VIDEO: કાર થોભાવવાનું કહેતા ડ્રાઇવરે પોલીસ પર ચડાવી દીધી કાર

News18 Gujarati
Updated: March 28, 2018, 9:56 AM IST
VIDEO:  કાર થોભાવવાનું કહેતા ડ્રાઇવરે પોલીસ પર ચડાવી દીધી કાર

  • Share this:
આંધ્ર પ્રદેશમાં એક દારૂ પીધેલા ડ્રાઇવરે ટ્રાફિક પોલીસ જવાન પર કાર ચડાવીને ફરાર થઈ ગયો હતો. રવિવારે આંધ્ર પ્રદેશના કાકિનાડા શહેરમાં ટ્રાફિક પોલીસ દરરોજની માફક ટ્રાફિકનું નિયમન કરી રહી હતી. આ દરમિયાન ટ્રાફિકના નિયમ તોડતા વાહનોની તપાસ કરવામાં આવી રહી હતી. આ જ સમયે એક સફેદ કલરની કારને પોલીસે રોકી હતી.

ડ્રાઇવર હતો પીધેલો

કારને રોક્યા બાદ પોલીસને માલુમ પડ્યું હતું કે તેનો ડ્રાઇવર પીધેલી હાલતમાં છે. પોલીસના ઈશારા બાદ તેણે પ્રથમ તો કાર રોકી દીધી હતી, પરંતુ પાછળથી તેનો વિચાર બદલાઇ જતાં તેણે કારને આગળ ચલાવવાનો પ્રયાસ કરતા એક્સિલેટર પર પગ દાબી દીધો હતો.

આ સમયે ચાર ટ્રાફિક પોલીસ જવાનોએ કાર આગળ ઉભા રહીને પોતાના બાવળાના બળે કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. એક ટ્રાફિક પોલીસે કાર આગળ લોખંડનું બેરિકેડ મૂકીને પણ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કારનો ડ્રાઇવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ દરમિયાન એક ટ્રાફિક પોલીસ જવાન પર કારના બંને વ્હીલ ફરી વળ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

આ ઘટનામાં બે પોલીસ જવાનને ઈજા પહોંચી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઇના જણાવ્યા પ્રમાણે બાદમાં પોલીસે કારના ડ્રાઇવરની ધરપકડ કરી લીધી હતી.

પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને રોકવા માટે ટ્રાફિક જવાનો અવાર નવાર પોતાની જિંદગી જોખમમાં મૂકી દેતા હોય છે. નોંધનીય છે કે દિલ્હીમાં ગયા વર્ષે એક પોલીસ કોન્સ્ટેબલે એક ટ્રકને રોકવા જતાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. કોન્સ્ટેબલે ડ્રાઇવરને ટ્રક રોકવાનો ઇશારો કર્યા બાદ તે રોકાયો ન હતો જેના કારણે તેણે પોતાની જિંદગી ગુમાવવી પડી હતી. વિગ્નેશ નામના કોન્સ્ટેબલનું સ્થળ પર જ મોત થયું હતું. બાદમાં પોલીસે જણાવ્યું હતું કે ટ્રકની નંબર પ્લેટ તૂટેલી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તેને શોધવાના પ્રયાસ હાથ ધર્યા હતા.
First published: March 28, 2018, 9:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading