હોસ્પિટલમાં આવ્યો હતો Audi લઈને, પરંતુ ઘરે ગયો એમ્બ્યુલન્સ લઈને!

ચેન્નઈમાં એક અજીબ ઘટના સામે આવી

ચેન્નઈમાં એક અજીબ ઘટના સામે આવી

  • Share this:
તામિલનાડુ: ચેન્નઈમાં એક અજીબ ઘટના સામે આવી છે. અહી એક વ્યક્તિ પોતાની વૈભવી કાર હોસ્પિટલમાં મુકીને એમ્બ્યુલન્સ લઈને ઘરે જતો રહ્યો. તે વ્યક્તિ પોતાના ઘાયલ મિત્રને લઈને હોસ્પિટલમાં આવ્યો હતો. જેથી પોલીસને શંકા છે તે દારૂના નશામાં હોવાથી એમ્બ્યુલન્સને પોતાની ઓડી કાર સમજી લીધી હતી.

પોલિસના જણાવ્યા અનુસાર, અંદાજીત 30 વર્ષનો આ બિઝનેસમેન પોતાની ઓડી કારમાં તેના મિત્રને લઈને હોસ્પિટલ ગયો હતો. તેનો મિત્ર ઘાયલ હોવાથી તેને હોસ્પિટલ લઈ ગયો હતો. પરંતુ તેને હોસ્પિટલ મુક્યા બાદ તે મારૂતિ ઓમની એમ્બ્યુલન્સ લઈને પોતાના ઘરે જતો રહ્યો હતો. પોલિસનું કહેવું છે કે એમ્બ્યુલન્સનો ડ્રાઈવર ગાડીમાં જ ચાવી છોડીને જતો રહ્યો  હતો.

બિઝનેસમેનનુ કહેવું છે કે તે જ્યારે પલકક્કમ વિસ્તારમાં આવેલા તેના પરે પહોચ્યો ત્યારે પરિવારના સભ્યોએ તેમની ગાડી વિશે પૂછયું, ત્યારે તેને તેની ભુલનો અહેસાસ થયો. જે બાદ તેમણે પોતાના ડ્રાઈવરને એમ્બ્યુલન્સ પાછી લઈને જવાનું કહ્યું. આ બધાની વચ્ચે જ્યારે હોસ્પિટલમાં કર્મચારીઓને એમ્બ્યુલન્સ ન મળી એટલે તેઓએ પોલીસમાં જાણ કરી હતી.

ડ્રાઈવરે તેમના માલિક તરફથી હોસ્પિટલના અધિકારીઓ અને પોલીસ સામે માફી માંગી હતી. અને જણાવ્યુ હતું કે આ ઘટના ખોટી ઓળખાણના લીધે બની છે.

જોકે હોસ્પિટલના અધિકારીઓને ચોક્કસ માહિતી નથી મળી કે આ બિઝનેસમેન દારૂના નશામાં હતો કે નહી, જેથી હોસ્પિટલ તંત્રએ ફરિયાદ ન કરવાનો નિર્ણય લીધો છે.
First published: