Home /News /eye-catcher /

Shocking : તાલિબાની શાસનમાં રખડતા કૂતરાઓને બનાવાઈ રહ્યા છે ડ્રગ્સ એડિક્ટ, ડ્રગ્સ વિના પડે છે બીમાર!

Shocking : તાલિબાની શાસનમાં રખડતા કૂતરાઓને બનાવાઈ રહ્યા છે ડ્રગ્સ એડિક્ટ, ડ્રગ્સ વિના પડે છે બીમાર!

Taliban In Afghanistan : રખડતા કૂતરાઓ (Afghan Dogs are given Drugs) સાથે જે થઈ રહ્યું છે તે પણ દુઃખદ છે. અહીં શ્વાનોને બળજબરીથી ડ્રગ્સ આપીને ડ્રગ એડિક્ટ (Afghani Dogs are High in Drugs) બનાવવામાં આવી રહ્યા છે.

Taliban In Afghanistan : રખડતા કૂતરાઓ (Afghan Dogs are given Drugs) સાથે જે થઈ રહ્યું છે તે પણ દુઃખદ છે. અહીં શ્વાનોને બળજબરીથી ડ્રગ્સ આપીને ડ્રગ એડિક્ટ (Afghani Dogs are High in Drugs) બનાવવામાં આવી રહ્યા છે.

    ડ્રગ્સ (Drug Addiction)ની કૂટેવ જો કોઈ વ્યક્તિને લાગી જાય, તો તેને બરબાદ કરી દે છે. વિચારો, જો આ વ્યસન મૂંગા પ્રાણીઓમાં લાગી જાય, તો તે કેવી રીતે બચી શકે? અફઘાનિસ્તાનમાં રખડતા કૂતરાઓ (Afghan Dogs are given Drugs) ડ્રગ્સના બંધાણી બની ગયા છે અને તેમની હાલત ખરાબ થઈ રહી છે. હવે આ શ્વાન પોતે તો ડ્રગ્સ નહીં લે, અલબત્ત તેમને ડ્રગ્સ આપવામાં આવી રહી છે, પણ શા માટે?

    બધા જાણે છે કે તાલિબાની શાસનમાં (Afghanistan Taliban) અફઘાનિસ્તાનની અંદર ખાવા-પીવાનાં ફાંફાં પડી રહ્યા છે. લોકો પૈસા માટે છોકરીઓનો વેપાર કરી રહ્યા છે.

    તો બીજી તરફ બેઘર લોકો પાસે કડકડતી ઠંડીમાં પોતાને ગરમ રાખવાની કોઈ વ્યવસ્થા નથી. આવી સ્થિતિમાં, ઠંડીમાં ઠઠરતા લોકો, પોતે ડ્રગ્સ લઇને હાઈ રહે છે અને શરીરની ગરમી માટે કૂતરાઓ (Stay Dogs Drugged In Afghanistan) ne તેમની સાથે સૂવડાવે છે.

    આ પણ વાંચો: સાડી સાથે પહેરેલો આ બ્લાઉઝ જોઈ ચોંકી ઉઠ્યા લોકો, 7 સેકન્ડમાં જ 47 લાખ લોકોએ જોઈ ડિઝાઈન

    કોળીઓના ભાવે મળે છે હેરોઈન!

    ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, અફઘાનિસ્તાનમાં ડ્રગનું વ્યસન એક મોટી સમસ્યા છે. અહીં હેરોઈન ખૂબ જ સસ્તું મળતું હોવાથી ભિખારીઓ અને બેઘર લોકો પણ તેને ખરીદી શકે છે. એક તરફ તાલિબાન નશાની લતને ખતમ કરવાની વાતો કરે છે તો તાલિબાનના શાસનમાં રખડતા કૂતરાઓને પણ નશાની લત લગાવવામાં આવી રહી છે.

    આ પણ વાંચો: ફોટોગ્રાફરે અજાણતાં જ કર્યો કમાલ, શોઘી કોઢ્યું ચોકલેટી બટરફ્લાય!

    શેરીવાસીઓ ઘણીવાર શહેર-એ-નાવમાં અકસર લોકો હેરોઈનનો નશો કરતા જોવા મળે છે અને તેઓ ખાલી બોટલો દ્વારા રખડતા કૂતરાઓને પણ ડ્રગ્સ આપતા હોય છે. ડ્રગ્સ લીધા પછી, અહીં-ત્યાં રખડતા કૂતરાઓ શાંત થઈ જાય છે અને એક જગ્યાએ શાંતિથી બેસી જાય છે.

    આ પણ વાંચો: OMG! ભારતીય-અમેરિકન CEOએ ઝૂમ કોલમાં આપ્યો ઝટકો, 900 કર્મચારીઓને કર્યા છૂટા

    કેમ કૂતરાઓને કરાવાય છે નશો?

    ડ્રગ્સની અસર કૂતરા પર પણ એટલી જ હોય ​​છે જેટલી તેઓ મનુષ્યો પર કરે છે. આવી સ્થિતિમાં, જ્યારે તેઓ એક જગ્યાએ શાંતિથી બેસે છે, ત્યારે બેઘર લોકો તેમની નજીક રહેવાથી ગરમી અનુભવે છે, જે ઠંડી રાતમાં તેમના માટે સહારો બની જાય છે. કાબુલમાં રાત્રિનું તાપમાન ઘટીને માઈનસ 4 ડિગ્રી થઈ ગયું છે. આવી સ્થિતિમાં વ્યસનીઓને કૂતરાઓની નજીક રહેવાથી ઠંડી લાગતી નથી. તમને જણાવી દઈએ કે તાલિબાનના શાસનમાં નશાખોરોને સખત સજા કરવામાં આવે છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Shocking news, Taliban Afghanistan News, Weird news, અજબગજબ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन