અપંગ માલિકને લઈ જાય છે ફરવા આ કૂતરો, સોશિયલ મીડિયા પર બન્યો હીરો

News18 Gujarati
Updated: July 21, 2018, 1:56 PM IST
અપંગ માલિકને લઈ જાય છે ફરવા આ કૂતરો, સોશિયલ મીડિયા પર બન્યો હીરો

  • Share this:
કૂતરાને માણસનું સૌથી વફાદાર મિત્ર માનવામાં આવે છે. ફિલિપાઈન્સમાં એક વીડિયોથી આ વાત બિલકુલ સાચી સાબિત થાય છે. આ વીડિયોમાં એક કૂતરૂ પોતાના અપંગ માલિકની વ્હીલચેરને પાછળથી ધક્કો લગાવતું જોવા મળી રહ્યું છે.

મિસિસ ફેથ એલ રેવિલા નામની એક એમબીએ સ્ટૂડન્ટે કૂતરાના અને તેના માલિકના કેટલાક ફોટો્સ અને વીડિયો ફેસબુક પર શેર કર્યા છે, ત્યારબાદ તે વાયરલ થઈ ગયો.

30 જૂનના રોજ ફેસબુક પેજ પર મિસિસ ફેથે લખ્યું કે, આ રીતના અદભૂત નજારાને જોઈ મને ખુબ સારૂ લાગી રહ્યું છે. એક કૂતરાનો પોતાના માલિક સાથેનો લગાવ હોઈ શકે છે. જે આ તસવીરથી સમજી શકાય છે. તમે વીડિયોમાં જોઈ શકસો કે કેવી રીતે કૂતરૂ પોતાના માલિકની વ્હીલચેરને ખેંચી રહ્યું છે. મને મારી ભાવનાઓ જાહેર કરવા માટે શબ્દ નથી મળી રહ્યા.

'Metro'ના રિપોર્ટ અનુસાર, કૂતરાના માલિકનું નામ ડેનિલો અલાર્કન છે. એક રોડ એક્સિડન્ટ બાદ 46 વર્ષના ડેનિલોને સ્પાઈન ઈંજરી થઈ હતી, ત્યારબાદ તે ક્યારે ઉભા નથી થઈ શક્યા.

First published: July 21, 2018, 1:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading