Home /News /eye-catcher /

હવે એક મિનીટમાં કૂતરૂ બતાવશે, કેન્સર છે કે નહી?

હવે એક મિનીટમાં કૂતરૂ બતાવશે, કેન્સર છે કે નહી?

બ્રિટનમાં કૂતરાને કેન્સર ઓળખવાની ટ્રેનિંગ આપવામાં આવે છે.

આ નવી પ્રકારની રીતના ઉપયોગથી બીમારીની તપાસ માટે કરવામાં આવતા કઠિન ટેસ્ટોમાંથી રાહત મળશે. સાથે ફીના ખર્ચમાં પણ સામાન્ય માણસને ઘણી રાહત મળશે.

    બ્રિટિશ મેડિકલ ટ્રાયલમાં રિસર્ચર્સને કેન્સર વિરુદ્ધ મોટી સફળતા મળી છે. ત્રણ વર્ષના ટ્રાયલ બાદ રિસર્ચર્સે જાહેરાત કરી કે, કૂતરાની મદદથી માણસમાં કેન્સરની બિમારી વિશે ખબર પડી શકે છે.

    આ ટ્રાયલ યોર્કશાયરના ધ હુલ એન્ડ ઈસ્ટ હોસ્પિટલ ટ્રસ્ટમાં કરવામાં આવ્યો. આ ટ્રાયલ દરમ્યાન 2000 સ્વસ્થ્ય અને બિમાર લોકોના યૂરીન સેમ્પલ લેવામાં આવ્યા.

    આ સેમ્પલો દ્વારા કૂતરાને કેન્સરની ઓળખ માટે ટ્રેનિંગ આપવામાં આવી. જો મેડિકલ સાયન્સમાં ટ્રાયલની આ પ્રક્રિયાને ઉપયોગમાં લેવામાં આવે તો મિનીટોમાં કેન્સર રોગીની તપાસ થઈ શકશે.

    પરંતુ હજુ સુધી રિસર્ચર્સોને આંતરડાના કેન્સરમાં જ સફળતા મળી છે. આગળ જોઈએ શું કૂતરૂ ખરેખર કેન્સર દર્દીની ઓળખ કરી શકે છે?

    કૂતરામાં સૂંઘવાની અવિશ્વસનિય શક્તિ છે!
    પોતાની સૂંઘવાની ક્ષમતાના કારણે કૂતરાઓનો ઉપયોગ ડ્રગ્સ પકડવાથી લઈ લેન્ડ માઈન ડિટેક્ટ કરવા, અને શંકાસ્પદોની તપાસ અને બેડ બગ તપાસવા માટે પણ કરવામાં આવે છે. નવા રિસર્ચ બાદ દાવો કરવામાં આવ્યો છે કે, કૂતરૂ કેન્સર રોગીની પમ એક મિનીટમાં ઓળખ કરી શકે છે.



    મેડિકલ ડિટેક્શન ડોગ અનુસાર, રૂ એક ટ્રિલિયન (એક લાખ કરોડ)માંથી પણ એક ભાગને સુંઘી શકે તેટલી તેનામાં ક્ષમતા છે. આને સરળ શબ્દોમાં સમજીએ તો બે ઓલિમ્પિક સાઈઝ સ્વિમિંગ પુલમાં એક ચમચી ખાંડની માત્રા. આ પહેલા પ્રોસ્ટેટ કેન્સરને લઈ થયેલા ટ્રાયલમાં કૂતરાએ 93 ટકા વિશ્વસનીયતા સાથે સેમ્પલની ઓળખ કરી હતી.

    મુશ્કેલ ટેસ્ટમાંથી મળી શકે છે રાહત
    રિસર્ચરોનું માનવું છે કે, આ નવી પ્રકારની રીતના ઉપયોગથી બીમારીની તપાસ માટે કરવામાં આવતા કઠિન ટેસ્ટોમાંથી રાહત મળશે. સાથે ફીના ખર્ચમાં પણ સામાન્ય માણસને ઘણી રાહત મળશે.

    વર્તમાનમાં શરૂઆતના કેન્સરની તપાસ માટે કેટલીએ પ્રકારના ટેસ્ટ થાય છે. આમાં બ્લડની તપાસથી લઈ સ્પેશ્યલ સેમ્પલિંગ કિટ સુધીનો ઉપયોગ કરવામાં આવે છે. આ તપાસ દરમ્યાન રોગીના મળની પણ તપાસ થાય છે. શરીરમાં રહેલા લોહીના આધાર પર રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે.



    કેટલાએ સ્તર પર ટેસ્ટ!
    કોલોરેક્ટલ સર્જરીના કન્સલ્ટન્ટ ઈયાન હેટર અનુસાર, કેન્સરની તપાસ માટે કેટલાએ સ્તરના ટેસ્ટ થાય છે. જો મળની તપાસમાં આ સામે ના આવે તો, ત્યારબાદ રેક્ટમ (મળાશય)માં કેમેરા નાખીને તપાસ કરવામાં આવે છે. જે ટેસ્ટ માટે મુશ્કેલ અને કષ્ટદાયી ભાગ છે.

    દર્દીઓને થશે ફાયદો?
    યૂરો ન્યૂઝ અનુસાર કેન્સરની તપાસ માટે આ નવી રીતના ઉપયોગથી માણસને વધારે સટિક પરિણામ અને ઓછુ કષ્ટ સહન કરવુ પડશે. થી વધારાના ટેસ્ટથી રાહત મળશે. સરળ ટેસ્ટના કારણે વધારે લોકો પોતાની તપાસ માટે બહાર આવશે.

    આનાથી દર્દીને વધારે ઝડપી પોતાની બિમારીની ખબર પડશે. ઈંગ્લેન્ડમાં કોલોરેક્ટલ કેન્સરથી બચનારા લોકોની સંખ્યા 51 ટકા છે. સ્ટેજ વન પર 95 ટકા પુરૂષ અને 100 ટકા મહિલાઓના બચવાના ચાન્સ હોય છે.

    અને ક્યાં કામ આવે છે સ્નિફર ડોગ?
    1 - બેડ બગ શોધવા
    2 - માનવ અવશેષના સર્ચમાં
    3 - કેન્સરની તપાસમાં
    4 - ડ્રગ્સની તપાસ માટે
    5 - લુપ્તપ્રાય પશુ પ્રજાતિયા શોધવા
    6 - વિસ્ફોટકોની શોધ માટે
    7 - જ્વલનશિલ પદાર્થની શોધ
    8 - કરન્સીની તપાસ
    9 - ખોવાયેલા મોબાઈલ શોધવા માટે
    10 - કસ્ટમની તપાસ દરમ્યાન
    Published by:kiran mehta
    First published:

    Tags: Cancer

    આગામી સમાચાર