કોરોનાના ડરથી ગામ લોકોએ અંતિમ સંસ્કાર ન કરવા દીધા, પરિજનોએ મૃતદેહને કૂવામાં ફેંકયો

News18 Gujarati
Updated: April 23, 2020, 11:04 AM IST
કોરોનાના ડરથી ગામ લોકોએ અંતિમ સંસ્કાર ન કરવા દીધા, પરિજનોએ મૃતદેહને કૂવામાં ફેંકયો
કોરોના નેગેટિવ મહિલાના મૃતદેહને કૂવામાં ફેંકી દેતા જિલ્લા વહીવટી તંત્ર દોડતું થઈ ગયું

કોરોના નેગેટિવ મહિલાના મૃતદેહને કૂવામાં ફેંકી દેતા જિલ્લા વહીવટી તંત્ર દોડતું થઈ ગયું

  • Share this:
પૂર્વ સિંહભૂમઃ  ઝારખંડમાં કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણના ડરથી વૃદ્ધ મહિલાના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાને બદલે કૂવામાં ફેંકી દેવામાં આવ્યું. ઘટના પાયપુર પંચાયતના મોહનપુર ગામની છે. મળતી જાણકારી મુજબ, 65 વર્ષીય ચંચલા નાયકનું મોત થયું હતું. પરંતુ પરિવારના સભ્યોએ COVID-19ના ડરથી તેમના અંતિમ સંસ્કાર પણ ન કર્યા. તેમના મૃતદેહને ગામની નજીક સ્મશાન ઘાટના કૂવામાં ફેંકી દીધો.

મૃતદેહને કૂવામાં ફેંકવાની જાણ થતાં જ પ્રશાસનના હોશ ઉડી ગયા. તાત્કાલિક પ્રશાસનની ટીમ બુધવાર રાત્રે કૂવા પાસે પહોંચી અને મૃતદેહને બહાર કાઢવાના પ્રયાસ શરૂ થયા. કૂવાથી તે પ્લાસ્ટિક મળ્યું જેમાં પૅક કરીને મૃતદેહને ફેંકવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે બહરાગોડા બીડીઓ રાજેશકુમાર સાહૂ, સીઓ હીરા કુમાર તથા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ચંદ્રશેખર કુમાર સહિત અનેક અન્ય પદાધિકારી પહોંચી ગયા.

મળતી જાણકારી મુજબ, ચંચલા નાયકની થોડા દિવસ પહેલા તબિયત ખરાબ થઈ હતી. તેમને બહરાગોડા સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંથી સારી સારવાર મળી રહે તે માટે તેમને એમજીએમ જમશેદપુર રેફર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો, માનસિક તણાવનો કરૂણ અંજામ, બે બાળકોની માતાએ કૂવામાં કૂદીને જીવન ટૂંકાવ્યું

મહિલાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો

જોકે, એમજીએમ લઈ જતાં પહેલા રવિવારે તેમનું મૃત્યુ થયું હતું. મોત બાદ પ્રશાસને કોરોનાની તપાસ માટે મૃતદેહને ઘાટશિલા હૉસ્પિટલમાં રાખી દીધો હતો. બુધવારે રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પ્રશાસને પરિજનોને મૃતદેહ સોંપી દીધો હતો. પરજનો જ્યારે મૃતદેહને લઈ સ્માશન પહોંચ્યો તો સ્થાનિક લોકો કોરોના વાયરસના ડરથી તેમને અંતિમ સંસ્કાર કરવાથી રોકી દીધા. તેથી પરિજનોએ મૃતદેહને કૂવામાં ફેંકી દીધો.(રિપોર્ટ- પ્રભંજન કુમાર)

આ પણ વાંચો, જે દુલ્હનને હેલિકોપ્ટરમાં બેસાડી ઘરે લાવ્યો તેની સાથે જ કરતો હતો મારઝૂડ, પતિ થયો જેલ ભેગો
First published: April 23, 2020, 10:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading