નશામાં ટલ્લી થયેલા પક્ષીઓથી પરેશાન છે USનું આ શહેર!

પ્રતિકાત્મક તસવીર

આ પક્ષોઓ નશાની હાલતમાં ગાડીઓ અને બારીઓના કાચ સાથે અથડાઈ રહ્યા છે. જેના કારણે અનેક પક્ષીઓ મોતને ભેટે છે.

 • Share this:
  અમેરિકાનું એક શહેર આજકાલ પક્ષીઓને કારણે પરેશાન છે. આ પક્ષોઓ નશાની હાલતમાં ગાડીઓ અને ઘરની બારીઓના કાચ સાથે અથડાઈ રહ્યા છે. જેના કારણે અનેક પક્ષીઓ મોતને ભેટે છે. સ્થાનિકો એ વાતને લઈને પરેશાન છે કે આવું શા માટે થઈ રહ્યું છે. પોલીસને સતત આ અંગે ફોન કોલ્સ મળી રહ્યા છે. અમેરિકાના મિનસોટાના ગિલબર્ટ શહેરમાં પાકી ગયેલા બેરી ફ્રૂટ્સને કારણે આ બધુ થઈ રહ્યું છે. બેરી ખાધા બાદ પક્ષીઓને તેનો નશો ચડી રહ્યો છે.

  જોકે, એવું નથી કે અહીં પ્રથમ વખત બેરીનો પાક થયો છે. હકીકત એવી છે કે આ વર્ષે બેરી થોડી વહેલા પાકી ગઈ છે. જ્યારે પક્ષીઓ હજી સુધી દક્ષિણ તરફ માઇગ્રેટ નથી થયા. સામાન્ય રીતે બેરીનો પાક તૈયાર થાય તે પહેલા પક્ષીઓ દક્ષિણ તરફ પ્રયાણ કરી જતા હોય છે. નશાનો ભોગ બનનારા પક્ષીઓ ખૂબ નાની ઉંમરના છે.

  નિષ્ણાતોનું કહેવું છે કે યુવા પક્ષીઓનું લીવર મોટી ઉંમરના પક્ષીઓની સરખામણીમાં બેરીના રચને પચાવી નથી શકતું. પોલીસનું કહેવું છે કે આ અંગે વધારે પરેશાન થવાની જરૂર નથી, કારણ કે ઝડપથી પક્ષીઓનો નશો ઉતરી જશે.

  પોલીસનું કહેવું છે કે જો પક્ષીઓ બિલાડીઓને પરેશાન કરવા જેવું કોઈ અજીબ પ્રકારનું વર્તન કરતા નજરે પડે તો અમને જરૂર જાણ કરવી. જાણકારો એવું પણ કહે છે કે શક્યતા એવી પણ છે કે પક્ષીઓએ દક્ષિણ તરફનું લાંબું અંતર કાપવા માટે બેરી ખાઈને ચરબી વધારવાનું નક્કી કર્યું હોય, પરંતુ તેના કારણે તેઓ નશાનો શિકાર બની ગયા છે. આ જ કારણે તેમની હાલત ખરાબ થઈ રહી છે.

  નોંધનીય છે કે દુનિયાના અનેક વિસ્તારોમાંથી પક્ષીઓની આવી હરકતો અંગે સમાચાર આવતા રહે છે. જે વિસ્તારમાં અફીણની ખેતી થાય છે ત્યાં રહેતા પોપટ અનેક વખત નશામાં ટલ્લી થઈ જતા હોય છે.
  Published by:Vinod Zankhaliya
  First published: