પહાડ ઉપર સામાન લઈને જતા ગદર્ભનું સમતુલન બગડ્યું, Videoમાં જુઓ પછી શું થયું?

ગદર્ભનો વાયરલ વીડિયો

donkey viral video on social media: ગદર્ભના પીઠ ઉપર અનેક બોરીઓને દોરડા વડે મજબૂતીથી બાંધવામાં આવી હતી. તેમાં સામાન પણ ભરવામાં આવ્યો હતો. ત્યારે જ ગદર્ભનું સંતુલન બગડી જાય છે અને તે ઉપરથી નીચે પડવા લાગે છે.

 • Share this:
  Donkey video viral : તમે અનેક વખત ગધેડા (donkey) ઉપર ભારે સામાન લદાયેલો જોયો હશે. આ છતાં પણ તેનો માલિક અનેક વખત તેને માર મારતો હોય છે. એટલું જ નહીં ગદર્ભનું વિશેષણ માણસને ત્યારે આપવામાં આવે છે જ્યારે તે ખોટું કામ કરે છે. અથવા તેનાથી કોઈ કામ થતું નથી. જોકે, હકીકત કંઈક અલગ છે. ગદર્ભ મહેનતી હોવા છતાં તેને નબળો ચિતરવામાં આવે છે. પરંતુ ખરેખર આ ખુબ જ સાહસી અને તાકતવર હોય છે. જેનું ઉદાહરણ આપણને સોશિયલ મીડિયા (Social media) ઉપર જોવા મળે છે.

  આ વીડિયોમાં એક ગદર્ભ એક પહાડ ઉપર સામાન લઈ જઈ રહ્યો હોય છે ત્યારે તેનું સમતુલન બગડે છે અને ત્યારબાદ જે થયું તે જોઈને તમે હેરાન થઈ જશો. આ વીડિયોને લાઈફ એન્ડ નેચર નામના એક ટ્વીટર એકાઉન્ટમાંથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો શેર કર્યા બાદ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અને તેને અનેક વ્યૂ મળી રહ્યા છે. સાથે સાથે લાઈક્સ પણ એટલી મળી રહી છે. અનેક રિટ્વીટ પણ કરવામાં આવ્યો છે.

  વીડિયોમાં જોઈ શકાય છે કે કોઈ જગ્યાએ એક ઉંચા પહાડ ઉપર બધા પ્રકારના પ્રાણીઓ ઘાસ ચરી રહ્યા હતા. ત્યારે પ્રાણીઓ વચ્ચે એક ગદહ્ભ પોતાની પીઠ ઉપર સામાન લઈને જઈ રહ્યો હોય છે. ગદર્ભની આજુબાજુ અનેક ઘેંટાઓ હતા. અન્ય બીજા પ્રાણીઓ પણ ફરી રહ્યા હતા.  ગદર્ભના પીઠ ઉપર અનેક બોરીઓને દોરડા વડે મજબૂતીથી બાંધવામાં આવી હતી. તેમાં સામાન પણ ભરવામાં આવ્યો હતો. ત્યારે જ ગદર્ભનું સંતુલન બગડી જાય છે અને તે ઉપરથી નીચે પડવા લાગે છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ નોકરાણીના પતિએ નિવૃત્ત સેશન્સ જજને 24 કલાકમાં 43 વખત ફોન કરી આપી ધમકી, કેમ આપી ધમકી?

  આ પણ વાંચોઃ-મોરબીઃ બાઈક અથડાવા જેવી નજીવી બાબતમાં બે યુવકોએ ઈરાન ખોડની છરી વડે કરી હત્યા

  ગદર્ભને જમીન ઉપર પડતા જોઈને બધા જાનવરો અહીં તહીં ભાગવા લાગે છે. એવું લાગે છે કે ઉપરથી નીચે પડવાથી ગદર્ભનું મોત નિશ્ચિત છે. પરંતુ જેવો જ ગદર્ભ નીચે પહોંચ્યો કે તે તરત જ ઊભા થઈ જાય છે અને જાણે કંઈ જ થયું જ ન હોય તેમ આરામથી ત્યાંથી ચાલવા લાગે છે. આ વીડિયો શેર કરવાની સાથે લખ્યું હતું કે ગદર્ભ તાકતવર હોય છે.
  Published by:ankit patel
  First published: