દુબઈ: મહિલાઓએ ઘરની બાલ્કનીમાં પબ્લિસિટી માટે કરી આવી ગંદી હરકત, પોલીસે કરી ધરપકડ

દુબઈ: મહિલાઓએ ઘરની બાલ્કનીમાં પબ્લિસિટી માટે કરી આવી ગંદી હરકત, પોલીસે કરી ધરપકડ
પોલીસ મહિલાઓની ધરપકડ કરી.

મુસ્લિમ બહુમતી ધરાવતા યુએઈમાં ભૂતકાળમાં અનેક વખત લાઇસન્સ વિના દારૂ પીવા અથવા જાહેરમાં ચુંબન કરવા જેવા ગુનામાં લોકોને જેલભેગા કરવામાં આવ્યા હતા.

  • Share this:
નવી દિલ્હી: દુબઈમાં બાલ્કનીમાં ઊભા રહીને નગ્ન પોઝ આપનાર મહિલાઓની પોલીસે ધરપકડ કરી છે. એક મકાનમાંથી તેનો વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જેમાં દુબઇ મરિના પરના પેન્ટહાઉસ એપાર્ટમેન્ટની સામે અનેક નગ્ન મહિલાઓ પોઝ આપતી હોવાનું જોવા મળે છે. ઊંચી બિલ્ડિંગની બાલ્કનીમાં એક શખ્સ મહિલાઓની ફિલ્મ ઉતારતો હોવાનું ફૂટેજમાં જોવા મળે છે. આ કલીપ ટ્વિટર પર શેર કરવામાં આવી હતી.

દુબઈ પોલીસના જણાવ્યા મુજબ જે લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેમના પર જાહેર વ્યભિચારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ધ નેશનલના અહેવાલ મુજબ મહિલાઓને સરકારી વકીલ સમક્ષ હાજર કરવામાં આવી છે. રિપોર્ટમાં ઉમેરવામાં આવ્યું છે કે તેઓ પબ્લિસિટી સ્ટંટ માટે નગ્ન થઈ હતી.



ઉલ્લેખનીય છે કે, યુએઈમાં સાઈબરક્રાઈમના નિયમો ખૂબ કડક છે. એમાં પણ ખાસ કરીને સોશિયલ મીડિયામાં તો ખૂબ કડક વલણ અપનાવવામાં આવે છે. કોઈપણ વસ્તુ કે જેને ‘અશ્લીલ’ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, તેમા દંડ અથવા કસ્ટડીયલ અપરાધનો ગુનો લાગે છે. આ નિયમો તસ્વીર અથવા વિડીયો રેકોર્ડિંગ શેર કરતા લોકોને પણ લાગુ પડે છે.

આ પણ વાંચો: વાપી: દુકાનમાં ચોરી કરવા ઘૂસેલા ચોરથી નાસ્તો જોઈને રહેવાયું નહીં, CCTV સામે જ ભરપેટ નાસ્તો કરીને કરી ચોરી!

નોંધનીય છે કે, મુસ્લિમ બહુમતી ધરાવતા યુએઈમાં ભૂતકાળમાં અનેક વખત લાઇસન્સ વિના દારૂ પીવા અથવા જાહેરમાં ચુંબન કરવા જેવા ગુનામાં લોકોને જેલભેગા કરવામાં આવ્યા હતા.

દુબઈ પોલીસ ફોર્સ ડિપાર્ટમેન્ટના સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, “દુબઈ પોલીસ એમિરાતી સમાજના મૂલ્યો અને નીતિના વિરોધની ગતિવિધિ સામે ચેતવણી આપે છે. ધરપકડ કરાયેલ મહિલાઓ સામે ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે અને આગળની કાનૂની કાર્યવાહી માટે સરકારી વકીલને રિફર કરવામાં આવ્યા છે.”

આ પણ વાંચો: Gold Price Today: સોના-ચાંદીની કિંમતમાં તેજી, ફટાફટ જાણો આજનો ભાવ

નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે, જુગાર અથવા અશ્લીલ સાહિત્ય માટે ઇલેક્ટ્રોનિક ફોરમનું સંચાલન કરનાર, સ્થાપિત કરનાર અથવા તેની દેખરેખ રાખનાર અથવા વેબસાઈટથી પ્રકાશિત કરનારને જેલની સજા અને 250,000થી 500,000 દિરહામ સુધીના દંડની જોગવાઈ છે.

દુબઈમાં બાલ્કનીમાં ઉભા રહીને નગ્ન પોઝ આપનાર મહિલાઓને છ મહિના સુધીનો કારાવાસ અને 1,000 પાઉન્ડનો દંડ ભોગવવો પડશે. તેમના પર યુએઈના જાહેર શિષ્ટાચારના કાયદાઓનું ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચો: સુરત: કચરો ભરવાની ગાડીમાં વેન્ટિલેટર લાવીને SMC શું સાબિત કરવા માંગે છે? જરા શરમ કરો


મહત્વનું છે કે, અહીં ઓનલાઈન અશ્લીલ સાહિત્ય અને વર્તન માટે સખત દંડની જોગવાઈ પણ છે. આ કેસના દંડમાં ‘અશ્લીલ સામગ્રી’ ઓનલાઈન બનાવવા અને પોસ્ટ કરવા વિશે પોલીસ ચેતવણી શામેલ કરવામાં આવી છે. એવું સાહિત્ય શેર કરનાર સામે પણ કાર્યવાહી થશે.
Published by:News18 Gujarati
First published:April 06, 2021, 12:22 pm

ટૉપ ન્યૂઝ