OMG: લેબ્રાડોર બ્રીડના Dog માટે બે લોકોમાં ઝઘડો, DNA ટેસ્ટની મદદથી શોધાયો અસલી માલિક!

Dogના માલિકના વિવાદ બાદ પોલીસે DNA ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Dogના માલિકના વિવાદ બાદ પોલીસે DNA ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

  • Share this:
    શૈલેન્દ્ર કૌરવ, હોશંગાબાદ. હોશંગાબાદ (Hoshangabad)માં એક રસપ્રદ મામલો સામે આવ્યો છે. અત્યાર સુધી સંપત્તિ કે નવજાત બાળક બદલાઈ જવાના વિવાદમાં DNA ટેસ્ટની વાતો સાંભળી હતી. પરંતુ હોશંગાબાદમાં એક ડૉગ (Dog)નો ઝઘડો DNA રિપોર્ટ આવ્યા બાદ ઉકેલવામાં આવ્યો. રિપોર્ટ બાદ વિવાદ ઉકેલાયો કે ડૉગનો માલિક કોણ છે. આ ડૉગના માલિકી હકને લઈ 4 મહિનાથી બે લોકોની વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો.

    એક ડોગ અને બે દાવેદાર

    હોશંગાબાદના ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગત વર્ષે નવેમ્બરમાં રસપ્રદ મામલો સામે આવ્યો હતો. લેબ્રાડોર બ્રીડના ડૉગ પર બે લોકો શાદાબ ખાન અને કૃતિક શિવહરે પોતાનો હક જતાવી રહ્યા હતા. વ્યવસાયથી પત્રકાર શાદાબ ખાનનું કહેવું હતું તેઓ ડોગીને પંચમઢીથી લઈને આવ્યા હતા. બીજી તરફ એબીવીપી સાથે જોડાયેલા કૃતિક શિવહરેએ જણાવ્યું કે તે ડોગને બાબઈથી ખરીદીને લાવ્યા હતા. બંને જગ્યાઓ હોશંગાબાદ જિલ્લામાં આવેલી છે. પોલીસની સમસ્યા ત્યારે વધી ગઈ હતી જ્યારે ડોગે બંને માલિકોની ઓળખ કરી હતી.

    આ પણ જુઓ, Sholay: ગબ્બર સાથેના ફાઇટ સીનમાં દેખાઈ ગયો હતો ઠાકુરનો હાથ, તમે આ VIDEO જોયો?

    પોલીસે ઝઘડાના ઉકેલ માટે તમામ પ્રકારના પ્રયાસ હાથ ધર્યા હતા પરંતુ બાદમાં નક્કી ન થયું કે ડોગનો ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવે. વેટનરી ડૉક્ટરે કૂતરાના લોહીના સેમ્પલ લીધા અને શાદાબ ખાનના દસ્તાવેજોના આધાર પર આ લેબ્રાડોર કૂતરાને જન્મ આપનારી ડોગીના લોહીના નમૂનાની તપાસ માટે હૈદરાબાદની લેબોરેટરી મોકલવામાં આવ્યા. હૈદરાબાદથી આવેલા ડીએનએ રિપોર્ટ બાદ પોલીસ અધિકારી અનૂપ સિંહે જણાવ્યું કે, ટેસ્ટ રિપોર્ટથી એ સ્પષ્ટ થયું કે ડોગનો માલિક શાદાબ ખાન છે. મામલામાં જે પણ વિધિ સંગત કાર્યવાહી હશે તે કરવામાં આવશે.

    કેમ ઊભો થયો હતો વિવાદ?

    શાદાબ ખાનનું કહેવું હતું કે તેમનો કોકો નામનો કાળા રંગનો ડોગી ઓગસ્ટ મહિનામાં ખોવાઈ ગયો હતો. તેઓએ પોલીસમાં રિપોર્ટ પણ નોંધાવ્યો હતો. જોકે પોલીસે તેની પુષ્ટિ નથી કરી. શાદાબ ખાને આ દરમિયાન પોલીસે ફોન કરીને સૂચના આપી કે તેમનો ગુમ થયેલો ડોગી કૃતિક શિવહરેના ઘરે જોવા મળ્યો છે. તેઓએ ડોગીનું રજિસ્ટ્રેશન પોલીસને દર્શાવ્યું. પરંતુ શિવહરેનું કહેવું હતું કે કોકો નથી ટાઇગર છે અને તેને 11 ઓગસ્ટે બાબઈથી ખરીદીને લાવ્યા હતા.

    આ પણ વાંચો, હેલ્મેટ પહેર્યા વગર ટ્રક ચલાવનારા ડ્રાઇવરને 1000 રૂપિયાનો દંડ! તમે પણ ચોંકી ગયા ને?




    DNAથી નક્કી થયો માલિક

    શાદાબ ખાન માલખેડીમાં રહે છે. એક ડોગ માટે બે માલિકોમાં ચાલી રહેલા ઝઘડાથી પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઈ હતી. મજેદાર વાત એ હતી કે કોકો બંને માલિકો સાથે હળીમળી ગયો હતો. તેથી તેનો વ્યવહાર જોઈને સમજવું મુશ્કેલ હતું કે મૂળે તેનો માલિક કોણ છે.
    Published by:Mrunal Bhojak
    First published: