Home /News /eye-catcher /હવે કોઈ ભૂખ્યું નહિ રહે! આ શહેરમાં વેડિંગ મશીનમાંથી નીકળે છે ફ્રી રોટલી, સરકારની પહેલ

હવે કોઈ ભૂખ્યું નહિ રહે! આ શહેરમાં વેડિંગ મશીનમાંથી નીકળે છે ફ્રી રોટલી, સરકારની પહેલ

જરૂરિયાતમંદોને ફ્રીમાં મળશે ફૂડ

Free Food: ભૂખ લાગી હોય તો બટન દબાવતા જ મળશે બ્રેડ અને રોટલી. આ પહેલ ગરીબ પરિવારો અને મજૂરોને ચોવીસ કલાક મફત રોટલી પૂરી પાડવામાં મદદ કરવા માટે છે.

  કોઈ ભુખુ ન સુઈ જાય... દરેક દેશની સરકારની આ પહેલ હોય છે. દુનિયાના કેટલાક એવા દેશ પણ છે જ્યાં મોંઘવારીને લઇ લોકો એક સમયનું જમવાનું પણ સારી રીતે નસીબ થતું નથી. સંયુક્ત અરબ અમીરાતના શહેર દુબઇમાં કંઈક એવી જ હાલત છે. કહેવાય છે આ અમીરોનું શહેર છે. એટલે જો તમારા ખિસ્સામાં પૈસા નથી તો આ શહેર તમારા માટે નથી. એવામાં મજબુર અને ગરીબ વર્ગના લોકોએ એક-એક સમયના ભોજન વિશે વિચારવું પડે છે. પરંતુ હવે એવું નહિ થાય. સરકારે અહીં રોટલી માટે વેન્ડીંગ મશીન લગાવી છે.

  જો તમને ભૂખ લાગી હોય તો બટન દબાવવા પર તમને બ્રેડ અને રોટલી મળી જશે. આ પહેલ ગરીબ પરિવારો અને મજૂરોને ચોવીસ કલાક મફત રોટલી પૂરી પાડવામાં મદદ કરવા માટે છે. નવા સ્માર્ટ મશીન ડિસ્પેન્સર્સ દુબઈના ઘણા આઉટલેટ્સ પર મૂકવામાં આવ્યા છે, જેમાં અલ મિઝહર, અલ વરકા, મિરડિફ, નાદ અલશેબા, નાદ અલ હમર, અલ કૌઝ અને અલ બડાનો સમાવેશ થાય છે.

  આ પણ વાંચો: કાર, રોબોટ, ડ્રોન પછી હવે એર સર્વિસનો વારો! હવામાં ઉડી ફૂડ ડિલિવરી કરતો દેખાયો શખ્સ

  તમે પૈસા પણ દાન કરી શકો છો


  આ પ્રોજેક્ટ શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમના પ્રયત્નોનું પરિણામ છે. તેમણે કોરોના મહામારીની શરૂઆતમાં ભાર મૂક્યો હતો કે UAEમાં કોઈ ભૂખ્યું ન સૂવું જોઈએ. આ મશીન ચલાવવા માટે કોમ્યુનિટી ફંડિંગમાંથી નાણાં એકત્ર કરવામાં આવી રહ્યા છે. આ પહેલમાં લોકો સ્માર્ટ બ્રેડ ડિસ્પેન્સર દ્વારા સીધા જ દાન કરી શકે છે. તમને જણાવી દઈએ કે આંકડાઓ અનુસાર સંયુક્ત આરબ અમીરાતમાં 19.5 ટકા લોકો ગરીબી રેખા નીચે જીવે છે. આવા લોકોની આવક દરરોજ 80 દિરહામ ($22) છે.

  https://twitter.com/IpIndependent/status/1572153990439378944?

  આ પણ વાંચો: Richest Person: ફક્ત 2 મિનિટ માટે આ વ્યક્તિ દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા 

  આ રીતે ચાલે છે મશીન


  આ મશીનનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. આમાંથી તમે બે પ્રકારની બ્રેડ લઈ શકો છો - અરબી બ્રેડ અને ફિંગર રોલ. 'ઓર્ડર ફ્રી બ્રેડ' પસંદ કરવા પર, મશીન તાજી ગરમ બ્રેડ તૈયાર કરવાનું શરૂ કરે છે જે લગભગ 1 મિનિટમાં કાર્ડબોર્ડ બોક્સમાં બહાર કાઢવામાં આવે છે. 'બ્રેડ ફોર ઓલ' પહેલ મોહમ્મદ બિન રશીદ ગ્લોબલ સેન્ટર ફોર એન્ડોમેન્ટ કન્સલ્ટન્સી (MBRGEC) દ્વારા અવકાફ એન્ડ માઇનર્સ અફેર્સ ફાઉન્ડેશન (AMAF) હેઠળ શરૂ કરવામાં આવી હતી.
  Published by:Damini Damini
  First published:

  Tags: Dubai, Food for life

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन