છે, તેથી અહીંના લોકોની ઓછી ઊંચાઈ પાછળનું કારણ જિનેટિક્સ જ છે.
Published by:Riya Upadhay
First published: