Home /News /eye-catcher /

કપલ વિદેશમાં ફરવા ગયું, દારૂના નશામાં ધૂત ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડને 100 ફૂટ ઉપરથી મારી દીધો ધક્કો

કપલ વિદેશમાં ફરવા ગયું, દારૂના નશામાં ધૂત ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડને 100 ફૂટ ઉપરથી મારી દીધો ધક્કો

ફાઇલ તસવીર

Crime update: હોટેલ સ્ટાફે પોલીસને જણાવ્યું હતું કે, દંપતીએ મૃત્યુના થોડા કલાકો પહેલા ખૂબ દારૂ પીધો હતો. મેરી એટલી નશામાં હતી કે તેને હોટલના કર્મચારીઓએ પકડીને રૂમમાં લઈ ગયા. આના થોડા સમય બાદ પેગ્રામનો મૃતદેહ મળી આવ્યો હતો.

Crime news: એક કપલ વિદેશમાં રજાઓ (Couple Holiday) માણવા માટે ગયું હતું. ત્યાં તેઓ એક લક્ઝરી હોટલમાં રોકાયા હતા અને રાત્રે બંનેએ ખૂબ જ દારૂ પણ પીધો હતો. આ દરમિયાન ગર્લફ્રેન્ડનો તેના બોયફ્રેન્ડ સાથે ઝઘડો (Boyfriend-Girlfriend Fight) શરૂ થયો હતો. તેણે બોયફ્રેન્ડ પર તેને દગો આપ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. મામલો એટલો વધી ગયો કે પ્રેમિકાએ પોતાના બોયફ્રેન્ડને હોટલની બાલ્કનીમાંથી નીચે ધક્કો મારી દીધો (drunk girl pushes boyfriend from height of 100 feet) હતો. બોયફ્રેન્ડ 100 ફૂટની ઊંચાઈએથી પડી જતાં ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો. આ પછી પોલીસે આરોપી પ્રેમિકાની ધરપકડ કરી હતી. હાલમાં જ તેને કોર્ટમાં હાજર કરવામાં આવી હતી, જ્યાં તેનું નિવેદન નોંધ્યું હતું.

100મા માળેથી માર્યો ધક્કો

'ધ સન' અનુસાર, આ કપલ બ્રિટનમાં રહેતું હતું. 22 વર્ષીય પેગ્રામ રીસ તેની 31 વર્ષની ગર્લફ્રેન્ડ મેરી મેયર્સ સાથે તુર્કી ફરવા ગયો હતો. ત્યાં તેઓએ ફાઈવ સ્ટાર હોટેલ બુક કરાવી અને સાથે રહેતા હતા. પરંતુ 19 જુલાઈના રોજ પેગ્રામનો મૃતદેહ હોટલની બિલ્ડિંગની નીચેથી મળી આવ્યો હતો. તે લગભગ 100 ફૂટની ઊંચાઈ પર સ્થિત તેના રૂમમાંથી પડી ગયો હતો. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

કપલે પીધો હતો દારૂ

જ્યારે પોલીસ તપાસ કરવા પેગ્રામના રૂમમાં ગઈ તો તેમને ત્યાં લોહીના ડાઘા જોવા મળ્યા. પછી મેરીએ લોહીના ડાઘા વિશે જુદી જુદી વાતો બનાવીને કહી હતી. તે જ સમયે હોટેલ સ્ટાફે પોલીસને જણાવ્યું હતું કે, દંપતીએ મૃત્યુના થોડા કલાકો પહેલા ખૂબ દારૂ પીધો હતો. મેરી એટલી નશામાં હતી કે તેને હોટલના કર્મચારીઓએ પકડીને રૂમમાં લઈ ગયા. આના થોડા સમય બાદ પેગ્રામનો મૃતદેહ મળી આવ્યો હતો.

વકીલોએ સુનાવણી દરમિયાન કોર્ટને જણાવ્યું કે મેરીએ પેગ્રામ પર અન્ય છોકરી સાથે અફેર હોવાનો આરોપ લગાવ્યો હતો. મેરીએ તેના પર દગો કર્યાનો આરોપ લગાવ્યો અને ઝગડો કરવા લાગી હતી. ધીરે ધીરે વાત એટલી વધી ગઈ કે તેણે પેગ્રામને બાલ્કનીમાંથી ધક્કો મારી દીધો. નીચે પડતાં જ તેનું મોત થયું હતું. મેરી પર ઈરાદાપૂર્વક હત્યાનો આરોપ હતો. જોકે મેરીએ આ આરોપને નકારી કાઢ્યો છે.

પેગ્રામે આપી હતી ધમકી

મેરીએ દાવો કર્યો છે કે તેના મૃત્યુના એક દિવસ પહેલા પેગ્રામે પોતે તેને બાલ્કનીથી નીચે ફેંકી દેવાની ધમકી આપી હતી. મેરીએ એવો પણ દાવો કર્યો હતો કે પેગ્રામ બ્રિટનમાં ડ્રગ કિંગપિન હતો, જો તેને બદનામ કરવાના પ્રયાસમાં હતો. તે જ સમયે પોલીસે કહ્યું છે કે મેરીએ ક્રાઇમ સીનને ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો મેરીને દોષિત ઠેરવવામાં આવે તો તેને 24 વર્ષ જેલમાં પસાર કરવા પડશે.
First published:

Tags: Crime news, OMG, દેશવિદેશ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन