શું નજીક છે દુનિયાનો અંત? ડૂમ્સ ડે ઘડિયાળે આપ્યો ખતરનાક સંકેત!

News18 Gujarati
Updated: January 30, 2019, 7:35 AM IST
શું નજીક છે દુનિયાનો અંત? ડૂમ્સ ડે ઘડિયાળે આપ્યો ખતરનાક સંકેત!

  • Share this:
વૈજ્ઞાનિકો અને સિક્યુરિટી એક્સપર્ટ્સની એક ટીમે દાવો કર્યો છે કે આપણી દુનિયાનો અંત ખૂબ જ નજીક છે. નોબેલ પ્રાઇઝ જીતનાર 15 વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, જેટલી જલ્દી બની શકે, લોકો પોતાના જરૂરી કામ કરી લે. કેમ કે, ટૂંક સમયમાં જ દુનિયા પર ન્યૂક્લિયર વોર અથવા જલવાયુ પરિવર્તન(ક્લાઇમેન્ટ ચેન્જ)થી ધરતીના વિનાશનો સંકટ આવી શકે છે.

24 જાન્યુઆરીએ 'બુલેટિન ઓફ એટોમિક સાયન્ટિસ્ટ્સ' નામના એક ઓર્ગેનાઇઝેશને દુનિયાની સામે ડૂમ્સડે ક્લોકનું પ્રેઝેન્ટેશન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, બે વર્ષથી ડૂમ્સડે ક્લોક મધરાત થવાના 2 મિનિટ પહેલાં અટકી રહી છે. જે ખૂબ જ ખતરનાક સંકેત છે.

અહીં ક્લિક કરી વાંચોઃ બાળપણની યાદ તાજી કરવા બે મહિલાઓએ એવું કર્યું પરાક્રમ, સ્કુલ સ્ટાફ પણ અચરજમાં

શું છે આ ડૂમ્સ ડે ક્લોક ?

ડૂમ્સડે ક્લોકને 1947માં બુલેટિન ઓફ એટોમિક સાયન્ટિસ્ટ્સ સાથે જોડાયેલાં વૈજ્ઞાનિકોએ બનાવી હતી. તેનાથી ધરતી પર વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી ગડબડી અને ત્યાર બાદ તેમના દ્વારા થતાં ખતરાને મોનિટર કરવામાં આવે છે. ક્લોકમાં મધરાત 12 વાગવાને વિનાશનો સંકેત માનવામાં આવે છે. 1945માં હિરોશિમા અને નાગાસાકીમાં થયેલાં હુમલા બાદ વૈજ્ઞાનિકોએ તેને બનાવી હતી.

વૈજ્ઞાનિકો પ્રમાણે, કોલ્ડ વોર સમયે માનવ સભ્યતા સૌથી વધારે ખતરામાં હતી. તે સમય પસાર થઇ ગયો. પરંતુ હવે ન્યૂક્લિયર વોર, જલવાયુ પરિવર્તન અને સિવિલ વોર જેવા ખતરા વધી ગયા છે. ડૂમ્સડે ક્લોકનું મિડનાઇટથી બે મિનિટ પહેલાં અટકી જવું વિનાશના નજીક હોવાનું માનવામાં આવે છે. નોંધનીય છે કે, આ ક્લોકથી વૈજ્ઞાનિકો અને એક્સપર્ટ્સની ટીમ માનવ સભ્યતાના ભવિષ્યનું નિર્ધારણ કરે છે.માનવતા પર બે મોટાં સેકેત આવી રહ્યા છે. જેની માટે ચિંતા થવી અને તરત પગલા ભરવા ખૂબ જ જરૂરી છે. ન્યૂક્લિયર વોર અને ક્લાઇમેન્ટ ચેન્જ (જલવાયુ પરિવર્તન) તેમાંથી એક છે. કેમ કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં અનેક દેશમાં સરકાર ફેઇલ થઇ છે. ડેમોક્રેસીને નુકસાન પહોંચ્યું છે.

એક્સપર્ટ્સે ચેતવ્યા કે, વર્લ્ડ લીડર્સને વધારેમાં વધારે કામ કરવું જોઇએ, જેથી આવનાર સંકટને ટાળી શકાય. તેમણે જણાવ્યું કે, જો નેતા બદલાવ કરે છે અને પોતાની જનતાની માંગને માને છે તો ધરતીને સુરક્ષિત કરી શકાય છે. યૂએક પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના 2016માં ચૂંટણી જીત્યા બાદ 2017 અને 2018માં ડૂમ્સડે ક્લોક 30 સેકેન્ડ આગળ ભાગી હતી. નોંધનીય છે કે, ગયા એક વર્ષમાં અમેરિકા અને નોર્થ કોરિયાની વચ્ચે યુદ્ધના સમાચાર આવતાં રહ્યા છે. ત્યાં જ, ઈરાનનો પરમાણું કાર્યક્રમ પણ ચિંતાનો વિષય છે.
First published: January 29, 2019, 7:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading