ચીનમાં 85 વર્ષ પહેલા મળી આવેલ 'ડ્રેગન મેન' આપણો સૌથી નજીકનો પૂર્વજ હતો

તસવીર - Andrii Zastrozhnov / Shutterstock)

તાજેતરમાં માનવ વિજ્ઞાન માટે બે મહત્વપૂર્ણ શોધ થઇ છે. એક તરફ ઇઝરાયલમાં નવી માનવ પ્રજાતિના હાડકા મળ્યા છે, તો બીજી તરફ વૈજ્ઞાનિકોએ જાહેરાત કરી છે કે ઉત્તર-પૂર્વ ચીનમાં મળી આવેલી ખોપડી પણ નવી માનવ પ્રજાતિની જ છે

  • Share this:
તાજેતરમાં માનવ વિજ્ઞાન માટે બે મહત્વપૂર્ણ શોધ થઇ છે. એક તરફ ઇઝરાયલમાં નવી માનવ પ્રજાતિના (Human Species) હાડકા મળ્યા છે, તો બીજી તરફ વૈજ્ઞાનિકોએ જાહેરાત કરી છે કે ઉત્તર-પૂર્વ ચીનમાં મળી આવેલી ખોપડી(Skull)પણ નવી માનવ પ્રજાતિની જ છે. જેનું નામ હોમો લોન્ગિ અથવા ડ્રેગન મેન(Dragon Man) રાખવામાં આવ્યું છે. તેને લઈને દાવો કરવામાં આવ્યો છે કે, તેની વંશાવલી નિએન્ડરથલને (Neanderthals) આધુનિક માનવના નજીકના સંબંધીઓના પદથી હટાવી શકે છે. આ ખોપડી 85 વર્ષ પહેલા શોધી કાઢવામાં આવી હતી. જોકે, બાદમાં તેને 2018માં ફરીથી શોધવામાં આવી હતી.

જાણો, ક્યાં હતી આ ખોપડી

હાર્બીન ક્રાનિયમને 1930ના દશકમાં હેઇલોગજિયાંગના પ્રાંતના શહેરમાં શોધી કાઢવામાં આવી હતી. પરંતુ કહેવામાં આવે છે કે તેને જાપાની સેનાથી બચાવવા માટે એક કુવામાં છુપાવી દેવામાં આવી હતી. કુવામાં તે લગભગ 85 વર્ષ સુધી દબાયેલી રહી હતી. ત્યારબાદ તેને કાઢીને વર્ષ 2018માં બેબેઈ GEO યુનિવર્સિટીના પ્રોફેસર જી કિયાંગને સોંપી દેવામાં આવી હતી.

આપણા નજીકના સંબંધી

આ અધ્યયનના સહ લેખક અને નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ લંડનના ક્રિસ સ્ટ્રીંગરે એફપીને જણાવ્યું કે, 'અમારા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે હાર્બિન સમૂહ નિએન્ડરથલ કરતા વધુ સારી રીતે હોમો સેપિયન્સ સાથે જોડાયેલ છે. એટલે કે આધુનિક માનવ હાર્બિનના વધુ નાજીકના વંશજ છે, ન કે નિએન્ડરથલના. જો તેને એક અલગ પ્રજાતિનો દરજ્જો મળી ગયો તો તે આપણા સૌથી નજીકના સંબંધી હશે.'

કેવું હતું તેનું માથું?

આ અભ્યાસની શોધ ધ ઇનોવેશન જર્નલમાં ત્રણ શોધપત્રોના રૂપમાં પ્રકાશિત કરાઈ છે. આ ખોપડી લગભગ 1.46 લાખ વર્ષ જૂની છે, એટલે કે તે મધ્ય અત્યંતનૂતન અથવા પ્લાઇસ્ટિન યુગની છે. તેમાં મળી આવેલું માથું આધુનિક માનવના માથાના આકારનું જ હતું. પરંતુ તેની આંખોનો ખાડો વધુ મોટો હતો, ભ્રમરો પણ મોટી હતી અને દાંત તેમજ મોઢું પણ મોટું હતું.

આ પણ વાંચો - 2022માં મુખ્યમંત્રી ઠાકોર જોઈએ નહીં તો સમાજનો ક્રોધ સહન નહીં કરી શકો : નવઘણજી ઠાકોર

હોમોસેપિયન્સથી ઘણા અલગ

આ અધ્યયનના સહ લેખક જીએ જણાવ્યું કે, હાર્બિયન ક્રેનિયમ પુરાતન માનવના સ્વરૂપને દર્શાવે છે, સાથે જ તે પુરાતન અને વિકસિત થયેલી વિશેષતાઓનું રૂપ પણ બતાવે છે, જેને પહેલાના માનવ ગણાતા હોમો સેપિયન્સથી અલગ તારવે છે. આ ખોપડીનું નામ લોન્ગ જિયાંગથી લેવાયેલું છે, જેનો મતલબ થાય છે ડ્રેગન રિવર.

કેવી પરિસ્થિતિમાં રહેતા હતા?

સંશોધકોનું માનવું છે કે ક્રેનિયમ ખોપડી એક નર માનવની છે. જેની ઉંમર લગભગ 50 વર્ષ જેટલી રહી હશે, જે પૂરવાળા જંગલી મેદાનોમાં રહેતો હશે. સ્ટ્રીંગરનું કહેવું છે કે, તે સમયની જનસંખ્યા શિકારી-સંગ્રહકર્તા રહ્યા હશે, જેઓ જમીન પર રહેતા હતા. હાર્બિનમાં આજના શીતકાલીન તાપમાનને જોતા લાગી રહ્યું છે કે આ માનવ પ્રજાતિને નિએન્ડરથલથી પણ વધુ ઠંડી સહન કરવી પડતી હતી. આ હોમો લોન્ગિ ખૂબ જ કઠોર વાતાવરણમાં રહેતા હતા અને તેઓ સમગ્ર એશિયામાં ફેલાયેલા હતા.

વંશ વૃક્ષનું નિર્માણ

સંશોધકોએ પહેલા 600થી વધુ ગુણધર્મો પર આધારીત ક્રેનિયમના બાહ્ય આકારનો અભ્યાસ કર્યો અને પછી કમ્પ્યુટર અવશેષો સાથે બીજા અવશેષો સાથેના સંબંધોને લાવવા લાખો સિમ્યુલેશન ચલાવ્યા. સ્ટ્રિંગરે જણાવ્યું કે આ બતાવે છે કે ચાઇનાથી આવેલા હાર્બીન અને અન્ય અવશેષો નિએન્ડરથલ્સ અને હોમો સેપિયન્સ સાથે બાદના માણસોના ત્રીજા પૂર્વજ હતા. હોમો સેપીયન્સ પૂર્વ એશિયા પહોંચ્યા, ત્યારે હોમો લોન્ગી ત્યાં હાજર હતા, તો બંને વચ્ચે મિશ્રણ થયું હોઈ શકે છે, પરંતુ તે બાબત હજી સ્પષ્ટ નથી થઇ.

ઘણા પ્રશ્નોના જવાબો હજુ બાકી છે

હજી આ માનવ જાતિની સંસ્કૃતિ અને અન્ય બાબતો વિશે ઘણા પ્રશ્નો છે, જેનો જવાબ મળ્યો નથી. કારણ કે પ્રાચીન સામગ્રીનો અભાવ હતો. પરંતુ તે પછી જે પરિણામો હવે સામે આવ્યા છે, તે માનવ ઉત્ક્રાંતિને નવો આકાર આપવા માટે પૂરતા છે. આ અંગે સ્ટ્રિંગરનું કહેવું છે કે પૂર્વ એશિયાનો માનવ વંશ પોતાનો ઉત્ક્રાંતિ ઇતિહાસ સ્થાપિત કરે છે અને બતાવે છે કે આ માનવ વિકાસ માટે કેટલો મહત્વપૂર્ણ છે.
First published: