ગર્ભવતી મહિલા અને જરૂરીયાતમંદોને ફ્રીમાં લઇ જાય છે આ રીક્ષાવાળો, વાચો આ કરુણ કહાની

News18 Gujarati
Updated: June 18, 2018, 3:17 PM IST
ગર્ભવતી મહિલા અને જરૂરીયાતમંદોને ફ્રીમાં લઇ જાય છે આ રીક્ષાવાળો, વાચો આ કરુણ કહાની
મુનેસ 2015થી જરૂરીયાતમંદોની મદદ કરી રહ્યો છે

  • Share this:
નવી દિલ્હી: જો કોઈ સ્ત્રી ગર્ભવતી હોય તો લોકો પોત -પોતાની રીતે તેની મદદ કરે છે. પણ એક એવો પણ રીક્ષા ડ્રાઈવર છે જે ગર્ભવતી સ્ત્રીઓને ફ્રીમાં બેસાડીને તેમની મદદ કરે છે

મુનેસ નામનો ડ્રાઇવર ગર્ભવતી મહિલા ઉપરાંત અપંગ વ્યક્તિઓ અને સૈનિકોને પણ ફ્રીમાં રીક્ષામાં બેસાડીને તેને તેમના લક્ષ્ય સુધી પહોંચાડી શકે છે. 42 વર્ષનો મુનેસ બીએ પાસ છે અને છેલ્લા 11 વર્ષથી રીક્ષા ચલાવી રહ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે મુનેસ એટલો સક્ષમ નથી કે તે પોતાની રીક્ષા ખરીદી શકે. તેથી તે ભાડાની રીક્ષા ચલાવે છે અને તેના માલિકને રોજ 250 રૂપિયાનુ ભાડુ આપે છે.

મુનેસે લખ્યુ છે કે લોકો મને ફોન કરે છે હુ તેને ફ્રીમાં રાઇડ આપુ છુ. અનેક લોકો પાસે મારા નંબર પણ છે, જો હોસ્પીટલથી આવી રહ્યો હોય તો હુ તેની જરૂરીયાત મુજબ ઘર કે રેલવે સ્ટેશન છોડવા માટે જાઉ છું.

હવે તમે વિચારી રહ્યા હશો કે મુનેસ કઇ વાતથી પ્રેરિત લોકોની આ પ્રકારે મદદ છે? ખરેખર, 1992 માં મુનેસની આંખો સામે એક ગર્ભવતિ મહિલાનું મૃત્યુ માત્ર એ કારણથી થઇ ગયુ હતુ કે તેને હોસ્પિટલ લઇ જવા માટે ત્યાં કોઈ ગાડી હાજર ન હતી. જ્યારે તેમણે ઘર ચલાવવા માટે રીક્ષા ચલાવવાનું શરૂ કર્યું ત્યારે તેને નિર્ણય લીધો કે તે આવા લોકોની મદદ કરશે.

મુનેસ વર્ષ 2015થી જરૂરિયાતમંદ લોકોને ફ્રીમાં સેવા આપી રહ્યા છે. તેમની પાસે બૂક પણ છે જેમા જરૂરીયાતમંદોના લોકોના નંબર હોય છે. આવા લોકોને તે ફ્રીમાં રાઇડ આપે છે. તેમના પુસ્તક અનુસાર તેઓએ અત્યારસુધી બે હજાર કરતાં વધુ લોકોને મદદ કરી છે.
First published: June 18, 2018, 3:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading